દેશમાં કુલ રૂા.4,50,670 કરોડનું NPA, સરકારી બેંકોએ રૂા.6.5 લાખ કરોડ માફ કર્યા
અનિલ અંબાણી, જિંદાલ અને જયપ્રકાશ જેવા ઉદ્યોગપતિઓ લોનની રકમ ચૂકવવામાં સક્ષમ નથી. જેના કારણે બેંકો પર બોજ સતત વધી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં બેંકોએ 12 લાખ કરોડ રૂૂપિયાની લોન માફ કરી છે. તે જ સમયે, છેલ્લા 5 વર્ષમાં લોન માફીની અડધાથી વધુ રકમ સરકારી બેંકોમાંથી આવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા લોન માફીમાં સૌથી આગળ છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, નાણાકીય વર્ષ 2015 અને નાણાકીય વર્ષ 2024 વચ્ચે, બેંકોએ કુલ 12.3 લાખ કરોડ રૂૂપિયાની લોન માફ કરી છે. સંસદમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી. સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલ ડેટા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં (નાણાકીય વર્ષ 20-24) જાહેર ક્ષેત્રની બેંકો (સરકારી બેંકો) દ્વારા આમાંથી 53% અથવા રૂૂ. 6.5 લાખ કરોડ માફ કરવામાં આવ્યા હતા.
નાણાકીય વર્ષ 2019માં બેંકો દ્વારા લોન માફીનો દર રૂૂ. 2.4 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. જ્યારે નાણાકીય વર્ષ 2024માં તે 1.7 લાખ કરોડ રૂૂપિયાના સૌથી નીચા સ્તરે આવી ગયું હતું. તે સમયે લગભગ રૂૂ. 165 લાખ કરોડની કુલ બેન્ક લોનનો માત્ર એક ટકા જ બાકી હતો. જાહેર ક્ષેત્રની બેંકો હાલમાં કુલ લોનમાં 51% હિસ્સો ધરાવે છે, જે એફવાય-2023 માં 54% થી ઓછી છે.
ગઙઅના મામલામાં સરકારી બેંકો પણ આગળ છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે આરબીઆઈના ડેટા મુજબ, 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં, જાહેર ક્ષેત્રની બેંકોની એનપીએ 3,16,331 કરોડ રૂૂપિયા અને ખાનગી બેંકોની એનપીએ 1,34,339 કરોડ રૂૂપિયા હતી.
સરકારી બેંકો પણ લોનની રકમ રાઈટ ઓફ કરવાના મામલે ઘણી આગળ છે. એસબીઆઈએ આ 5 વર્ષમાં લગભગ રૂૂ. 2 લાખ કરોડનું રાઈટ ઓફ કર્યું. જ્યારે પંજાબ નેશનલ બેંકે રૂૂ. 94,702 કરોડની લોન રાઈટ ઓફ કરી હતી. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન, સપ્ટેમ્બરના અંત સુધી, જાહેર ક્ષેત્રની બેંકોએ 42 હજાર કરોડ રૂૂપિયાની લોન રાઈટ ઓફ કરી છે જે છેલ્લા 5 વર્ષમાં 6.5 લાખ કરોડ રૂૂપિયા હતી.

