Site icon Gujarat Mirror

BCCIની સ્પષ્ટ વાત, દરેક ખેલાડી માટે વિજય હજારે ટ્રોફી રમવી જરૂરી

 

દક્ષિણ આફ્રિકા સામે 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાનારી અંતિમ ટી-20 મેચ અને 11 જાન્યુઆરી 2026થી ન્યૂઝીલેન્ડ સામે શરુ થનારી વનડે સીરીઝ વચ્ચે ત્રણ સપ્તાહનું અંતર છે. આ સમયગાળાનો ઉપયોગ કરતા BCCI એ પોતાના સીનિયર ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટથી જોડાવવા માગે છે.

અજીત અગરકરની આગેવાની હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ખેલાડીઓને આ સૂચનાઓ પહોંચાડી છે. આ નિર્ણય ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં ખરાબ પ્રદર્શન બાદ કરવામાં આવેલી સમીક્ષાનો એક ભાગ છે, જેમાં તમામ ફોર્મેટમાં સ્થાનિક ક્રિકેટને પ્રાથમિકતા આપવાની ભલામણ કરવામાં આવી હતી.

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ તેમની ઉપલબ્ધતા વિશે પહેલાથી જ માહિતી આપી દીધી છે. આ ઉપરાંત શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ જેવા વરિષ્ઠ ખેલાડીઓને પણ પોતપોતાની રાજ્ય ટીમો માટે ઓછામાં ઓછી બે મેચ રમવાનું કહેવામાં આવ્યું છે. ફિટનેસના કારણોસર ફક્ત શ્રેયસ ઐયર જ હાલ માટે આમાંથી બહાર રહી શકશે.

BCCI ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વિજય હજારે ટ્રોફીમાં છ રાઉન્ડ હશે અને ખેલાડીઓ અને રાજ્ય સંગઠનો નક્કી કરી શકે છે કે તેઓ કયા બે રાઉન્ડમાં રમશે. જો કે , એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હજારે ટ્રોફીમાં રમવું હવે વૈકલ્પિક નથી. સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા અયોગ્ય જાહેર કરાયેલા ખેલાડીઓને જ મુક્તિ આપી શકાય છે.જોકે, ODIમાં રોહિત અને કોહલી બેટિંગ યુનિટ તરીકે ટીમના સ્ટાર છે. કોચ ગંભીરે પણ કહ્યું હતું કે તેઓ આ ફોર્મેટમાં પણ તેમનું સારું ફોર્મ ચાલુ રાખવાની અપેક્ષા રાખે છે, જોકે તેમણે 2027 ODI વર્લ્ડ કપ વિશે કોઈ સંકેત આપવાનો ઇનકાર કર્યો હતો.દરમિયાન, જસપ્રીત બુમરાહ ત્રીજી T20I પહેલા અંગત કારણોસર ઘરે પરત ફર્યો છે.

સૂત્રો સૂચવે છે કે પરિવારના ખૂબ જ નજીકના સભ્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો તેની તબિયત સુધરશે, તો બુમરાહ ચોથી કે પાંચમી T20I માટે ટીમમાં ફરી જોડાઈ શકે છે. ICCની સમયમર્યાદાને ધ્યાનમાં રાખતા BCCI ટી20 વર્લ્ડકપ અને ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ માટેની ટીમની જાહેરાત એક જ દિવસે કરશે. શક્યતા છે કે આ જાહેરાત જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં કરવામાં આવી શકે છે.

Exit mobile version