રાષ્ટ્રીય
RBIનો મોટો નિર્ણય, હવે UPIથી 1 લાખ નહીં આટલા લાખનું કરી શકશો ટ્રાન્ઝેક્શન
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ UPI દ્વારા કર ચૂકવણીની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે. મંગળવારથી શરૂ થયેલી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપતા RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે UPI ચુકવણીની સૌથી પસંદગીની પદ્ધતિ બની ગઈ છે. હાલમાં, UPI માટે કર ચૂકવણીની મર્યાદા 1 લાખ રૂપિયા છે, જેને વધારીને 5 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વૈવિધ્યસભર ઉપયોગોના આધારે, રિઝર્વ બેંકે સમયાંતરે સમીક્ષા કરી છે અને મૂડી બજાર, IPO સબ્સ્ક્રિપ્શન, દેવું વસૂલાત, વીમો, તબીબી અને શૈક્ષણિક સેવાઓ જેવી ચોક્કસ શ્રેણીઓ માટે UPI ચુકવણી મર્યાદામાં વધારો કર્યો છે. તેમણે કહ્યું, “કારણ કે પ્રત્યક્ષ અને પરોક્ષ કર ચૂકવણી સામાન્ય, નિયમિત અને ઉચ્ચ મૂલ્યની હોય છે. તેથી, UPI દ્વારા કર ચૂકવણીની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે જરૂરી સૂચનાઓ અલગથી જારી કરવામાં આવશે.
UPI યુઝર બેઝ 42.4 કરોડ
RBI અનુસાર, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) યુઝર બેઝ 42.4 કરોડ સુધી પહોંચી ગયો છે. જો કે, હજુ પણ યુઝર બેઝમાં વધુ વિસ્તરણની શક્યતા છે. UPIમાં ‘ડેલિગેટેડ પેમેન્ટ્સ’ શરૂ કરવાનો પ્રસ્તાવ પણ છે. દાસે કહ્યું કે ‘ડેલિગેટેડ પેમેન્ટ્સ’ એક વ્યક્તિ (પ્રાથમિક વપરાશકર્તા)ને પ્રાથમિક વપરાશકર્તાના બેંક એકાઉન્ટ પર અન્ય વ્યક્તિ (સેકન્ડરી યુઝર) માટે UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા સેટ કરવાની મંજૂરી આપશે. તેનાથી સમગ્ર દેશમાં ડિજિટલ પેમેન્ટની પહોંચ અને ઉપયોગ વધવાની અપેક્ષા છે. આ અંગેની વિગતવાર સૂચનાઓ પણ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.
આરબીઆઈએ અનધિકૃત કંપનીઓને તપાસવા માટે ડિજિટલ લોન આપતી એપ્સનો ડેટા જાહેરમાં તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. દાસે જણાવ્યું હતું કે ગ્રાહક હિતોના રક્ષણ, ડેટા ગોપનીયતા, વ્યાજ દરો અને પુનઃપ્રાપ્તિ પ્રક્રિયાઓ, ખોટી વેચાણ વગેરે અંગેની ચિંતાઓને દૂર કરવા માટે માર્ગદર્શિકા 2 સપ્ટેમ્બર, 2022ના રોજ જારી કરવામાં આવી હતી. જો કે, મીડિયા અહેવાલોએ ડિજિટલ લોન ઓફર કરતી અનૈતિક કંપનીઓની હાજરીને પ્રકાશિત કરી છે જે RBI (RE) સાથે સંકળાયેલ હોવાનો ખોટો દાવો કરે છે.
રાષ્ટ્રીય
VIDEO: શિમલામાં સંજૌલી મસ્જિદ મુદ્દે હિંદુ સંગઠનોનો વિરોધ, બેરિકેડ્સ તોડ્યાં, પોલીસનો લાઠીચાર્જ
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં આવેલી સંજૌલી મસ્જિદને લઈને વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. શિમલાના સંજૌલી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન માટે મોટી સંખ્યામાં એકત્ર થયેલા હિન્દુ સંગઠનોના ટોળાએ પોલીસ દ્વારા ગોઠવાયેલા બેરીકેટ્સ તોડી નાખ્યા હતા. પ્રદર્શનકારીઓ મસ્જિદ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે પ્રદર્શનકારીઓ પણ પાણીનો મારો કર્યો છે. પ્રદર્શનકારીઓ કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
મોટી સંખ્યામાં તૈનાત પોલીસ દળો પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કરી રહી છે. બેરિકેડ તોડીને આગળ વધી રહેલા ટોળા પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો છે. હિન્દુ સંગઠનો માંગ કરી રહ્યા છે કે મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવે. ગઈકાલે માલ્યાણામાં બે સમુદાયો વચ્ચે થયેલી લડાઈ બાદ આ મામલો ફાટી નીકળ્યો હતો
આ કેસમાં છેલ્લી સુનાવણી બાદ 5 ઓક્ટોબરની તારીખ આપવામાં આવી છે. સંજૌલીમાં શાંતિ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બુધવારે સવારે 7 વાગ્યાથી સમગ્ર વિસ્તારમાં કલમ 163 લાગુ કરવામાં આવી હતી, ત્યારબાદ પાંચ કે તેથી વધુ લોકોના એકસાથે ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ 5.8 તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ધરતી ધ્રૂજી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 હતી. કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.
મળતી માહિતી મુજબ, ઈસ્લામાબાદ અને લાહોર સહિત પાકિસ્તાનના ઘણા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની અસર લાહોર, મુલતાન, ફૈસલાબાદ, મિયાંવાલી અને ભાકર જેવા શહેરો પર પણ જોવા મળી હતી. લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેઓ ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા.
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ (GFZ)એ જણાવ્યું કે પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપ 10 કિલોમીટર (6.21 માઇલ) ની ઊંડાઈએ હતો. આ પહેલા 29 ઓગસ્ટે ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જૂન મહિનામાં પણ પાકિસ્તાનના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં ધરતી ધ્રૂજી ગઈ. અગાઉ જૂનની શરૂઆતમાં કરાચીમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
મનોરંજન
મલાઈકા અરોરાના પિતાએ છત પરથી કૂદીને કરી આત્મહત્યા, પરિવારજનો શોકમાં ગરકાવ
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેત્રીના પિતા અનિલ અરોરાનું અવસાન થયું છે. મલાઈકા અરોરાના પિતા વિશે સમાચાર આવી રહ્યા છે કે તેણે બાંદ્રા સ્થિત પોતાના ઘરના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. આ સમગ્ર ઘટના આજે સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું માનવામાં આવે છે. અભિનેત્રી પુણેમાં હતી, આ ચોંકાવનારા સમાચાર મળતાં જ તે હોસ્પિટલ જવા રવાના થઈ ગઈ હતી. અભિનેત્રીના પિતાના મૃતદેહને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.
અરબાઝ ખાનને આ સમાચાર મળતા જ તે પરિવાર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મલાઈકાના પિતાનું ઘર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટથી માત્ર 5 મિનિટના અંતરે છે. આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અરબાઝ ખાનની સાથે વરિષ્ઠ નિરીક્ષક મરાઠે અને ડીસીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, હજુ સુધી કોઈ સુસાઈડ નોટ સામે આવી નથી. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અનિલ અરોરા ગયા વર્ષે બીમાર પડ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એવું પણ માનવામાં આવે છે કે અનિલ અરોરા છેલ્લા કેટલાક સમયથી સતત બીમાર હતા. અનિલ અરોરાની આત્મહત્યાના સમાચાર મળતા જ સ્ટાર્સ તેના ઘરે પહોંચી ગયા છે. મલાઈકા અને તેના પરિવાર માટે આ સમય ઘણો મુશ્કેલ છે. આ મુશ્કેલ સમયમાં અભિનેત્રીનો પૂર્વ પતિ અરબાઝ ખાન તેની સાથે ઉભો જોવા મળે છે. અરબાઝએ સ્થળ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિઓમાંથી એક છે. તે પોલીસ સાથે પણ સતત વાત કરી રહ્યો છે. મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા પંજાબી હિન્દુ પરિવારમાંથી હતા. અનિલ અરોરાનો પરિવાર સરહદ પર આવેલા ફાઝિલ્કા જિલ્લાનો રહેવાસી હતો. અનિલ ઈન્ડિયન મર્ચન્ટ નેવીમાં કામ કરી ચુક્યા છે.
-
ગુજરાત2 days ago
ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો
-
કચ્છ2 days ago
કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ ન મળત: રાહુલ
-
કચ્છ2 days ago
ભચાઉના વિજપાસર નજીક દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 25.60 લાખનો દારૂ જપ્ત
-
ગુજરાત22 hours ago
કપરાડામાં રાજકોટની ગ્રામસેવક યુવતીનું ટ્રક અડફેટે કરુણ મૃત્યુ
-
ગુજરાત22 hours ago
ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ
-
Sports2 days ago
વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી
-
રાષ્ટ્રીય1 day ago
દિલ્હીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન? ભાજપ ધારાસભ્યોની માંગ પર રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય