Connect with us

ગુજરાત

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા આગળ

Published

on


ભાવનગર લોકસભા બેઠક ઉપર મતગણતરીમાં પાંચ રાઉન્ડનાં અંતે ભાજપના ઉમેદવાર નિમુબેન બાંમભણીયા 60હજારની લીડ થી આગળ હોવાનું જાણવા મળેલ છે. પ્રથમ રાઉન્ડથી આપના ઉમેદવાર ઉમેશ મકવાણા પાછળ ચાલી રહ્યા છે.

ભાવનગર લોકસભા બેઠકની મતગણતરી સવારે હાથ ધરાઇ હતી. શહેર ના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી સરકારી ઇજનેરી કોલેજ ખાતે સવારે 8 વાગ્યાથી શરૂૂ થઇ હતી આ મત ગણતરી માં 1500 કર્મચારીઓ ફરજ માં જોડાયા છે પ્રથમ પોસ્ટલ બેલેટ ની મત ગણતર શરૂૂ કરાઈ હતી.


ઈ.વી.એમ.ની મતગણતરી માટે વિધાનસભા બેઠકદીઠ 14 ટેબલ ફાળવવામાં આવ્યાં છે. આમ, સાત વિધાનસભા બેઠકદીઠ કુલ સાત હોલમાં કુલ 98 ટેબલો પર ઈ.વી.એમ.ની મતગણતરી કરવામાં આવી રહી છે. ભાવનગર લોકસભા બેઠકમાં ઈ.વી.એમ.ની કુલ 144 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે કુલ 37 ટેબલો પર બેલેટની મતગણતરી કરવામાં આવશે.


મતગણતરી કેન્દ્ર ખાતેની તમામ કામગીરી માટે અંદાજે 1500 જેટલા સિવિલ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ કર્મચારીઓ સવારે પાંચ કલાકે ફરજ પર હાજર ગયા હતા અને કામગીરી શરૂૂ કરી હતી. આ ઉપરાંત પોલીસ સ્ટાફને બંદોબસ્તની વિવિધ ફરજ સોંપવામાં આવી છે.મતગણતરીની સમગ્ર પ્રક્રિયાનું સી.સી.ટી.વી. દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત

કાલાવડના મુળીલા ગામે કોઝવે ધોવાતા સ્કૂલબસ ફસાઈ, બાળકોને રેસ્ક્યૂ કરાયા

Published

on

By

વરસાદના કારણે બેઠો પુલ ધોવાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો : ગ્રામજનોએ માનવ સાંકળ રચી સ્કૂલના બાળકોને નદી પાર કરાવી


સૌરાષ્ટ્રમાં હજુ વરસાદનો પ્રારંભ જ થયો છે ત્યાં ઠેર ઠેર વિકાસમાં ગાબડા જોવા મળી રહ્યા છે. જેમાં કાલાવડ તાલુકાના મુળીલા ગામે સવારે પડેલા વરસાદના કારણે નદીપરનો કોઝવે ધોવાઈ જતાં સ્કૂલબસ ફસાઈ ગઈ હતી જો કે, સરપંચ અને ગ્રામજનોની સતર્કતાના કારણે બસને પુલના સામાછેડે જ રોકી વિદ્યાર્થીઓને માનવ સાંકળ રચી નદીપાર કરાવી હતી.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બે દિવસથી વરસાદનો માહોલ જામ્યો છે. ત્યારે આજે સવારે પણ રાજકોટ અને કાલાવડ પંથકમાં વરસાદ જોવા મળ્યો હતો. જેમાં કાલાવડ તાલુકામાં સારોએવો વરસાદ પડી ગયો હતો. કાલાવડના મુળીલા ગામે વરસાદને કારણે કોઝવે ધોવાઈ ગયો હતો. જેના કારણે વાહન વ્યવહાર અટકી ગયો હતો.


મુળીલાના કોઝવે પરથી પાણી પસાર થતું હોય ગામના સરપંચને જાણ થતાં તાત્કાલીક કોઝવે પર દોડી જઈ ગામલોકોની મદદથી સ્કૂલબસને પૂલના છેડે જ રોકી લીધી હતી અને બાળકોને માનવ સાકળ રચી નદીપાર કરાવ્યા હતાં. જેના કારણે મોટી દુર્ઘટના બનતા સહેજમાં અટકી હતી. ચોમાસાના પ્રારંભે જ હજુ પહેલા જ વરસાદે વિકાસના કોઝવે ધોવાઈ ગયો છે ત્યારે આગામી સમયમાં તો મુળીલા, નપાણિયા, ખીજડિયા સહિતના ગામનો વાહન વ્યવહાર વરસાદના કારણે ખોરવાઈ જાય તો નવાઈ નહીં.

Continue Reading

ક્રાઇમ

લગ્નપ્રસંગમાં વ્યવહાર કરવા લીધેલી લોનનાં હપ્તા ભરવા શખ્સ મંદિરમાંથી ચોરી કરવા લાગ્યો’તો

Published

on

By

રાજકોટ અને તેની આજુબાજુમાં આવેલા 16થી વધુ મંદિરોમાંથી ચાંદીના છતરની ચોરી કરી તરખાટ મચાવી દેનાર આરોપી મયુર શાંતિલાલ ગોંઢા (ઉ.વ.33, રહે. ભગીરથ સોસાયટી-4, સંત કબીર રોડ)ને કુવાડવા રોડ પોલીસે ઝડપી લઈ તપાસ આગળ ધપાવી છે.કુવાડવા રોડ પોલીસની હદમાં મંદિરોમાંથી ચોરી થઈ રહ્યાની ફરિયાદો ઉઠયા બાદ પીઆઈ વી.આર. રાઠોડ અને પીએસઆઈ એમ.જે.વરુએ તપાસ આગળ ધપાવી આરોપીને ઝડપી લીધો હતો.


આરોપીએ અત્યાર સુધીમાં જે-જે મંદિરોમાં ચોરી કરી તેમાં બેડી ગામે બે મુખવાળા મેલડી માતાજીના મંદિર, બેડી ગામે જ મોમાઈ માતાજીના મઢ, નવાગામ-આણંદપર ગામે ખોડીયાર માતાજીના મંદિર અને ઢાંઢણી ગામે મોગલ માતાના મંદિરનો સમાવેશ થાય છે. આ ચારેય મંદિર ચોરી અંગે ફરિયાદો નોંધાઈ છે.આ સિવાય આરોપીએ કુવાડવા રોડ પોલીસ મથકની હદમાં 3 અને આજી ડેમ પોલીસ મથકની હદમાં 1 મળી કુલ 4 મંદિર ચોરીની ફરિયાદો નોંધાઈ હતી.આ સિવાય આરોપીએ ફરિયાદ ન નોંધાઈ હોય તેવા 16થી વધુ મંદિરોમાં ચોરીની કબુલાત આપી હતી.


આરોપી પાસેથી પોલીસે રૂા.43,880નો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે જણાવ્યું કે આરોપીએ સગાઓના લગ્ન પ્રસંગમાં વ્યવહાર કરવા માટે લોન લીધી હતી.જેના હપ્તા ભરવા માટે ફેબ્રુઆરીથી મંદિરમાં ચોરીઓ શરૂૂ કરી હતી.આરોપી અગાઉ ઈમિટેશનનું કામ કરતો હતો. આ સમગ્ર ઘટનામાં પોલીસે જણાવ્યું હતું કે, તસ્કર મયુરે રાજકોટનાં 10 ગામોનાં 16 થી વધુ મંદિરોમાંથી ચોરી કરી હતી. તેમજ જ્યારે દર્શનાર્થીઓ મંદિરમાં ન હોય ત્યારે ચોરી ને અંજામ આપતો પરંતુ સીસીટીવીમાં આવી જતાં પોલીસે ઓળખ મેળવી અને દબોચી લઈ પુછપરછ કરતાં ભાંગી પડી ચોરીની કબુલાત આપી હતી.

Continue Reading

ગુજરાત

નીટ પીજીની પરીક્ષામાં થયેલી ગેરરીતિની તપાસ CBIને હવાલે

Published

on

By


ગત તારીખ 5 મે, 2024ના રોજ લેવાયેલી NEET UG – 2024ની પરીક્ષામાં ગેરરીતિઓ થઇ હોવાના સમાચાર વહેતા થયા હતા.
ત્યાર બાદ ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં 8 મેના રોજ એક ફરિયાદ ગોધરામાં પણ નોંધાઇ હતી. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને રાજ્ય સરકારના ગૃહ વિભાગે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.

સીબીઆઈએ NEETપરીક્ષા પેપર લીક મામલામાં શિક્ષણ મંત્રાલયની ફરિયાદ બાદ રેગ્યુલર કેસ નોંધી લીધો છે. સીબીઆઈએ આઈપીસીની કલમ 420 છેતરપીંડી અને 120 બી એટલે કે ષડયંત્ર રચવાની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી દીધી છે.
સીબીઆઈ તરફથી નોંધવામાં આવેલી ફરિયાદમાં આઈપીસીની કલમ 406 પણ જોડવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીબીઆઈની દિલ્હી યૂનિટ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
સૂત્રોની વાત માનીએ તો, સીબીઆઈએ એક સેપ્રેટ કેસ નોંધ્યો છે. બિહાર અને ગુજરાતવાળા કેસને ટેકઓવર નહીં કરવામાં આવે. બંને રાજ્યોની પોલીસ હાલમાં પોતાના લેવલે તપાસ અને ધરપકડ કરી રહી છે. સીબીઆઈએ અલગ કેસ નોંધી લીધો છે. આગળની તપાસમાં સીબીઆઈને જ્યારે લાગશે તો બિહાર અને ગુજરાત પોલીસનો સંપર્ક કરશે.
બંને રાજ્યોની પોલીસના કંસેંટ બાદ અને જ્યારે જરુર પડશે તો તેમની પાસેથી કેસને ટેકઓવર અને કેસ ડાયરી પણ લઈ શકે છે. આ અગાઉ યૂજીસી નેટ મામલામાં પણ શિક્ષણ મંત્રાલયની ફરિયાદ બાદ અજાણ્યા લોકો વિરુદ્ધ સીબીઆઈ છેતરપીંડી અને ષડયંત્રની કલમોમાં રેગ્યુલર કેસ નોંધીને તપાસ શરુ કરી ચુકી છે.

Continue Reading

Trending