Connect with us

ગુજરાત

રાજકોટ બેઠક માટે ટોચના ઉદ્યોગપતિને ભાજપનું કહેણ

Published

on

  • ક્ષત્રિય સમાજ સાથે સમાધાન નહીં થતાં પ્લાન-બીની વિચારણા શરૂ કરતું હાઇકમાન્ડ
  • હજુ પણ ડેમેજ ક્ધટ્રોલ અને કાઉન્ટર એટેકના પ્રયાસો થશે છતાં સફળતા ન મળે તો ઉમેદવાર બદલવાનું ફાઇનલ
  • નિર્વિવાદ અને સર્વસ્વીકૃત ઉદ્યોગપતિને ચૂંટણી લડવા મનાવાશે, તે ના પાડે તો અન્ય નેતાઓ અંગે વિચારણા
  • દિલ્હીમાં મોવડી મંડળે પણ રૂપાલા સાથે તમામ વિકલ્પોની ચર્ચા કરી નિર્દેશ આપી દીધાની ચર્ચા

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમભાઇ રૂપાલા સામેના ક્ષત્રીય સમાજના વિરોધ અંગે કોઇ સમાધાનનો રસ્તો નહીં નિકળતા ભાજપની નેતાગીરી મુંઝવણમાં મુકાઇ ગઇ છે અને હવે શુ? તેવા પ્રશ્ન સર્વત્ર પુછાઇ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં કોઇ સમાધાન થાય નહીં અને વિવાદ ઉગ્ર બને તો ઉમેદવાર બદલવાની સ્થિતિ સર્જાઇ શકે છે ત્યારે ભાજપ હાઇકમાન્ડે પણ નવા ચહેરાની શોધ શરૂ કરી દીધાનું અને રાજકોટનાં જ એક ઉદ્યોગપતિ ઉપર હાઇકમાન્ડની નજર ઠરી હોવાનું ટોચના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

ગઇકાલે મુખ્યમંત્રી સાથે ક્ષત્રીય સમાજના આગેવાનોની યોજાયેલ બેઠકમાં સમાધાન નહીં થતા અને ક્ષત્રીય સમાજ રાજકોટના ઉમેદવાર પરષોતમભાઇ રૂપાલાને બદલવાની માંગણી સાથે અડગ રહેતા ભાજપના હાઇકમાન્ડે પણ પ્લાન-બી બનાવવાનું શરૂ કરી દીધું છે અને જરૂર પડે તો રૂપાલાના વિકલ્પે એવું નામ નકકી કરવામાં આવે કે તમામ સમાજ તેને સહર્ષ સ્વીકારી લ્યે.આ માટે ભાજપ હાઇકમાન્ડે એક ટોચના ઉદ્યોગપતિને તૈયાર રહેવા કહેણ મોકલ્યાની ચર્ચા છે. જો કે, અગાઉ પણ આ ઉદ્યોગપતિએ રાજકારણથી દુર જ રહેવાની અવાર નવાર જાહેરાતો કરી છે પરંતુ હાલ સર્જાયેલા ‘રાજસંકટ’માંથી બહાર નીકળવા ભાજપ હાઇકમાન્ડની આ ઉદ્યોગપતિ ઉપર નજર ઠરી હોવાનું કહેવાય છે.

સુત્રોના કહેવા મુજબ આ ઉદ્યોગપતિને તૈયારી માટે કહેણ મોકલી દેવાયું છે અને વિચારીને નિર્ણય લેવા માટે સમય પણ અપાયો છે સાથો સાથ જવાબ ‘હા’માં આપવા પણ વિનંતી કરાઇ છે.
ભાજપના સુત્રો કહે છે કે, હજુ લોકસભાનું જાહેરનામું બહાર પાડવાની વાર છે તા.12 એપ્રિલે જાહેરનામું બહાર પડે તે પૂર્વે ક્ષત્રીય સમાજના વિવાદમાં ડેમેજ ક્ધટ્રોલ માટે શકય તમામ પ્રયતાસો કરી લેવામાન આવશે અને તેમાં સફળતા ન મળે તો રૂપાલાનો ભોગ લઇ તેના સ્થાને સર્વમાન્ય ઉદ્યોગપતિને રાજકોટથી લડાવવા પાટીરએ મન બનાવી લીધું છે. જો કે હજુ જો અને તોની સ્થિતિ છે. આ ઉદ્યોગપતિ ચૂંટણી લડવા તૈયાર ન થાય તો કોને ટિકીટ આપવી? તે ઉદ્યોગપતિનો જવાબ આવ્યા બાદ નકકી કરવામાં આવનાર છે.

આ સમગ્ર ઘટનાક્રમ અંગે ગઇકાલે કેબીનેટની બેઠકમાં હાજરી આપવા દિલ્હી ગયેલા ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા સાથે પણ ભાજપ હાઇકમાન્ડે વિસ્તૃત ચચા કરી હોવાનું કહેવાય છે અને વિવાદમાં કયાંકને કયાંક અતિરેક હોવાનું પણ હાઇકમાન્ડે સ્વિકાર્યુ છે. આમ છતા ડેમેજ ક્ધટ્રોલ ન થાય તો ઉમેદવારી છોડવા માટે તૈયાર રહેવા રૂપાલાને જણાવી દેવાયાની પણ ચર્ચા છે.
ભાજપ પાસે હજુ ડેમેજ ક્ધટ્રોલ અને કાઉન્ટર એટેક માટે અઠવાડીયા જેવો સમય છે અને ત્યાં સુધીમાં થાય તે તમામ પ્રયાસો કરી લેવામાં આવશે તેવું જણાવાય છે. ઉમેદવા બદલવાનો વિકલ્પ સૌથી છેલ્લો રખાયો છે.

રૂપાલા નહીં તો કોણ?
ક્ષત્રીય સમાજના રાજહઠના કારણે રાજકોટના ભાજપના ઉમેદવાર પરષોતમભાઇ રૂપાલાને બદલવા પડે તો તેના સ્થાને કોણ? તેવો પ્રશ્ન સર્વત્ર ચર્ચાઇ રહ્યો છે. વિકલ્પે રાજકોટના જ ટોચના ઉદ્યોગપતિનું નામ પ્રથમ મનાય છે. બીજા નામોમાં મોહનભાઇ કુંડારીયા, ડો.ભરત બોઘરા, બ્રિજેશ મેરજા, જગદીશભાઇ કોટડીયા સહીતના દાવેદાર મનાય છે. આ સિવાય ભાજપ કોઇ સરપ્રાઇઝ પણ આપી શકે છે. જો કે હવે સરપ્રાઇઝ માટે ખાસ સમય રહ્યો નથી અને હાલમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામેની છુપી નારાજગી પણ કાર્યકરોમાં જોવા મળે છે તેથી ભાજપ હાઇકમાન્ડ મોટુ રીસ્ક લેવાથી દુર પણ રહે તેવું મનાય છે. સમીકરણો ચકાસવાથી માંડી મનોમંથન માટે આ અઠવાડીયુ મહત્વનું મનાય છે. તા.12 એપ્રિલે ફોર્મ ભરવાનું શરૂ થાય તે પહેલા કોઇ નિર્ણય થવાની ધારણા છે.

ધાનાણીએ મોકો જોઈને તાણી તલવાર, રૂપાલા સામે રાજકોટમાં લડવા તૈયાર
ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પરશોત્તમ રૂૂપાલાની ટિકિટ રદ ન થાય અને રૂૂપાલા જ લડે તો કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી રાજકોટ માંથી ચૂંટણી લડી શકે છે. ક્ષત્રિય સમાજ હવે કોઇ પણ સંજોગમાં પરશોત્તમ રૂૂપાલાની ટિકિટ રદ કરવાથી ઓછુ કોઈ સમાધાન સ્વીકારવા તૈયાર નથી ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, આ બેઠક પરથી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડી શકે છે. સૂત્રોની માનીએ તો ક્ષત્રિય સમાજ માટે પરેશ ધાનાણી મેદાને ઉતરવા તૈયાર છે. જો રૂૂપાલા જ રાજકોટથી ચૂંટણી લડે તો પરેશ ધાનાણી પણ લડી શકે છે આવી ચર્ચાએ જોર પકડ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી પરેશ ધાનાણી ટ્વીટ કરીને ભાજપ પર કટાક્ષ કરી રહ્યા છે. કાલે પણ તેમણે પરશોત્તમ રૂૂપાલાનું નામ લીધા વગર જ કટાક્ષ કરતી વધુ એક કવિતા સોશિયલ મીડિયા ડ પર પોસ્ટ કરી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, અહંકાર, હમેંશા હારે છે. રોટી, બેટી, રાજ અને ધર્મના રક્ષકોને કાયમી કોખમાં ઉછેરનારી દેશની દરેક માતૃ શક્તિને વંદન.., દેશની દિકરીઓના દામનને દાગ લગાડનારા વિરુદ્ધ જૌહર ની જરૂૂર નહી પડે.., જવતલીયા હજુ તો જીવે છે..! સ્વાભિમાન યુધ્ધની શરુઆત.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

પોલીસ ભરતીના ઉમેદવારો માટે મહત્વના સમાચાર: બોર્ડનો કાર્યક્રમ જાહેર, જુઓ ક્યારે આવશે પરીક્ષા

Published

on

By

 

ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSI અને LRDની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં શારિરીક કસોટીથી લઈને લેખિત પરીક્ષાના પરિણામ સુધીનું અંદાજિત સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા માહિતી આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં 267000 અરજી કન્ફર્મ થઈ છે. પોલીસ દળમાં સબ ઈન્સ્પેક્ટર કેડર સહિતની 12,472 જગ્યાઓ માટે ફૉર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે જેની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે. ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકશે.

જે મુજબ 30 એપ્રિલ સુધી PSI અને લોકરક્ષક માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ 7 મે સુધી ફી ભરવા માટે છેલ્લી તારીખ જાહેર કરી છે. તો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત પાછળથી પૂર્ણ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ઉમેદવારો અરજી કરી શકશે.આ ભરતીની નવેમ્બર કે ડિસેમ્બર 2024માં શારીરિક કસોટી લેવાશે જ્યારે જાન્યુઆરી 2025માં શારીરિક કસોટીનું પરિણામ આવશે. બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે. તો લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં યોજાશે. પરિણામની વાત કરીએ તો PSIની પરીક્ષાનું ઓગષ્ટ અને લોકરક્ષકની પરીક્ષાનું પરિણામ એપ્રિલ 2025માં જાહેર થશે

ભરતી માટે PSI કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. PSI માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે. જ્યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે MCQની ટેસ્ટ પણ લેવામાં આવશે. ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પણ જાહેર કરાયો છે, જેના પર રિવાર સિવાય સવારે 10.30થી 6 સુધી પૂછપરછ કરી શકાશે.છૂટ છાટમાં વય મર્યાદા પાછળથી પૂર્ણ કરનાર ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરી અરજી કરી શકશે જે બાબતે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું ટ્વીટ પણ કર્યું છે.

Continue Reading

અમરેલી

કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ અને અમરેલી સહિતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Published

on

By

 

ગુજરાતના ઘણા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને લઇને રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે આ આગાહીને લઈને આજે અમરેલી અને કચ્છ જિલ્લામાં પવન સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ પડ્યો. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ખેડૂતોને કેરીના પાકમાં નુકસાસની ભીતિ જોવા મળી રહી છે.

આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી અમરેલી અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં અમરેલી, ધારી અને ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી, ગઢીયા અને ચાવંડ સહિતના આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બીજી તરફ કચ્છના ભુજ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. રાપર, અંજાર તાલુકામાં પણ કમોસમી વરદા ખાબક્યો હતો. લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે ભારે વરસાદ પડતાં કચ્છના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદની શક્યતા છે, જેમાં આજે 13 એપ્રિલના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને કચ્છમાં છુટાછવાયા વરસાદની શક્યતાઓ છે. જ્યારે આવતીકાલે 14 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. 48 કલાક બાદ રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો ઉચકાતા ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ બાદ રાજ્યભરનું મહત્તમ તાપમાન રાઈઝિંગ ટેન્ડેન્સીમાં રહેતા બેથી ચાર ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે.

Continue Reading

ગુજરાત

ઉનાળો આકરા પાણીએ: ખંભાળિયા સહિત જિલ્લામાં ગરમીની વ્યાપક અસર

Published

on

By

 

 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ગરમીના ખરા દિવસો હવે આવી રહ્યા હોય તેમ ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને બપોરના સમયે ખૂબ જ ઓછી અવર-જવર જોવા મળે છે. કાળઝાળ ગરમીના પગલે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળે છે. જેથી આવા સમયે બજારો પણ સૂમસામ ભાસે છે.તીવ્ર ગરમીમાં પશુ-પક્ષીઓ પણ કફોડી હાલતમાં મુકાઈ રહ્યા છે.

Continue Reading

Trending