Connect with us

કચ્છ

ભૂજ સુપર ફાસ્ટ તા.3, હમસફર તા.4 અને કચ્છ એક્સ. તા.5 નવે.રદ

Published

on

પશ્ચિમ રેલવે મુંબઇમાં બાન્દ્રા ગોરેગાંવ વચ્ચે નવી લાઇન નાંખવાની કામગીરી 26 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી કરશે. જેથી મેલ એક્સપ્રેસ સહિતની ટ્રેનો રદ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, નવી લાઇનનું નોન-ઇન્ટરલોકિંગ કામ પૂર્ણ થયા પછી સુવિધા વધશે અને ટ્રેનોનું સંચાલન સરળ બનશે. સુરત-બાન્દ્રા ઇન્ટરસિટી સહિત 23 ટ્રેનો અલગ-અલગ દિવસે રદ કરાશે. રેલવેએ જણાવ્યું કે 26 ઓક્ટોબરથી 5 નવેમ્બરથી ટ્રેનો રદ કરી છે. પેસેન્જરને રિફંડ અપાશે. કોઈ પણ પેસેન્જરે પીઆરએસ કાઉન્ટરથી ટિકિટ લીધી હશે તો તેમને પણ રિફંડ આપવામાં આવશે.
રેલવે દ્વારા સુરત-બાંદ્રા 27 અને 31 ઓક્ટોબર, 4 નવેમ્બર, બાંદ્રા-જબલપુર 28 ઓક્ટોબર અને 4 નવેમ્બરે, બાંદ્રા-સુરત 28 ઓક્ટોબર, 1 અને 5 નવેમ્બરે, મુંબઈ-ભુસાવલ 31મીએ, ખાનદેશ એક્સપ્રેસ 29મીએ, યુવા એક્સપ્રેસ 3 નવેમ્બરે, બાંદ્રા-બાડમેર 3 નવેમ્બરે, ભુજ એસી સુપરફાસ્ટ 3 નવેમ્બરે, બાંદ્રા-ભગત કોઠી 3 નવેમ્બરે, અવધ એક્સપ્રેસ 4 નવેમ્બરે, જામનગર હમસફર 4 નવેમ્બરે, બાંદ્રા-વૈષ્ણો દેવી 5-6 નવેમ્બરે, બાંદ્રા ગરીબ રથ 5 નવેમ્બરે, સહરસા હમસફર 5 નવેમ્બરે, બાંદ્રા સંપર્ક ક્રાંતિ 5 નવેમ્બરે, કચ્છ એક્સપ્રેસ 5 નવેમ્બરે અને લોકશક્તિ 5 નવેમ્બરે રદ રહેશે.

કચ્છ

અદાણી પોર્ટસ ભારતનું પ્રથમ 3 લાખ કન્ટેનર હેન્ડલ કરનાર ટર્મિનલ બન્યું

Published

on

અદાણી ઈન્ટરનેશનલ ક્ધટેનર ટર્મિનલ પ્રાઈવેટ લિમિટેડ (AICTPL), મુન્દ્રામાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન ખાતે સંયુક્ત સાહસ ટર્મિનલ, નવેમ્બર મહિનામાં 3,00,000+ ક્ધટેનરને સફળતાપૂર્વક હેન્ડલ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરે છે. આ નોંધપાત્ર સિદ્ધિ એ APSEZ માટે માત્ર એક નોંધપાત્ર સિદ્ધિ નથી પરંતુ ભારતીય દરિયાઈ ઈતિહાસના ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટના પણ છે.
AICTPL એ નવેમ્બર 2023 માં 97 જહાજોમાં 3,00,431 TEUs હેન્ડલ કરીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો, માર્ચ 2021 માં દરરોજ આશરે 10,000 TEUs હેન્ડલ કરીને તેનો પોતાનો 2,98,634 TEUs નો રેકોર્ડ તોડ્યો.
લગભગ 379,000 TEUs (23% થી વધુ YoY) અને GPWIS (સામાન્ય હેતુ વેગન ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ) 12.3 MMT (44% થી વધુ) ના રેલ વોલ્યુમ્સ સાથે લોજિસ્ટિક્સ વોલ્યુમ્સ વર્ષ-ટુ-ડેટ (YTD) રેલ વોલ્યુમ્સ સાથે રેકોર્ડ વૃદ્ધિનું સાક્ષી બની રહ્યું છે. નવેમ્બર 2023માં સૌથી વધુ માસિક GPWIS વોલ્યુમ 1.72 ખખઝ નોંધાયું હતું. વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંના એક તરીકે ભારતના ઉદભવ વચ્ચે, APSEZ દ્વારા ભજવવામાં આવતી મુખ્ય ભૂમિકાઅગત્યની છે. વધતી જતી કાર્ગો વોલ્યુમને હેન્ડલ કરવાની તેની ક્ષમતા વેપારને સરળ બનાવવા અને દેશના અર્થતંત્રમાં યોગદાન આપવામાં તેની નિર્ણાયક સ્થિતિને દર્શાવે છે.

Continue Reading

કચ્છ

લખતરના ઇંગરોડી ગામે ગુજસીટોકના આરોપીનું પોલીસ ઉપર ફાયરિંગ-ઝપાઝપી

Published

on

લખતર તાલુકાના ઇંગરોડી ગામે એલસીબી પોલીસ દ્વારા બાતમીના આધારે ગુજસીટોકના ગુનામાં પેરોલ જંપ કરેલ 2 આરોપીને પકડવા ગઈ હતી. તે સમયે પોલીસ અને આરોપીઓ વચ્ચે ઝપાઝપી થઈ હોવાની માહિતી સામે આવી છે. જેમાં પીએસઆઇ ઇજાગ્રસ્ત થયા હોવાથી તેઓને દવાખાને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જો કે, ઇજાગ્રસ્ત થયા બાદ પણ આરોપીઓને પકડી લીધા હતા. આ દરમિયાન આરોપી તરફથી પોલીસ પર ફાયરિંગ થયું હતું.
લખતર તાલુકાના ઇંગરોડી ગામે ગુજસીટોકના ગુનામાં પેરોલ જંપ કરેલ ફિરોજઅલી મલેક તથા સરીફ અલારખા ડફેર હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ, બજાણા પી.એસ.આઇ. આર.એચ.ઝાલા તથા ટીમ ઇંગરોડી પહોંચી હતી.
આ દરમિયાન પોલીસની ટીમ ઉપર હુમલાનો બનાવ પણ સામે આવ્યો હતો. જેમાં પીએસઆઇ આર.એચ. ઝાલાને ઇજા પહોંચતા લખતર સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં સુરેન્દ્રનગર દવાખાને પણ લઈ જવામાં આવ્યા હતા. તેમ છતાં પોલીસે હુમલો થયો હોવા છતાં બંને આરોપીને દબોચી લીધા હતા. આ દરમિયાન આરોપી તરફથી ફાયરિંગ થયું હતું. બનાવની ગંભીરતાને લઇને જિલ્લા પોલીસ વડા ડો.ગિરીશ પંડ્યા, નાયબ જિલ્લા પોલીસ વડા એચ.પી.દોશી, એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળ્યા હોય તેમ ગુનેગારો અને પોલીસ વચ્ચે અવાર નવાર ઘર્ષણ થાય છે. ખંડણી, હત્યા, લુંટ જેવા ગંભીર અપરાધો સતત વધી રહ્યા છે.

Continue Reading

કચ્છ

મુંદ્રા સોપારી તોડકાંડના ફરાર 4 પોલીસકર્મીને હાજર થવા આદેશ

Published

on

ગુજરાત ભરના પોલીસ બેડામા ભારે ચકચાર સર્જવા સાથે પોલીસ બેડા માટે સર્મસાર એવા કેસમાં એક તરફ તોડકાંડની ફરીયાદ કરનાર સહિતના લોકો સામે પોલીસે ગાડીયો કસ્યો છે. પરંતુ બીજી તરફ સોપારી તોડકાંડમાં સામેલ પોલીસ કર્મચારી સહિત પુર્વ રેન્જ આઇ.જીના ભાણેજ સહિતના લોકો હજુ પણ પોલીસ પકડથી દુર છે. ત્યારે ભુજની નામદાર સ્પેશિયલ અઈઇ સેશન્સ જજની કોર્ટે આરોપીઓ ને ફરારી જાહેર કરી જાહેર નામુ બહાર પાડ્યુ છે. જેમાં કોર્ટ સમક્ષ 30 દીવસમાં હાજર થવા આદેશ કરાયો છે.જો કે આરોપી કોર્ટ સમક્ષ હાજર નહિ થાય તો આગળ મિલ્કત જપ્તી સહિતના પગલા તપાસ ટીમ દ્રારા લઇ શકાશે.અત્યાર સુધીની તપાસની વાત કરીએ તો મુંદ્રા સોપારી કાંડ લાંચ પ્રકરણ માં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે જે બંને આ કેસના અન્ય આરોપીઓ કે જે પોલીસ કર્મી છે તેને લાંચની રકમ પહોચાડવામાં વચેટિયા ની ભૂમિકા માં હતા જેમાં (1) પંકીલ સુનીલ મોહતા અને ક્રિપાલ સિંહ ત્રિલોક્સિંહ વાધેલા ની ધરપકડ કરી છે.જે હાલ જેલમાં છે. આ બને આરોપીઓએ જેલમાંથી છૂટવા જામીન અરજીઓ કરેલ પરંતુ જિલ્લા મુખ્ય સરકારી(ડીજીપી)વકીલ ગોસ્વામી સાહેબે કોર્ટમાં ધારદાર રજુઆત કરતાં નામદાર સ્પેશિયલ અઈઇ સેશન્સ જજ સાહેબ,ભુજ ની કોર્ટે આ બને આરોપીઓની જામીન અરજી નામંજૂર કર્યા હતા સાથે આ કેસમાં નાસ્તા ફરતાં આરોપી સસ્પેન્ડ પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહે પણ આગોતરા જામીન અરજી કરેલ જેમાં પણ જિલ્લા મુખ્ય સરકારી(ડીજીપી)વકીલ ગોસ્વામીએ ધારદાર રજુઆત કરતા સેશન્સ કોર્ટે રાજેન્દ્રસિંહની આગોતરા જામીન માટેની અરજી પણ નામંજુર કરેલ હતી આ કેશ માં પોલીસ નાસ્તા ફરતાં સસ્પેન્ડ પોલીસવાળા આરોપીઓને પકડવા સીઆરપીસી 70, મુજબ વોરંટ મળ્યુ હતુ પરંતુ વોરંટોની બજવણી આરોપીઓ ન થવા દેતા તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટમાં રીપોર્ટ રજુ કર્યો હતો જે રિપોર્ટને ઘ્યાને લઈ નામદાર સ્પેશિયલ એસીબી સેશન્સ જજની કોર્ટે આરોપીઓને ફરારી જાહેર કરી જાહેર નામુ બહાર પાડી કોર્ટ સમક્ષ 30 દીવસમાં હાજર થવા આદેશ કરતું જાહેરનામુ બહાર પાડ્યું છે હવે આરોપીઓ (1) કિરીટસિંહ બળદેવસિંહ ઝાલા સસ્પેન્ડ પોલીસ એએસઆઇ (2) રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા સસ્પેન્ડ પોલીસ એએસઆઇ (3) રણવીરસિંહ જગદીશસિંહ ઝાલા સસ્પેન્ડ પોલીસ એએસઆઇ (4) ભરત અસારિયા ગઢવી સસ્પેન્ડ પોલીસ એચસી (5) શૈલેન્દ્રસિંહ જ્યોતિભાઈ ભાણુભા માધુભા સોઢા (વચેટીઓ) નો સમાવેશ થાય છે. હવે આરોપી જો 30 દિવસમાં કોર્ટ સમક્ષ હાજર નહી થાય તો મિલ્કત જપ્તી ના પગલાં લવાશે તેવુ તપાસ કર્તા અધિકારીએ જણાવ્યુ છે. આમ ફરાર પોલીસ કર્મી પર હવે કાયદાનો ગાળીયો વધુ કસાયો છે.

Continue Reading

Trending