ગુજરાત
પીઝાના શોખીનો ચેતી જજો…સુરતના La Pinoz Pizzaમાંથી વંદો નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો, જુઓ વિડીયો

પીઝાના શોખીનો માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતના કામરેજ વિસ્તારમાં આવેલ લા પિનોઝ પિઝા રેસ્ટોરન્ટના પીઝામાંથી વંદો નીકળ્યો. લા પિનોઝ પિઝા શોપમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. રોષે ભરાયેલા ગ્રાહકે રેસ્ટોરન્ટનાં કર્મચારીઓનો ઉઘડા લીધા હતા . લીધો હતો. ગ્રાહકે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો છે.
પિત્ઝાના શોખીનો ચેતી જજો…
La Pinozના પિત્ઝામાં વંદો, કસ્ટમરે હોબાળો કરી વીડિયો વાયરલ કર્યો#Surat #Lapinoz #pizza #Hca #Suratnews #Food pic.twitter.com/hmv38PcOBj
— HuchuAhmedabad (@huchuahmedabad) October 16, 2023
થોડા સમય પેહલા જ અમદાવાદમાં જોધપુરનાં પિઝા સેન્ટરના પિઝામાંથી જીવાત નીકળતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગ્રાહક દ્વારા સ્વિગી પર ઓર્ડર કરેલા પિઝા બોક્સમાંથી વંદો નીકળ્યો હતો. આ અગાઉ પણ બોપલ અને એલિસબ્રિજ ખાતે પણ પિઝામાંથી જીવાત નીકળી હતી. તો ગયાં અઠવાડિયે જ એલિસબ્રિજનાં લાપીનોઝનાં પિઝામાંથી જીવાત નીકળી હતી. પીઝામાંથી જીવાત નીકળતાં ગ્રાહક દ્વારા આ અંગે AMC નાં આરોગ્ય વિભાગને જાણ કરી હતી.
આ અંગેની જાણ થતાં AMC ફૂડ વિભાગની ટીમ પણ દોડતી થઈ હતી. અને તાત્કાલિક આ પિઝા સેન્ટર ખાતે પહોંચીને રસોડામાં કરી હતી. ત્યારબાદ પિઝા સેન્ટરને સીલ કરવામાં આવ્યું હતું.
rajkot
પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલા પડધરીનાં કિશોરનો નદીમાંથી મૃતદેહ મળ્યો

પડધરીના મોવૈયા ગામે બાલાજી પાર્ક-રમાં રહેતાં અને 6 દિવસથી લાપત્તા સુજલ ઉર્ફે બોદુ અબ્દુલભાઈ મલેક (ઉ.વ.16)નો આજે સવારે પડધરીની ડોંડી નદીમાંથી કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેણે આપઘાત કર્યાની શકયતા પોલીસે દર્શાવી છે.
પોલીસે જણાવ્યું કે,સુજલ છેલ્લા એકાદ માસથી કારખાને નોકરીએ લાગ્યો હતો.પરંતુ છેલ્લા પાંચ-છ દિવસથી નોકરી પર જવાનું બંધ કર્યું હતું. તેણે પરિવારજનોને કારખાનું બંધ હોવાનું કહ્યું હતું. પરંતુ તેના પિતાને કારખાનું ચાલું હોવા છતાં નોકરીએ નહીં જતો હોવાની માહિતી મળતાં ઠપકો આપ્યો હતો.જેથી ગઈ તા.ર8મીએ સુજલ ઘરેથી જતો રહ્યો હતો.પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી.પરંતુ કયાંયથી પત્તો નહીં મળતા શનિવારે પડધરી પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.પોલીસ અને પરિવારજનો શોધખોળ કરતાં હતા ત્યાં રવિવારે સવારે ડોંડી નદીમાંથી સુજલનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો.ડોંડી નદીના સમ્પ પાસે મૃતદેહ જોઈ સમ્પના કર્મચારીએ અન્યોને જાણ કરતાં તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢયો હતો. પડધરી પોલીસે ત્યાં પહોંચી જરૂૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવીલમાં ખસેડયો હતો.સુજલે પિતાએ ઠપકો આપતા આ પગલું ભરી લીધાની પોલીસે શકયતા દર્શાવી તપાસ જારી રાખી છે.
rajkot
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી ઘેટાં-બકરા ચોરી કતલખાને વેચી નાખવાનું ષડયંત્ર ઝડપાયું

સૌરાષ્ટ્ર કચ્છના મેલડી માતાના મંદિર માનતાના ઘેટા-બકરાની ચોરી કરી કતલખાને વેંચી નાખવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કરી ખેડા પંથકની ગેંગના ત્રણ શખ્સોની ધરપકડ કરી અન્ય ત્રણ શખ્સોની શોધખોમ હાથ ધરી છે. ઈનોવા કારમાં સૌરાષ્ટ્રમાં આવી રાત્રીનાં સમયે મેલડી માંના મંદિરેથી ઘેટા-બકરાની ચોરી કરી આરોપીઓ આણંદમાં કતલખાને વેંચી નાખતાં હોવાનું બહાર આવ્યું છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, અમરેલી એલસીબીને મળેલી ચોક્કસ માહિતીના આધારે નડિયાદના પરસોતમ પુંજાભાઈ તળપદા, ખેડા તાલુકાના માતર ગામના નિજામુદ્દીન મયુદ્દીન શેખ અને નડિયાદના રાજ પુનમભાઈ તળપદાની ધરપકડ કરી તેમની પાસેથી ઈનોવા કાર કબજે કરી છે.
પોલીસની પુછપરછમાં આરોપીઓએ પોતાના અન્ય ત્રણ સાગ્રીતો ખેડા પંથકનાં સંજય બાબુભાઈ તળપદા, કિશોર મનુભાઈ તળપદા અને વિપુલ વીરસંગ ભુરીયાની મદદથી સૌરાષ્ટ્રમાં એક ડઝન જેટલા સ્થળોએ મેલડી માતાના મંદિરેથી માનતાના ઘેટા-બકરાની ચોરી કરી કતલખાને વેંચી નાખ્યાની કબુલાત આપી છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન ખેડા પંથકની ગેંગ ઈનોવા કાર લઈ સૌરાષ્ટ્રમાં આવી મેલડી માતાના મંદિરે માનતા બકરા કારમાં ભરી આણંદના યાસીન ગુલાબ શેખને ઘેટા બકરા વેંચી નાખતાં હતાં અને યાસીન ઘેટા બકરાની કતલ કરી નાખતો હોવાનું બહાર આવ્યું છે. આ તસ્કર ગેંગ ઘેટા બકરા 30 થી 40 હજારમાં વેંચી નાખતા હોવાનું જણાવ્યું છે.
પશુ ચોરી કરતી આ ગેંગ દ્વારા છેલ્લા એક વર્ષમાં બાબરાના મેલડી મંદિર, કાલાવડ તાલુકાના આણંદ પર ગામે, ટંકારાના અમરાપર ગામે, જામકંડોરણાના સાતોદડ અને તાજેતરમાં જ રાજકોટનાં મનહરપરા ગામે મેલડી મંદિરમાં ત્રાટકી માનતાના ઘેટા બકરાની ચોરી કર્યાની કબુલાત આપી છે. જેમાં રાજકોટનાં મનહરપરા ગામે આવેલ મેલડીમાના મંદિરે સાંજે દર્શન કરવા આવ્યા બાદ રાત્રીનાં મંદિરમાં ત્રાટકી માનતાના 7 ઘેટા-બકરા ઈનોવામાં ભરી નાસી ગયા હતાં.
આ કામગીરી અમરેલી એલસીબીના પીઆઈ એ.એમ.પટેલ સહિતના સ્ટાફે કરી અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસે પશુ ચોરી કરતી આ ગેંગ પાસેથી મોબાઈલ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
rajkot
સૌરાષ્ટ્રમાંથી 15 બાઇકની ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો

રાજકોટ શહેર, ભાવનગર, મોરબી, ખંભાળીયા તથા જામનગર જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી બાઇકની તસ્કરી કરનાર મોરબીના શખ્સને રાજકોટ ડીસીપી ઝોન.2ની એલસીબીએ ઝડપી લઈ રૂ.5.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીની પૂછપરછમાં રાજકોટ,જામનગર અને પડધરીના બાઇક ચોરીના ગુન્હાઓ ઉકેલાયા હતા.
વધુ વિગતો મુજબ,એલ.સી.બી. ઝોન-2 ના પીએસઆઈ આર.એચ.ઝાલાના માર્ગદર્શન હેઠળ હરપાલસિંહ જાડેજા,જયપાલસિંહ અને વિરેન્દ્રસિંહ ઝાલાની બાતમીના આધારે ચોરીથી મેળવેલ કુલ 15 બાઇક તથા ત્રણ મોબાઇલ સાથે ધનશ્યામ સવજીભાઇ દુધાત(ઉ.વ.27)(રહે- રફાળીયાનો ઢાળો ઝુંપડપટી મોરબી મુળ રહે- જંગવડ ગામ તા.જસદણ જી.રાજકોટ)ને ઝડપી લીધો હતો.આરોપી ઘનશ્યામ પાસેથી કૂલ રૂ.5.21 લાખના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આરોપી ઘનશ્યામભાઈની પૂછપરછમાં તેણે છેલ્લા દોઢ વર્ષ દરમ્યાન રાજકોટ, જામનગર, પડધરી, ઉમરાળા, ભાવનગર, ગોંડલ, લીંબડી, ખંભાળિયા, મોરબી વગેરે શહેરોમાંથી 15 સ્પ્લેન્ડર બાઈકની ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ ઉપરાંત તેની પાસેથી 3 મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. જે પણ ચોરાઉ હોવાની શંકાના આધારે તેને કબ્જે લેવામાં આવ્યા છે. અગાઉ ઘનશ્યામ ઉપલેટા,ગોંડલ સીટી,સાબરમતી રેલ્વે અને પ્ર.નગરમાં બાઇક ચોરીમાં પકડાઈ ચુક્યો છે. આરોપી જુદા જુદા શહેરોમાં તથા જુદા જુદા વિસ્તારો માં જઇ બને ત્યાં સુધી મોડી રાત્રીનો સમય પસંદ કરી સ્પલેન્ડર મોટર સાઇકલ કે જેમાં હેન્ડલ લોક ના હોય તેવા જ બાઇકને ટાર્ગેટ કરી ચોરી કરતો હતો.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર