આંતરરાષ્ટ્રીય
બાંગ્લાદેશની પૂર્વ પીએમ ખાલિદા ઝિયાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ
લિવર સિરોરિસ, આર્થરાઈટિસ, ડાયાબિટીસ જેવી સમસ્યાઓનો શિકાર છે
બાંગ્લાદેશની પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાને ગુરુવારે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 79 વર્ષીય બાંગ્લાદેશ નેશનલલિસ્ટ પાર્ટી (બીએનપી)ની અધ્યક્ષ પોતાના આવાસથી રાત્રે દોઢ વાગ્યાના સુમારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. બીએનપી પક્ષ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે તેઓના ફિઝિશિયલે મેડિકલ બોર્ડને કેટલાક ટેસ્ટ કરાવવા કહ્યું છે.
ખાલિદા ઝિયાના ખાનગી ફિઝિશિયને કહ્યું કે, મેડિકલ ટેસ્ટના પરિણામોની સમીક્ષા પછી તેઓની સારવારની તારીખ નક્કી કરવામાં આવશે. 21 ઓગસ્ટે ખાલિદા ઝિયા 45 દિવસની સારવાર માટે ઘરે પરત આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષથી બાંગ્લાદેશના પૂર્વ પીએમ નજરકેદ હતા. આ વર્ષે છઠ્ઠી ઓગસ્ટે રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનના આદેશ પછી તેઓને મુક્ત કરવામાં આવ્યાં હતા.
પાંચમી ઓગસ્ટે શેખ હસીનાની આગેવાની ધરાવતી અવામી લીગના પતન પછી ખાલિદા ઝિયાને તેઓની વિરુદ્ધ તમામ આરોપોમાંથી મુક્ત કરી દેવામાં આવ્યાં છે.બાંગ્લાદેશની બીએનપી પાર્ટીના પ્રમુખ બેગમ ખાલિદા ઝિયા લાંબા સમયથી જુદીજુદી બીમારીઓથી ઝઝૂમી રહ્યાં છે. જેમાં લિવર સિરોરિસ, આર્થરાઈટિસ, ડાયાબિટીસ જેવી સમસ્યાઓ સામેલ છે. 23 જૂને તેઓની છાતીમાં પેસમેકર લગાવવામાં આવ્યું હતું. વર્ષ-થતા તેઓના ડોકટર તેઓને વિદેશ મોકલવાની ભલામણ કરી રહ્યા છે. આ મહિને ખાલિદા જિયાને પાંચ જુદીજુદી કેસમાં મુક્ત કરી દેવામાં આવ્યાં હતાં.
મહત્ત્વનું છે કે, ખાલિદા ઝિયા વર્ષ-1991થી 1996 અને 2001થી 2006 સુધી બાંગ્લાદેશનું પીએમ પદ સંભાળ્યું હતું.
આંતરરાષ્ટ્રીય
પ્લેનની અછત, એર ઈન્ડિયાની અમેરિકા રૂટની 60 ફ્લાઈટ રદ
ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાને મેઈન્ટેનન્સની સમસ્યાઓને કારણે એરક્રાફ્ટની અછતને કારણે આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર વચ્ચે ભારત-યુએસ રૂૂટ પર લગભગ 60 ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે પીક ટ્રાવેલ ટાઈમ દરમિયાન જે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે તેમાં સાન ફ્રાન્સિસ્કો અને શિકાગોની સેવાઓનો સમાવેશ થાય છે. એર ઈન્ડિયાએ ગંતવ્યોના નામ જાહેર કર્યા વિના એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ભારે જાળવણી અને પુરવઠા શૃંખલામાં વિક્ષેપને કારણે કેટલાક વિમાનોના પરત આવવામાં વિલંબને કારણે નવેમ્બર અને ડિસેમ્બર વચ્ચે નાની સંખ્યામાં ફ્લાઈટ્સ રદ કરી છે.
એર ઈન્ડિયાએ 15 નવેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન, શિકાગો, નેવાર્ક અને ન્યૂયોર્કની 60 ફ્લાઈટ્સ રદ કરી છે કારણ કે તે આ સ્થળો પર કેટલીક ફ્લાઈટ્સ ચલાવવા માટે ભંડોળની અછતનો સામનો કરી રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે આ અંતર્ગત એર ઈન્ડિયાએ દિલ્હી-શિકાગો રૂૂટ પર 14 ફ્લાઈટ્સ, દિલ્હી-વોશિંગ્ટન રૂૂટ પર 28 ફ્લાઈટ્સ, દિલ્હી-એસએફઓ રૂટ પર 12 ફ્લાઈટ્સ, મુંબઈ-ન્યૂયોર્ક રૂૂટ પર ચાર ફ્લાઈટ્સ અને બે ફ્લાઈટ્સ રદ કરી છે.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એર ઈન્ડિયાને ખેદ છે કે ભારે જાળવણી અને પુરવઠા શૃંખલામાં વિક્ષેપને કારણે કેટલાક વિમાનોના વિલંબને કારણે ઓપરેશનલ ફ્લીટમાં અસ્થાયી ઘટાડો થયો છે.
આંતરરાષ્ટ્રીય
દિવાળીની ઉજવણી રદ કરી કેનેડાએ ઓકાત બતાવી
હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સારા નથી, જેની અસર હવે ત્યાં રહેતા હિન્દુઓ પર પણ જોવા મળી રહી છે. કેનેડાના વિપક્ષી નેતા પિયરે પોઇલીવર અને ક્ધઝર્વેટિવ પાર્ટીએ 2024ની દિવાળીની ઉજવણી રદ કરી છે, જેના કારણે હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન સમુદાયોમાં નારાજગી છે. કેનેડામાં હિન્દુ ફોરમે કહ્યું છે કે આ નિર્ણય કેનેડાના વિવિધ સાંસ્કૃતિક સમુદાયો પ્રત્યે અસંવેદનશીલતાનું પ્રતીક છે. આગામી ચૂંટણીઓમાં, સમુદાયોએ તેમનો અવાજ ઉઠાવવા માટે યોગ્ય નેતાની પસંદગી કરવાની જરૂૂર છે.
વિપક્ષી નેતા પિયર પોઈલીવર અને ક્ધઝર્વેટિવ પાર્ટીના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા હિંદુ ફોરમે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે એકતા અને પ્રકાશનો તહેવાર ગણાતા દિવાળીની ઉજવણીને રદ કરવી એ સમુદાયના એક મોટા વર્ગની અવગણના કરવા જેવું છે. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા કેનેડા (ઓએફઆઈસી) એ એક ખુલ્લા પત્રમાં પિયર પોઈલીવર પર પવંશીય ભેદભાવથનો આરોપ મૂક્યો છે. OFIC પ્રમુખ શિવ ભાસ્કરે, પોઇલિવરને લખેલા પત્રમાં આ નિર્ણય અંગે નિરાશા વ્યક્ત કરીને કહ્યું હતું કે ઘણા નેતાઓ, જેઓ અગાઉ કાર્યક્રમમાં હાજરી આપતા હતા, આ વખતે આવ્યા નથી. કેનેડિયન હિંદુ ફોરમે કહ્યું હતું કે યુએસ પ્રમુખ જો બાઇડેન અને અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે પણ આ તહેવારનું સન્માન કર્યું છે, તેમ છતાં, CPC નેતાએ કેનેડિયન હિંદુઓ, શીખો, બૌદ્ધો અને જૈનો પ્રત્યે અવગણના કરી છે. આ નિર્ણય પાછળ હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈન સમુદાયના રાજકીય અલગ થવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. અંદાજે 2.5 મિલિયનની વસ્તી ધરાવતા આ સમુદાયો કેનેડિયન સમાજનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને વિજ્ઞાન, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.
હિંદુ ફોરમે આ સમુદાયો પ્રત્યે આદરના અભાવને કેનેડા માટે નબળા મુદ્દા તરીકે વર્ણવ્યું છે. ઉલ્લેખનીય છે કે કેનેડાની સંસદમાં દિવાળીની ઉજવણીની શરૂૂઆત 1998માં સ્વર્ગસ્થ ક્ધઝર્વેટિવ સાંસદ દીપક ઓબ્રાઈ દ્વારા કરવામાં આવી હતી. 2019માં તેમના મૃત્યુ પછી, ટોડ ડોહર્ટીએ જવાબદારી સંભાળી હતી. જો કે, આ વર્ષે ક્ધઝર્વેટિવ પાર્ટીએ તેને ટેકો આપ્યો ન હતો, જ્યારે ગયા વર્ષે પોઇલીવરે સમારોહમાં હાજરી આપી હતી.
આંતરરાષ્ટ્રીય
સ્પેનમાં ભારે વરસાદે મચાવ્યો કહેર,અત્યાર સુધીમાં 95 લોકોના મોત, જુઓ વિડીયો
સ્પેનના પૂર્વ ભાગમાં અચાનક વિનાશકારી પૂર આવ્યું. આ પૂરમાં અત્યાર સુધીમાં 95 લોકોના મોત થયા છે. ઘણા શહેરોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા, ગાડીઓ ધોવાઈ ગઈ અને રેલ લાઈનો બંધ થઈ ગઈ. પૂરમાં લોકોના ઘરોને નુકસાન થયું છે. આ ભયાનક કુદરતી આફતમાં વેલેન્સિયાનો પુલ પણ ધરાશાયી થયો હતો.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે મંગળવારે વેલેન્સિયાના કેટલાક ભાગોમાં આઠ કલાકમાં એક વર્ષમાં જેટલો વરસાદ પડવો જોઈએ તેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. વડા પ્રધાન પેડ્રો સાંચેઝે શહેરોમાં નુકસાન પછી કહ્યું હતું કે તેઓ તમામ ઇમારતો અને પુલોનું પુનઃનિર્માણ કરશે. સ્પેનથી ઘણા ફોટા અને વીડિયો સામે આવી રહ્યા છે, જેને જોઈને સ્પષ્ટપણે સમજી શકાય છે કે ત્યાં સ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂરને કારણે મેડ્રિડ અને બાર્સેલોના શહેરોની ટ્રેનો રદ કરવામાં આવી હતી, અને સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળાઓ અને અન્ય આવશ્યક સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. પૂરના કારણે વેલેન્સિયામાં વીજળી પણ ખોરવાઈ ગઈ છે.
દેશમાં સ્થિતિ બગડ્યા બાદ તરત જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ અને બચાવ સેવાઓએ લોકોને તેમના ઘરોમાંથી બચાવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો અને કારની છત પર ફસાયેલા ડ્રાઇવરો સુધી પહોંચવા માટે બોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે આ દુર્ઘટના અંગે કહ્યું કે ડઝનેક શહેરો પૂરમાં ડૂબી ગયા છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે ખતરો હજુ ટળ્યો નથી. પીએમે કહ્યું, આખું સ્પેન એ લોકોનું દર્દ અનુભવે છે જેઓ તેમના પ્રિયજનોને શોધી રહ્યા છે. આ સમયે અમારી પ્રાથમિકતા તમને મદદ કરવાની છે. અમે આ દુર્ઘટનામાંથી બહાર આવવા માટે તમામ જરૂરી સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ.