પોરબંદર
‘પોલીસને દારૂની માહિતી કેમ આપે છે’ કહી મોરઝરના યુવાન પર હુમલો
ભાણવડ તાલુકાના મોરઝર ગામે રહેતા વિમલ જેઠાભાઈ પરમાર નામના 20 વર્ષના યુવાનને આ જ ગામના મનીષ ચનાભાઈ બગડા અને દિલીપ ઉર્ફે દિનેશ કરમણભાઈ બગડા નામના બે શખ્સોએ કાલે રાતે જે દારૂનો કેસ થયો છે, તે કેસની બાતમી તેં પોલીસને આપી છે?- તેમ કહીને બંને આરોપીઓએ ફરિયાદી વિમલ પરમારને બિભત્સ ગાળો કાઢી, લોખંડના પાઇપ તથા નળી વડે બેફામ મારી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.આ પ્રકરણ અંગે પોલીસે બંને શખ્સો સામે આઈપીસી કલમ 323, 504, 506 (2) 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
પોરબંદર
વગર મોસમની કેરીના એક બોકસના રેકોડબ્રેક રૂા.15510 ભાવ ઉપજ્યા

પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે 4 બોક્સ કેરીની આવક થઇ હતી અને એક બોક્સના 15510 રૂૂપિયા જેવા રેકોર્ડબ્રેક ભાવે તેનું વેચાણ થયું હતું. પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે બે દિવસ પહેલા 600થી 700 રૂૂપિયે કિલો લેખે કેરીના ત્રણ બોક્સનું વેચાણ થયું હતું. ત્યાર બાદ ગઈકાલે વધુ 4 બોક્સ કેરીની આવક થઇ હતી.
આ અંગે યાર્ડમાં પેઢી ધરાવતા કેતનભાઈ રાયચુરાએ જણાવ્યું હતું આજે ખંભાળા પંથકમાંથી બે બોક્સ કેરીની આવક થઇ હતી.
આથી હરરાજીમાં તે 1551 રૂૂપિયાની કિલો એટલે કે 1 બોક્સના 15510 રૂૂપિયાના ભાવે વેચાણ થયું હતું. યાર્ડના અને કદાચ સૌરાષ્ટ્રના ઈતિહાસમાં આ ભાવ સૌથી ઉંચો હોવાનું તેઓએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે ચાર દાયકાથી તેઓ ફ્ળોનો હોલસેલ વેપાર કરે છે. સીઝન દરમિયાન જે ભાવ બોક્સનો હોય છે તે ભાવે આજે એક કિલો કેરીનું વેચાણ થયું છે.
એ સિવાય અન્ય એક વેપારી નીતિનભાઈ દાસાણીને ત્યાં પણ જાંબુવંતીની ગુજ્ઞ નજીક આવેલ જ્ઞર્મમાંથી બે પેટી કેરીની આવક થઇ હતી. ત્યાં પણ કિલોના 1551 રૂૂપિયાના ભાવે બન્ને પેટીની હરરાજી થઇ હતી. આમ ચાર બોક્સ કેરીનો ભાવ 62040 રૂૂપિયા ઉપજ્યો હતો. સમગ્ર દેશમાં એકમાત્ર પોરબંદર શહેરમાં જ શિયાળા દરમિયાન પણ યાર્ડમાં આ વર્ષે કેરીની આવક થઇ છે. છેલ્લા બે વર્ષથી શિયાળા દરમ્યાન જ યાર્ડમાં કેરીની આવક થાય છે ત્યારે સુકા મેવા કરતા પણ વધુ ભાવે કેરીનું વેચાણ થતા ઉપસ્થિત ગ્રાહકો પણ આશ્ચર્યચકિત થયા હતા.
કેતનભાઈએ હરરાજીમાં ઉપસ્થિત સૌનું પેંડાથી મોઢું મીઠું કરાવી ગુલાબના ફૂલથી કેરીના વધામણા કર્યા હતા. જો કે કેરીનું હોલસેલમાં 1551 રૂૂપિયાના કિલો લેખે વેચાણ થયું હતું ત્યારે તેનું રીટેલમાં શું ભાવે વેચાણ થાય છે અને આટલી મોંથી કેરી કોણ ખરીદે તે પણ જોવાનું રહ્યું છે. જો કે લોકો ઉનાળાની ગરમી કેરીનો સ્વાદનો સ્વાદ માણતા હોય છે, પરંતુ ભર શિયાળા કેરીનો સ્વાદ માણવા મળે તો કેટલાક કેરીના શોખીનો કોઈ પણ ભાવે ખરીદે છે તેવું પણ વેપારીઓએ જણાવ્યું હતું.
પોરબંદર
પોરબંદરના રાજકારણી વિરૂધ્ધ 20 લાખની છેતરપિંડીની ફરિયાદ

પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના ભૂતપૂર્વ અંગત મદદનીશ અને પ્રતિષ્ઠિત નામના ધરાવતા સમાજસેવક અને રાજકારણી લાખણશી ગોરાણીયા વિરુદ્ધ જિલ્લા પોરબંદર જિલ્લા પોલીસ વડાને ફરિયાદ અરજી કરવામાં આવી છે. તેમને ઉછીના અપાયેલા 20 લાખ રુપિયા હજુ પરત ન કરતાં હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના રહેવાસી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના ભૂતપૂર્વ અંગત મદદનીશ અને પ્રતિષ્ઠિત નામના ધરાવતા સમાજસેવક અને રાજકારણી લાખણશી લીલાભાઈ ગોરાણીયા વિરુદ્ધ દિનસુધાબેન પ્રભુદાસ ઠકરાર દ્વારા પોરબંદર જિલ્લા પોલીસ વડાને ફરિયાદ અરજી કરવામાં આવી છે. જેમાં લાખણશી ગોરાણીયાએ વર્ષો પહેલાં 20 લાખ રુપિયા ઉછીના લઇ હજુ સુધી પરત ન કરવાની રજૂઆત કરવામાં આવી છે.
લાખણશી ગોરાણીયા સમાજસેવક ફરિયાદની વિગતો જોઇએ તો ફરિયાદી દિનસુધાબેન ઠકરારે કરેલી અરજીમાં જણાવાયું છે કે વર્ષો પહેલા તેમના પતિ પાસેથી ઉછીના લીધેલ 20 લાખ રૂૂપિયા પરત આપવામાં આવ્યાં નથી. પોરબંદરમાં લાખણશી લીલાભાઈ ગોરાણીયા સમાજસેવક હોવા સાથે રાજકારણમાં પણ છે. તેઓ જેસીઆઈ સંસ્થાના સ્થાપક પ્રમુખ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના હાલના પ્રમુખ પણ છે.
2014માં આપ્યાં 20 લાખ પોરબંદરના બિરલા હોલ રોડ પર આવેલ દીપપ્રભુ બંગલામાં રહેતા દિનસુધાબેન ઠકરારે આજે પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાને ઉલ્લેખીને એક ફરિયાદ અરજી આપેલી છે. જેમાં જણાવ્યું છે કે દિનસુધાબેનના સ્વર્ગસ્થ પતિએ તારીખ 4 /7 /2014 ના રોજ ચાર લાખ રૂૂપિયા અને છ લાખ રૂૂપિયાની રકમ લાખણશી ગોરાણીયાને હાથ ઉછીના પેટે આપેલ હતી. ત્યારબાદ એ જ રોજ તારીખ 4/ 7/ 2014 ના રોજ બીજા ચાર લાખ અને છ લાખની રકમ હાથ ઉછીના પેટે આપી હતી એટલે કુલ 20 લાખ હાથ ઉછીના પેટે લાખણશી ગોરાણીયાને આપેલા હતાં. ત્યારબાદ વર્ષ 2016માં પ્રભુદાસ જગજીવનદાસ ઠકરારનું નિધન થઈ ગયું હતું.
દિનસુધાબેનને નાણાંની જરુર પડી પતિના નિધન બાદ દિનસુધાબેનને રૂૂપિયાની જરૂૂર પડતા તેમણે લાખણશી ગોરાણીયા પાસેથી અનેકવાર રકમ પરત મેળવવા માંગણીઓ કરી હતી. પરંતુ હાલ 27 /11/ 2023 સુધી 20 લાખ રુપિયા પરત આપવામાં આવેલા નથી. જેથી આજે પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાને રૂૂપિયા પરત અપાવવા માટે ફરિયાદ અરજી કરેલ છે. તેમણે બિડાણમાં 20 લાખના વ્યવહારની બેન્ક ડિટેલ પણ શામેલ કરી છે.
લાખણશી ગોરાણિયાની પ્રતિક્રિયા જ્યારે તેમની સામે કરવામાં આવેલી 20 લાખ રુપિયા પરત ન આપવાની અરજી વિશે પૃચ્છા કરવામાં આવી ત્યાતે લાખણશી ગોરાણીયાએ ફરિયાદને સામાજિક પ્રતિષ્ઠા બગાડવા માટેનું ષડયંત્ર છે તેમ કહ્યું હતું. લાખણશી ગોરાણીયા સાથે ફોનથી સંપર્ક કરતા તેઓએ લગ્ન પ્રસંગે વ્યસ્ત હોવાથી કાલે મળશે તેમ જણાવ્યું હતું અને આ સમગ્ર બાબતમાં તેઓની સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠા બગાડવાનું એક ષડયંત્ર હોવાનો બચાવ કરેલો હતો.
પોરબંદર
પોરબંદરમાં બેફામ કારચાલકે પાંચને ઉલાળ્યા, મહિલા TRBનું મોત

પોરબંદર શહેરના કર્લી પુલ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં હાઈ સ્પીડે આવતી કારે ગંભીર અકસ્માત સર્જતા ત્રણ જેટલા મોટરસાયકલને હડફેટે લેતા કુલ ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે એકનું મોત નિપજ્યુ છે.
પોરબંદર શહેરના કર્લી પુલ પર રાત્રીના સમયે એક હોન્ડા સીટી કારએ ગંભીર અકસ્માત સર્જયો હતો.આ અકસ્માતમાં કારે ત્રણ જેટલા વાહન ચાલકોને હડફેટે લેતા કુલ પાંચ જેટલા વ્યકતિઓ ઈજાગ્રસ્ત થયા હતા.જે પૈકી કારે મોટરસાયકલોને ટક્કર મારતા બે લોકો પુલની નીચે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.પાણીમાં પડેલા બંને વ્યક્તિઓને પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ દ્રારા રેસ્કયુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.ત્યાર બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે શહેરની સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેમા સારવાર દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ અને ટીઆરબી તરીકે ફરજ બજાવતી શિવાની લાખાણી નામની યુવતીનુ મોત નિપજ્યું હતુ.
આ ઘટનાની જાણ થતા રસ્તા પરથી પસાર થતા રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા,જેને પગલે પુલ પર ભારે ટ્રાફીક સર્જાયો હતો.
અકસ્માત સર્જનાર હોન્ડા સીટી કાર ઘટના બાદ ફરાર થઈ ગયા હતા અને તેઓ કાર ચલાવતી સમયે પણ પીધેલા હોઇ અને ચાલુ કારે પાર્ટી કરતા હોવાનું અનુમાન છે. કમલાબાગ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે અને કારમાં કેટલા લોકો સવાર હતા અને તેઓ કોણ હતા તથા નશો કરેલી હાલતમા હતા કે કેમ તે સહિતની વિગતો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
અમદાવાદના ઈસ્કોન બ્રીજની ઘટનાની યાદ તાજી કરાવતી પોરબંદરની ઘટનામાં કાર ચાલક નશામાં હોવાની ચર્ચા ચાલી રહી છે. અકસ્માત બાદ કાર ચાલક કાર રેઢી મુકીને નાસી ગયો હતો જ્યારે કારમાંથી વિદેશી દારૂ અને ગ્લાસ પણ મળી આવ્યા હોવાની લોક મુખે ચર્ચા ચાલી રહી છે. આ બનાવ બાદ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની ચક્રોગતિમાન કર્યા છે.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર1 month ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર