Site icon Gujarat Mirror

નહીં તૂટે બંગડીઓ, નહીં ભૂંસાય સિંદૂર: મહારાષ્ટ્રના હજારો ગામોમાં વિધવા પ્રથા નાબૂદ

 

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના હેરવાડ ગામે વર્ષ 2022માં એક ઐતિહાસિક પગલું ભર્યું હતું, જ્યારે તેણે વિધવા થતી મહિલાઓ પર લાદવામાં આવતી પરંપરાગત પ્રથાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નાનકડા ગામથી શરૂૂ થયેલી આ પહેલ આજે મહારાષ્ટ્રના સાત હજારથી વધુ ગામોમાં સામાજિક પરિવર્તનનું કારણ બની છે. રાજ્યની 27,000 ગ્રામ પંચાયતોમાંથી 7,683 ગામોએ ગ્રામસભાઓ યોજીને જાહેર કર્યું છે કે, હવે તેમના ગામોમાં વિધવાઓ સાથે ભેદભાવ કરતી કોઈ પણ રીતિ-રિવાજનું પાલન નહીં થાય.

હેરવાડ ગામે વર્ષ 2022માં એક પ્રસ્તાવ પસાર કરીને દેશમાં પ્રથમ એવું ગામ બનવાનું ગૌરવ મેળવ્યું, જેણે વિધવાઓના મંગળસૂત્ર અને પગની બિછિયાં ઉતારવા, સિંદૂર ભૂંસવું અને બંગડીઓ તોડવા જેવી પ્રથાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો. આ પગલાંથી પ્રેરાઈને મહારાષ્ટ્રના અનેક ગ્રામીણ વિસ્તારોમાં વિધવાઓને સામાજિક જીવનમાં સામેલ કરવાનું શરૂૂ થયું. આજે આ ગામોમાં વિધવાઓ સાર્વજનિક ગણપતિ પૂજા, હળદી-કુમકુમના કાર્યક્રમો અને ધ્વજારોહણ જેવા પ્રસંગોમાં ભાગ લઈ રહી છે.

તેમણે હેરવાડના પ્રસ્તાવ પહેલાં જ હલ્દી-કુમકુમ કાર્યક્રમોમાં વિધવાઓને આમંત્રિત કરવાની શરૂૂઆત કરી હતી. મેં 2017થી 2022 સુધી સરપંચ તરીકે કામ કર્યું ત્યારે વિધવાઓ બહાર નીકળતી ન હતી. મેં તેમને આમંત્રણ આપ્યું અને ભેટસોગાદો આપી. ગ્રામસભાએ આ પ્રથાઓ પર પ્રતિબંધનો પ્રસ્તાવ પસાર કર્યો, પણ તેનું સખત પાલન નથી થતું, એમ તેમણે કહ્યું. તેઓ દર વર્ષે 1,000 મહિલાઓને હલ્દી-કુમકુમ માટે આમંત્રે છે.

બંગડીઓ તોડવી, મંગળસૂત્ર અને બિછિયાં ઉતારવાની પરંપરા લગભગ નાબૂદ થઈ ગઈ છે. અગાઉ અમે મૃત્યુ થયેલા ઘરોમાં જઈને તપાસ કરતા હતા કે આ પ્રથાઓ થાય છે કે નહીં, પરંતુ હવે લોકો જાગૃત થયા છે. તેમણે ઉમેર્યું કે, ગામની કેટલીક વિધવાઓએ ફરીથી લગ્ન કર્યા છે અને તેમને સામાજિક-ધાર્મિક કાર્યક્રમોમાં સન્માન સાથે સામેલ કરવામાં આવે છે.

ગ્રામ પંચાયતોની સક્રિય ભૂમિકા
નાસિક જિલ્લાના ધોંડવીર નગર ગ્રામ પંચાયતના સભ્ય સંજય પવારે જણાવ્યું કે, અમારી ગ્રામસભાએ વિધવાઓને સન્માન સાથે જીવવાની ખાતરી આપવાનો સંકલ્પ લીધો છે. અમે તેમને સરકારી યોજનાઓ હેઠળ પેન્શન અને ઘર મળે તેની કાળજી રાખીએ છીએ. કોલ્હાપુર, સાંગલી અને સોલાપુર જિલ્લામાં કામ કરતા સામાજિક કાર્યકર લલિત બાબરે કહ્યું કે, સાંગોલામાં 76 ગ્રામ પંચાયતોએ વિધવાઓ સાથે ભેદભાવ કરતી સદીઓ જૂની પરંપરાઓ નહીં અપનાવવાની શપથ લીધી છે. અમે બ્લોક વિકાસ અધિકારીઓ અને એકીકૃત બાળ વિકાસ સેવા (ICDS) કાર્યકરોને સાથે જોડ્યા છે. જ્યારે કોઈના મૃત્યુના સમાચાર મળે, ત્યારે અમે તે ઘરે જઈને તપાસ કરીએ છીએ કે વિધવાને કોઈ પ્રથા માટે દબાણ તો નથી થતુંને ગાંવજંકશન માંથી સાભાર)

Exit mobile version