Site icon Gujarat Mirror

614 વર્ષ બાદ નીકળેલી ભદ્રકાળી માતાની નગરયાત્રા

 

આજે 26મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદનો સ્થાપના દિવસ છે. આ સાથે મહાશિવરાત્રિ પર્વ પણ છે. આજે અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળ્યા છે. આજે ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને જયકારા સાથે નગરદેવીની નગરયાત્રા શરૂૂ થઈ છે. ત્યારે પહેલીવાર નીકળેલી ભદ્રકાળી માતાની નગરયાત્રામાં ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા છે.

6.25 કિ.મી. લાંબી નગરયાત્રા ત્રણ દરવાજા, બાબા માણેકનાથની સમાધિ, જગન્નાથ મંદિર, રિવરફ્રન્ટ ઘાટ, લક્ષ્મી મંદિર, વસંત ચોક બહુચર માતાજી મંદિર ખાતે જશે અને પાદુકાની આરતી ઉતારવામાં આવશે હતી.

અમદાવાદના 614માં સ્થાપના દિવસે આજે શિવરાત્રીએ નગરદેવી માતા ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. માતાજીની નગરયાત્રામાં માતાજીનો રથ, પાંચ છોટા હાથી, હાથી, અખાડા, નાસિક ઢોલ ગૃપ, પાંચ સાધુની ધજા, બેન્ડ વાજા, ડીજે ટ્રક, ત્રણ ભજન મંડળી, 15 ગાડી, 100 ટુ વ્હીલરોનો સમાવેશ થયો છે.

નગરયાત્રા દરમિયાન મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યુ કે, આજે આનંદ પરમ આનંદની અનુભૂતિ થઈ રહી છે. માતાજીની નગરયાત્રા હવે દર વર્ષે નીકળે તેવો અમારો સંકલ્પ છે. માતાજી સાથે એક કથા પણ વણાયેલી છે કે, માતાજી આપણું શહેર છોડીને જતા હતા ત્યારે એમણે ચોકીદારને કહ્યુ હતુ કે, ખોલ દરવાજો મારે અહીંથી જતું રહેવું છે અહીંનો જે બાદશાહ છે એ બરાબર કામ નથી કરતો. હું હેરાન થઈ ગઈ છે. એટલે ચોકીદારે કહ્યુ કે, ઉભા રહો મા હું બાદશાહને બોલાવી લાવ છું અને તેણે માતાજી પાસેથી વચન લીધું કે, હું ના આવું ત્યાં સુધી તમે અહીં જ રહેજો.

ચોકીદાર બાદશાહ પાસે જઈને તેને આખી વાત જણાવી કે, મા ભદ્રકાળી – મા લક્ષ્મી શહેર છોડીને જઈ રહ્યા છે. તમે કાંઈ કરો નહીં તો શહેર બરબાદ થઈ જશે. તમે મારું માંથુ કાપી નાંખો હું નહીં જવ ત્યાં સુધી માતાજી ત્યાં જ રહેશે. તો બાદશાહે ચોકીદારનું ગળું કાપી નાંખ્યું અને માતાજી ભદ્રકાળી કિલ્લામાં વિરાજમાન થયા.

Exit mobile version