રાજકોટ
પાટણના સંડેરમાં ખોડલધામ સંકુલનું કાલે ભૂમિપૂજન

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે ખોડલધામ મંદિર પરિસરના નિર્માણ બાદ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ ઝોનમાં ખોડલધામ સંકુલનું નિર્માણ કરવાનો સંકલ્પ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સંડેર ગામે અંદાજે રૂૂપિયા 100 કરોડના ખર્ચે ખોડલધામ સંકુલનું નિર્માણ કરવામાં આવનાર છે. આ ખોડલધામ સંકુલ સંડેરનો ભૂમિપૂજન સમારોહ આવતીકાલે રવિવારે આઠમા નોરતાના પાવન દિવસે યોજાશે. જેમાં નરેશભાઈ પટેલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રીમતિ આનંદીબેન પટેલ સહિતના રાજકીય, સામાજિક આગેવાનો, જાણીતા ઉદ્યોગપતિઓ, અને લેઉવા પાટીદાર સમાજના લોકોની ઉપસ્થિતિ રહેવાની છે.
આગામી તારીખ 22 ઓક્ટોબરને રવિવારના રોજ સવારે 7 થી 9 વાગ્યા દરમિયાન ભક્તિસભર લોકડાયરો યોજાશે. ત્યારબાદ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિતના રાજકીય-સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં ખોડલધામ સંકુલ સંડેરનું ભૂમિપૂજન કરવામાં આવશે.
સંડેર મુકામે નવનિર્માણ પામનાર ખોડલધામ સંકુલમાં મંદિર ઉપરાંત શૈક્ષણિક, આરોગ્ય, કૃષિલક્ષી ભવનો ઉભા કરવામાં આવશે. જેનો લાભ સર્વે સમાજના જરૂૂરિયાતમંદ લોકોને પહોંચાડવાની ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની નેમ છે.
ભૂમિપૂજન સમારોહને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો 22 ઓક્ટોબરે સંડેર મુકામે ઉમટી પડશે. જેથી માતાજીના રથ અને ગરબીઓ સાથે બાલીસણાથી સંડેર સુધી વાજતે-ગાજતે પદયાત્રા કરીને લોકો સમારોહ સ્થળ ખાતે પહોંચશે.
યારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા મોટી સંખ્યામાં લોકોને આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને એકતાની શક્તિ અને ભક્તિના સમન્વય સાથે આ સેવાના મહાયજ્ઞમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર આયોજનમાં 2 હજાર જેટલા સ્વયંસેવકો ખડેપગે રહીને સમગ્ર વ્યવસ્થા સંભાળશે.
ક્રાઇમ
રાજકોટમાં વ્યાજખોરોએ હદ વટાવી..ઉઘરાણી ન મળતા 14 વર્ષીય બાળકી પર બે-બે વાર દુષ્કર્મ આચર્યુ

રાજ્યમાં દિવસે એન દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધતો જાય છે. ત્યારે ફરી એકવાર વ્યાજખોરો દ્વારા ત્રાસની ઘટના પ્રકાશમાં આવી છે, રાજકોટમાં પૈસા પડાવવાની સાથે વ્યાજખોરોએ દુષ્કર્મની પણ ઘટનાને અંજામ આપ્યો છે. રાજકોટમાં વ્યાજખોરોએ 14 વર્ષની બાળકી પર એક નહીં પરંતુ બે વખત દુષ્કર્મની આચર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદને ધ્યાનમાં લઈને ક્રાઈમ બ્રાન્ચે પાંચ લોકો સામે ફરિયાદ નોંધી છે, જેમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા પણ આ વ્યાજખોરોએ 17 વર્ષની બાળકીની છેડતી કરી હતી અને પરિવારના સભ્યોનું પણ અપહરણ કર્યું હતું.
મળતી વિગતો મુજબ, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં 14 વર્ષની બાળકી પર વ્યાજખોરોએ બે વખત દુષ્કર્મની આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના કઈક આવી છે કે રાજકોટમાં વ્યાજખોરોએ એક પરિવાર પાસેથી એક લાખ રૂપિયા પડાવ્યા હતાં, આ પરિવારના ચાર સભ્યોનું વ્યાજખોરોએ દ્વારા અપહરણ કરવામાં આવ્યું અને બાદમાં 14 વર્ષની બાળકી પર બે વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો. આ વ્યાજખોરોએ ખોટી રીતે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી અને આ ઘટનામાં પોલીસ ફરિયાદ કરવા છતાં વ્યાજખોરોએ 14 વર્ષની બાળકી પર તેના પરિવારની સામે જ બે વખત દુષ્કર્મની આચર્યું હતું.
આ સમગ્ર ઘટના બાદ પોલીસે આરોપી હકુભા ઘીયા, તેની પત્ની ખાતુબેન, પુત્ર એઝાદ, પુત્રવધૂ સોનીબેન એઝાદ ખીયાણી અને અન્ય એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી હતી. આઈપીસીની કલમ 376(2) અને (3), 363, 365, 504, 506, 323, 114, પોક્સો એક્ટની કલમ-6, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ત્રણની ધરપકડ કરી છે.
ક્રાઇમ
શહેરમાં વધુ એક ક્લબ ઝડપાઈ, વિજય પ્લોટમાં ઘોડીપાસાના પાટલા ઉપર દરોડો

શહેરમાં અગાઉ લીમડાચોક પાસે, અમીન માર્ગ અને કુબલિયા પરામાં પોલીેસે જુગારની રેઈડ પાડી જુગારીઓને પકડી લીધા હતા. ત્યારે પોલીસે વધુ એક રેઈડ કરી છે. જેમાં ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટમાં ચાલી રહેલા જુગાર પર પોલીસે દરોડો પાડી સાત શખ્સોને ઝડપી લીધા હતા તેઓ પાસેથી રૂૂપિયા 23 હજારની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
વધુ વિગતો મુજબ,શહેર ડીસીબી ઝોન-2 સુધીર દેસાઈની એલસીબીની ટીમના પીએસઆઈ આર.એચ.ઝાલા અને ધર્મરાજસિંહ ઝાલા નાઓને ખાનગી રાહે બાતમીના આધારે ગોંડલ રોડ વિજય પ્લોટ શેરી નં.15 ના ખુણેથી જાહેરમાં દરોડો પાડી ધોડીપાસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા મુસ્તાક હુશેનભાઇ સમા(રહે.સાગર રેસીડેન્સી જાલોરી હોલ વાળી ગલી જગાવારા ચોરા જેતપુર),ઇન્દુભાઇ લક્ષ્મણભાઈ મેવાડા(રહે. ગુંદાવાડી શેરી નં.8/12 નો ખુણો ભારત ડેરીની પાછળ રાજકોટ),અજય મનોજભાઈ સોલંકી(રહે. લોહાનગર મ. પરા ગોંડલ રોડ),ભાવેશ વિનોદભાઈ મકવાણા (રહે. લોહાનગર મ પરા રામાપીરના મંદિર પાસે રાજકોટ),હિરેન રસીકભાઇ આડેસરા(રહે. કોઠારીયા રોડ વિવેકાનંદ નગર શેરી નં.14),જાહિદ અબ્દુલભાઈ મીનીવાડીયા (2હે. લેઉવા પટેલ સોસાયટી શેરી નં.2/4 નો ખુણો કોઠારીયા રોડ) અને અશ્વીન મગનભાઇ મકવાણા (રહે. ભુતખાના ચોક વિજય પ્લોટ શેરી નં.25 ગોંડલ રોડ)ને પકડી લીધા હતા. આરોપીઓ પાસેથી રૂૂ.23,160 ની રોકડ જપ્ત કરી હતી.પકડાયેલા તમામની પૂછપરછ કરતા તેઓ બધા મિત્રો સાથે તેઓ ભેગા થયા અને બાદમાં જુગાર રમવાનો પ્લાન બનાવી જુગાર રમવા બેસી ગયા હતા.ઉલ્લેખનીય છે કે,ચારેક દિવસ પૂર્વે રાજકોટના લીમડા ચોક પાસે એવરેસ્ટ બિલ્ડીંગના નવમાં માળે ઘોડીપાસાની કલબ પર એ ડીવીઝન પોલીસે દરોડો પાડી 20 શખ્સોને ઝડપી લીધા હતા.આ જુગારના દરોડામાં ઓફિસની ચાવી આપનાર પારસ ઠેબાને પકડવા તજવીજ ચાલી રહી છે.ત્યારે આ જુગારમાં પોલીસ દ્વારા પહેરો દેવામાં આવતો હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
ગુજરાત
રતનપર ગામે રહેતી સગીરા ઘરેથી ફેર એન્ડ લવલી લેવાનું કહી નીકળ્યા બાદ લાપતા

શહેરીન ભાગોળે મોરબી રોડ પર આવેલા રતનપર ગામે રહેતી 15 વર્ષિય સગીરા ઘરેથી ફેર એન્ડ લવલી લેવા જવાનું કહી નીકળ્યા બાદ ગૂમ થઈ ગઈ હતી. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો નહીં લાગતાં પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે સગીરાના પિતાને ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રતનપર ગામે જાળીયા રોડ પર રહેતી 15 વર્ષિય સગીરાના પિતાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઈકાલે બપોરે તેની પુત્રી ઘરની બાજુમાં આવેલી દુકાને ફેર એન્ડ લવલી લેવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળી હતી. બાદમાં ઘણો સમય થવા છતાં પરત નહીં આવતાં ફરિયાદીએ તેની પુત્રીને ફોન કર્યો હતો ત્યારે તેણે દુકાન વાળાના દિકરાને રમાડું છું તેમ કહેતા ફરિયાદી ઘર પાસે આવેલી દુકાને જોવા જતાં તેની દિકરી ત્યાં હતી નહીં જેથી તેને ફોન કરતાં ફોન સ્વિચ ઓફ આવતો હોય જેથી પુત્રીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો ન લાગતાં કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણ કરી હતી. સગીર ગુમ થવાના કિસ્સામાં અપહરણનો ગુનો નોંધવાની હાઈકોર્ટની જોગવાઈ મુજબ પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી છે.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર