Site icon Gujarat Mirror

ઓસ્ટ્રેલિયા આપશે કોહલી, રોહિતને સ્પેશિયલ ફેરવેલ

ભારતીય ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃતિ લઈ લીધી હતી. જે બાદ બંને ક્રિકેટરોએ ગયા મહિને ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃતિની જાહેરાત કરી દીધી છે. હવે બંને ખેલાડીઓ ભારત માટે માત્ર વનડે ક્રિકેટમાં રમતા જોવા મળશે. ત્યારે હવે બંને ખેલાડીઓને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા શાનદાર ફેરવેલ આપવા જઈ રહ્યું છે.

ટીમ ઈન્ડિયા ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. જ્યાં ટીમ 3 વનડે મેચો રમશે. રિપોર્ટ્સ પ્રમાણે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ પ્રવાસને વિરાટ કોહલી અને રોહિત શર્માની ફેરવેલ સિરીઝ તરીકે તૈયારી કરશે. કારણ કે, બંને ખેલાડીઓ માટે આ છેલ્લો ઓસ્ટ્રેલિયા પ્રવાસ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેને ખાસ બનાવવા માંગે છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને જ તેમના કરિયરના અંતિમ તબક્કામા છે. રિપોર્ટ્સ પ્રમાણે બંને સ્ટાર ખેલાડીઓ 2027 વનડે વર્લ્ડ કપ સુધી રમવા માંગે છે. બંને વર્લ્ડ કપ જીત્યા પછી જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે.

Exit mobile version