Uncategorized
પ્રેમીના ભાઈ-ભાભીએ લગ્નનો ઈનકાર કરી ધમકી આપતા ત્યક્તાના આપઘાતનો પ્રયાસ

ગોંડલમાં આવેલી હર ભોલે સોસાયટીમાં રહેતી ત્યકતાને તેના પ્રેમીના ભાઈ ભાભીએ લગ્ન કરવાનો ઈન્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે ત્યકતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરિણીતાને બેભાન હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં આવેલી હર ભોલે સોસાયટીમાં રહેતા મંજુલાબેન સંજયભાઈ ભારતી નામના 47 વર્ષના પ્રોઢા સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. પ્રોઢાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરી હતી. જાણ થતા જ ગોંડલ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર મંજુલાબેન ભારતી બેશુદ્ધ હાલતમાં હોવાથી હોસ્પિટલે લાવનાર વ્યક્તિનું નિવેદન નોંધ્યુ હતું.
પોલીસે નોંધેલા નિવેદનમાં પોલીસ દ્વારા મંજુલાબેનને હોસ્પિટલે લાવનારની પ્રાથમિક પૂછપરછમાં મંજુલાબેન ભારતીના 16 વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા અને તેણીને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે છુટાછેડા બાદ મંજુલાબેન ભારતીને પાડોશમાં રહેતા સંજય સાથે છેલ્લા ત્રણ વર્ષથી આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
પ્રેમીના ભાઈ ભાભીએ લગ્નનો ઇનકાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી મંજુલાબેન ભારતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
india
શનિવારે મહિલા પ્રીમિયર લીગનું ઓક્શન, 165 ખેલાડીઓ, 30 પસંદ થશે

વૂમન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે ઓક્શનની યાદી બહાર પાડવામાં આવી છે. આમાં 165 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 165 ખેલાડીઓ પર આગામી સપ્તાહે 9મી ડિસેમ્બરે મુંબઈમાં બિડિંગ યોજાશે. ઓક્શનની યાદીમાં સામેલ 165 ખેલાડીઓમાંથી 104 ખેલાડીઓ ભારતીય અને 61 વિદેશી ખેલાડીઓ છે. વિદેશી ખેલાડીઓમાં 15 એવા ખેલાડીઓ છે જે સહયોગી દેશોના છે. હરાજીની યાદીમાં સામેલ આ ખેલાડીઓમાંથી 56 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે, જ્યારે 109 ખેલાડીઓ પાસે કોઈ આંતરરાષ્ટ્રીય અનુભવ નથી. ઓક્શનમાં સામેલ ખેલાડીઓની મૂળ કિંમત 10 લાખથી 50 લાખ રૂૂપિયા સુધીની છે. 50 લાખની બેઝ પ્રાઈઝમાં માત્ર બે ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વળી, 40 લાખ રૂૂપિયાની મૂળ કિંમતમાં ચાર ખેલાડીઓ છે. આ પછી 30, 20 અને 10 લાખની બેઝ પ્રાઈઝમાં ખેલાડીઓની ભરમાર છે.
વૂમન પ્રીમિયર લીગમાં પાંચ ટીમો છે. દરેક ટીમમાં વધુમાં વધુ 18 ખેલાડીઓ રાખી શકાય છે. વિદેશી ખેલાડીઓની મહત્તમ મર્યાદા 6 છે. પાંચેય ટીમોમાં કેટલાક ખેલાડીઓને પહેલાથી જ જાળવી રાખવામાં આવ્યા છે. જાળવી રાખવામાં આવેલી યાદીમાં કુલ 60 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે આ ફ્રેન્ચાઈઝી પાસે આવતા સપ્તાહે યોજાનારી હરાજી માટે માત્ર 30 સ્લોટ ખાલી છે. એટલે કે 165માંથી માત્ર 30 ખેલાડીઓ જ નસીબદાર હશે. આ 30 સ્લોટ માટે પાંચ ફ્રેન્ચાઈઝી સાથે કુલ 17.65 કરોડ રૂૂપિયા ઉપલબ્ધ થશે.
તમને જણાવી દઈએ કે દરેક ફ્રેન્ચાઈઝીના પર્સની હરાજી કરવાની મહત્તમ મર્યાદા 13.5 કરોડ રૂૂપિયા છે. ફ્રેન્ચાઇઝીએ આમાંથી મોટાભાગની રકમ રિટેન કરાયેલા ખેલાડીઓ પર ખર્ચી છે.
દિલ્હી કેપિટલ્સમાં રિટેન કરાયેલા ખેલાડીઓ: એલિસ કેપ્સી, અરુંધતિ રેડ્ડી, જેમિમાહ રોડ્રિગ્સ, જેસ જોનાસન, લૌરા હેરિસ, મરિજન કેપ, મેગ લેનિંગ, મિનુ મણિ, પૂનમ યાદવ, રાધા યાદવ, શફાલી વર્મા, શિખા પાંડે, સ્નેહા દીપ્તિ, તાન્યા ભાટિયા, તિતાસ સાધુ જ્યારે રિલીઝ થયેલા ખેલાડીઓ: અપર્ણા મંડલ, જસિયા અખ્તર, તારા નોરિસનો સમાવેશ થાય છે.
ગુજરાત જાયન્ટ્સમાં જાળવી રાખેલા ખેલાડીઓ: એશ્ર્લે ગાર્ડનર, બેથ મૂની, ડેલાન હેમલતા, હરલીન દેઓલ, લૌરા વોલ્વાર્ડ, શબનમ શકીલ, સ્નેહ રાણા, તનુજા કંવર. છૂટા કરાયેલા ખેલાડીઓ: અન્નાબેલ સધરલેન્ડ, અશ્વની કુમારી, જ્યોર્જિયા વેરહેમ, હર્લી ગાલા, કિમ ગાર્થ, માનસી જોશી, મોનિકા પટેલ, પારુણિકા સિસોદિયા, સબીનેની મેઘના, સોફિયા ડંકલી, સુષ્મા વર્માનો સમાવેશ થાય છે.
મુંબઈ ઈન્ડિયન્સમાં રિટેન કરાયેલા ખેલાડીઓ: અમનજોત કૌર, એમેલિયા કેર, ક્લો ટ્રાયન, હરમનપ્રીત કૌર, હેલી મેથ્યુ, હુમૈરા કાઝી, ઈસાબેલ વોંગ, જિંતિમાની કલિતા, નતાલી સાયવર, પૂજા વસ્ત્રાકર, પ્રિયંકા બાલા, સાયકા ઈશાક, યસ્તિકા ભાટિયા. રિલીઝ થયેલા ખેલાડીઓ: ધારા ગુર્જર, હીથર ગ્રેહામ, નીલમ બિષ્ટ, સોનમ યાદવ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં રિટેન કરાયેલા ખેલાડીઓ: આશા શોભના, દિશા કેસેટ, એલિસ પેરી, હીથર નાઈટ, ઈન્દ્રાણી રોય, કનિકા આહુજા, રેણુકા સિંહ, રિચા ઘોષ, શ્રેયંકા પાટીલ, સ્મૃતિ મંધાના, સોફી ડિવાઈન છૂટા કરાયેલા ખેલાડીઓ: ડેન વેન નિકેર્ક, એરિન બર્ન્સ, કોમલ ઝાંઝદ, મેગન શૂટ, પૂનમ ખેમનાર, પ્રીતિ બોઝ, સહાના પવાર છે.
યુપી વોરિયર્સમાં રિટેન કરાયેલા ખેલાડીઓ: એલિસા હીલી, અંજલિ સરવાણી, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, કિરણ નવગીરે, લોરેન બેલ, લક્ષ્મી યાદવ, પાર્શ્વી ચોપરા, રાજેશ્વરી ગાયકવાડ, એસ. યશશ્રી, શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, તાહલિયા મેકગ્રા રિલીઝ થયેલા ખેલાડીઓ: દેવિકા વૈદ્ય, શબનીમ ઈસ્માઈલ*, શિવલી શિંદે, સિમરન શેખનો સમાવેશ થાય છે.
Uncategorized
વડિયામાંથી નશીલી સીરપનો 240 બોટલનો જથ્થો ઝડપાયો

સમગ્ર રાજ્યમાં હાલ નશીલી સીરપના કાળા કારોબાર નો પર્દાફાસ થતો જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં આ બાબતે પોલીસ એલાર્ટ બની છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ અગાવ આ બાબતે જથ્થો પકડાયો હોવથી સમગ્ર જિલ્લા માં પોલીસ સઘન તપાસ કરતા અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં ઢોળવા રોડ રાજેશ વલ્લભભાઈ સાંગાણી ના રહેણાંક મકાન અને મહાદેવ પાન એન્ડ કોલડ્રિંક્સ નામની દુકાનમાં બાતમીના આધારે રેડ કરતા ત્યાંથી 280નંગ જથ્થો ઝડપ્યો હતો.અને આ જથ્થો ઝડપાયા બાદ વડિયા પોલીસ ના ઇન્ચાર્જ પીએસઆઇ કે. એલ. કોડિયાતર અને તેમની ટીમ દ્વારા વડિયા ની શંકાસ્પદ તમામ દુકાનો પર રેડ કરવામાં આવી હતી. આ બાબત લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ ઘણા સમયથી આ નશીલુ સીરપ વેચાય છે અને તે દારૂૂ ના વ્યશનીઓ આ સીરપ નો ઉપયોગ રોજ નશા માટે કરતા હોવાનુ પાન લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. હવે આ બાબતે વડિયા પોલીસ ઊંડી તપાસ કરીને આ નુ પગેરું ક્યાં સુધી શોધે છે અને સપ્લાયર અને ઉત્પાદક સામે કેવી કાર્યવાહી કરે છે તેતો આવનારો સમય જ બતાવશે.
Uncategorized
રાજકોટમાં વધુ એક યુવાન અને આધેડનું હાર્ટએટેકથી મોત

રાજકોટમાં આજે એક યુવક અને એક આધેડનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.જેમાં શાપર વેરાવળ ના પડવલા માં આવેલી સંગીતા ઇન્ટેક્સ નામના કારખાને સિક્યુરિટીમાં રહેલા આધેડને હૃદય રોગનો હુમલો આવતા તેમને બેભાન હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા તેમનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે શાપર પોલીસે કાર્યવાહી કરી હતી.
વધુ વિગતો મુજબ,આજીડેમ વિસ્તારમાં લોઠડામાં મીરા કાસ્ટિંગ નજીક રહેતા જેન્તીભાઈ અમરાભાઇ ધાંધલ નામના 46 વર્ષના આધેડ સાંજના સમયે પડવલામાં સંગિતા ઇન્ટેક્સ નામના કારખાને નાઈટ સિક્યોરિટીની નોકરી કરતા હતા.ત્યારે તેઓ અચાનક બેભાન હાલતમાં ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.તેઓનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યાનું જાણવા મળ્યું છે.પોતે બે ભાઈ ત્રણ બહેનમાં મોટા હતા.તેમજ સિક્યોરિટીની કરતા હતા.આ અંગે શાપર વેરાવળ પોલીસે કાર્યવાહી આદરી છે.
બીજા બનાવમાં ચંદ્રેશ નગર મેઇન રોડ પર અમરનગરમાં રહેતા રજનીશ મનસુખભાઈ ભટ્ટી નામના 40 વર્ષનો યુવક ચામુંડા ટેઇલર પાસે શૌચાલયમાં બાથરૂૂમ કરવા ગયા બાદ બહાર નીકળ્યા બાદ અચાનક ઢળી પડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.તેઓ કરીયાણાની દુકાનમાં નોકરી કરતા હતા.પોતે બે ભાઈમાં મોટા અને સંતાનમાં એક પુત્ર છે.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર