Site icon Gujarat Mirror

બાબા નિરાલા પાછો આવી રહ્યો છે, ટૂંક સમયમાં શરૂ થશે આશ્રમ-4નું શૂટિંગ

બોલીવુડ અભિનેતા બોબી દેઓલની મોસ્ટ અવેઇટેડ ’આશ્રમ’ ની નવી સીઝનનો ચાહકો આતુરતાથી ઇન્તજાર કરી રહ્યા છે. આ પહેલા ’આશ્રમ સીઝન 3 પાર્ટ 2’ રિલીઝ થઈ હતી, જેને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. હવે સિરીઝની આગામી સીઝન પણ ક્ધફર્મ થઈ ગઈ છે અને તેની શૂટિંગની વિગતો પણ સામે આવી છે. ‘આશ્રમ’ની અભિનેત્રી ત્રિધા ચૌધરી હાલમાં તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ’કિસ કિસકો પ્યાર કરું 2’ ને લઈને ચર્ચામાં છે.

અભિનેત્રીએ આ દરમિયાન તેમની અપકમિંગ સિરીઝ ’આશ્રમ સીઝન 4’ ની પુષ્ટિ કરી છે. એક ઇન્ટરવ્યૂમાં ત્રિધાએ ’આશ્રમ સીઝન 4’ વિશે કહ્યું- “જી હા, અમે ખૂબ જ જલ્દી, 2026 માં શૂટિંગ શરૂૂ કરવાના છીએ.”ત્રિધા ચૌધરીએ ’આશ્રમ’ વિશે ખુલીને વાત કરતા જણાવ્યું કે “આખરે, આ એક સવિસ્તાર શો છે. “આશ્રમ વધુ શિક્ષણાત્મક છે, કારણ કે અમે દર્શકોને એવો સંદેશ આપીએ છીએ કે સાવધાન રહો. જે અમે બતાવી રહ્યા છીએ તે ખરેખર દુનિયામાં ઘટી રહ્યું છે. તેથી સર્જનાત્મકતા પણ લોકોને જાગૃત કરવાનું એક માધ્યમ બની શકે છે.” ત્રિધા ચૌધરીએ આગળ જણાવ્યું કે ’આશ્રમ’માં પોતાના શક્તિશાળી પાત્રને ભજવવા બદલ તેમને ખૂબ ઓળખ મળી રહી હતી, પરંતુ તેની તેમની માનસિક સ્વાસ્થ્ય પર ઘણી અસર પડી હતી.

Exit mobile version