Connect with us

ભાવનગર

ભાવનગર ડમીકાંડમાં સંડોવાયેલા 44 આરોપીઓના જામીન મંજૂર

Published

on

7 માસ પુર્વે ભાવનગર શહેર જીલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચારી બનેલા ડમીકાંડમાં સંડોવાયેલા 44 જેટલા આરોપીઓને આજે ભાવનગરની અદાલતે કાયમી જામીન અરજી મંજુર કરી જામીન મુક્ત કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 14/4/2023 ના રોજ ભાવનગર પો.સ્ટે. માં ગુનો નોંધાયો હતો કે ડમી વિદ્યાર્થી બેસાડી નોકરી મેળવવા માટે પરીક્ષા પાસ કરી હોય જેને ડમીકાંડ કહેવામાં આવે છે તેવો કાંડ ભાવનગર માં નોંધાયો હતો જેમાં અંદાજે 61 જેટલા આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ સામે ઇપીકો કલમ 406, 419, 420, 465, 467, 468, 471, 120(બી), 34 તથા આઇ.ટી. એક્ટ કલમ-66 (ડી), તથા ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતી અધિનિયમ -2023) ની કલમ-12(1), 12(3), 12(4), મુજબ ના ગુનામાં 61 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. આ અગાઉ ઝડપાયેલા આરોપીઓએ ભાવનગર કોર્ટમાં જામીન અરજી કરી હતી પરંતુ જેતે સમયે અદાલતે તમામ ના જમીન ના મંજુર કર્યા હતા. તે પૈકીના 7 જેટલા આરોપીઓએ આ અગાઉ ગુજરાત હાઇકોર્ટ માંથી જામીન મેળવ્યા હતા તેમજ એક આરોપી દિલીપભાઇ કિરીટભાઇ મેર (રહે.બરવાળા) નામના આરોપીઓએ સુપ્રિમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા છે. જ્યારે આજરોજ તા. 19/10/ 2023 ને ગુરૂૂવારે ભાવનગરના ચોથા એડીશ્નલ સેશન્સ જજ પી.આઇ. પ્રજાપતિ ના અદાલતમાં આરોપીઓએ જામીન મુક્ત થવા અરજી કરી હતી તે આજરોજ 44 જેટલા આરોપીઓના અદાલતે જામીન મંજુર કર્યા હતા. આમ ડમીકાંડ માં સંડોવાયેલા 7 આરોપીઓના હાઇકોર્ટમાં તથા એક આરોપીના સુપ્રિમ કોર્ટમાં અને 44 આરોપીઓના ભાવનગરની કોર્ટે કાયમી ધોરણે જામીન મંજુર કર્યા છે. હજુ પણ 11 જેટલા આરોપીઓ જેલમાં હોવાનું જાણવા મળેલ છે.

ગુજરાત

ભાવનગરમાં પ્રચાર દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રડી પડ્યા!

Published

on

By

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારના પ્રચાર દરમિયાન ભગવંત માનની આંખોમાં આંસુ આવી ગયા હતા. માન ભાષણ દરમિયાન અરવિંદ કેજરીવાલ સાથેની તેમની મુલાકાતનો ઉલ્લેખ કરી રહ્યા હતા. ભગવંત માને જેલના તાળા તૂટશે, કેજરીવાલ મુક્ત થશેના નારા પણ લગાવ્યા હતા.

ભાષણ આપતાં ભગવંત માને કહ્યું કે તેઓ અરવિંદ કેજરીવાલના સાચા સૈનિક છે. આજે ઉમેશ મકવાણાએ ઉમેદવારી નોંધાવી હતી. ગુજરાતમાં આજથી ક્રાંતિ શરૂૂ થશે. આજે બંધારણ અને લોકશાહીને બચાવવાની લડાઈ છે. તમે કેજરીવાલને અંદર કરી દેશો, પણ તેમની વિચારસરણી કેવી રીતે રોકશો?

પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું, પહેલા ઘરો અને દુકાનોની સફાઈ થતી હતી, હવે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આખા ભારતને ઝાડુથી સાફ કરવામાં આવશે. શબ્દસમૂહોની ફેક્ટરી ચાલી રહી છે.

આ લોકો જે જઈ રહ્યા છે તેમના ખાતામાં 15 લાખ રૂૂપિયા આવી ગયા હશે, પરંતુ તે આપણા પંજાબમાં આવ્યા નથી. મશીનમાં બટન વિજેતા નંબર પર હોવું જોઈએ, પ્રથમ આવવું એ નંબર વન છે.

તેમને કહ્યું કે કૃપા કરીને મારા અહીં આવવાનું સન્માન કરો. 4 જૂને પરિણામ આવે ત્યારે તેમને થવું જોઈએ કે ભાવનગરનો ટ્રેન્ડ આવી ગયો છે અને ઝાડુ આગળ વધી રહ્યું છે. આપણે ભારતને બચાવવાનું છે. દેશને બચાવવાનો છે. ગઈકાલે હું અરવિંદ કેજરીવાલને મળ્યો અને તેમણે મને ગુજરાતની જનતાનો આભાર માનવા કહ્યું કે તમે 14% વોટ આપ્યા અને પછી આપ રાષ્ટ્રીય પાર્ટી બની. ગઈ કાલે જ્યારે હું અરવિંદ કેજરીવાલને મળ્યો ત્યારે મારી આંખોમાં આંસુ હતા. તે માણસે શું ખોટું કર્યું કે તેમને હોસ્પિટલો અને શાળાઓ સુધારી? તેઓ અરવિંદ કેજરીવાલ સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરી રહ્યા છે. ગુજરાતની જનતાને કહો કે આપણે બધાએ કેજરીવાલ બનવું પડશે.

Continue Reading

ગુજરાત

ભાવનગરના પાલિતાણા પંથકમાં દીપડાએ મહિલાને ફાડી ખાધી

Published

on

By

 

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના આદપુર ગામના વાડી વિસ્તારમાં રહેતા મહિલા ઉપર દીપડાએ હુમલો કરતા મહિલાનું ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું છે. આ બનાવને પગલે ગામમાં અરેરાટી સાથે ભયની લાગણી ફેલાઈ છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણા, તળાજા, મહુવા, સિહોર સહિતના વિસ્તારોમાં રાની પશુઓના આટા ફેરા વધી ગયા છે. સમયાંતરેની પશુઓ દ્વારા પશુઓનું મારણ કરવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે આજે પાલીતાણા નજીક આવેલ આદપુર ગામના વાડી વિસ્તારમાં રહેતા કાંતુબેન ગોબરભાઇ મકવાણા (ઉં.વ. 55 ) વહેલી સવારે 5:00 વાગ્યા આસપાસ ઘરની બહાર કોઈ કામ માટે ગયા હતા તે દરમિયાન દીપડાએ તેમની ઉપર હુમલો કરતા કાંતુબહેનને ગંભીર ઈજા પહોંચી હતી.દીપડાએ કરેલા હુમલાની ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી ગયું હતું.આ ઘટનાના પગલે આદપુર અને આસપાસના ગામોમાં પણ અરેરાટી સાથે આઘાતની લાગણી ફેલાઈ છે.

Continue Reading

ગુજરાત

પંજાબના CM ભગવંત માનનો ભાવનગરમાં રોડ-શો યોજાયો

Published

on

By

અમદાવાદ: લોકસભાની ચૂંટણી લઈને આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદ પહોચ્યાં છે.આજે મંગળવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ભાવનગર ખાતે રોડ શો સાથે ભાવનગર આપના ઉમેદવાર ઉમેશ મકવાણા ઉમેદવારી પત્ર ભરવા તે સમયે પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા ખાતે તેઓ રાત્રિ રોકાણ કરશે. 17 તારીખે રોડ શો યોજીને આપના ઉમેદવાર ચૈતર વસાવાનો ચૂંટણી પ્રચાર કરશે. ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમીને ગુજરાતમાં બે બેઠકો મળી છે. ભાવનગર અને ભરૂૂચ બેઠક આમ આદમી પાર્ટીએ લોકસભાની બેઠકમાં ઉમેદવાર ઉતાર્યા છે.

ગુજરાત આવેલા ભગવંત માને કહ્યું, બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યો છું. દેશમાં જ્યાં અમારા ઉમેદવાર છે,ત્યાં પ્રચાર માટે જઈશું. ગુજરાતમાં પ્રેમ મળ્યો એટલે અમારો પક્ષ રાષ્ટ્રીય પક્ષ બન્યો.

Continue Reading

Trending