થારના ચાલકે ધરાર વચ્ચેથી ડીઝલ પૂરી દેવા ઝઘડો કરી આતંક મચાવ્યો ચાર સામે ફરિયાદ
હાલમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે ગોંડલ નજીક દરેડી કુંભાજી પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર લાંબી લાઈનમાં વચ્ચે થી ડીઝલ પુરાવા બાબતે ઝઘડો કરી થાર કારના ચાલકે આંતક મચાવી પંપના સંચાલક સાથે ઝગડો કરી મારામારી કર્યાની ઘટના સામે આવી છે. નિયમ મુજબ લાઈનમાં ઊભા રહેવાનું કહેતા ઉશ્કેરાયેલા થાર ગાડીના ચાલક અને તેના સાથીઓએ પંપ માલિક સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજકોટના વિનોદનગરમાં રહેતા જયરાજભાઈ ભરતભાઈ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં જીજે-34-એન-2606 નંબરની મહિન્દ્રા થાર ચાલક અને અન્ય ચાર શખ્સોના નામ આપ્યા છે પોલીસે તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 189(1), 115(2), 352, 351(2) મુજબ ગુનો નોંધ્યો હતો. જયરાજભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તારીખ 24/03/2026 ના રોજ રાત્રિના આશરે 10:45 વાગ્યાના સુમારે, સુલતાનપુરથી પૂર્વ દિશામાં 16 કિમી દૂર આવેલા ડેરડી કુંભાજી ગામે વાસાવડ રોડ પર સ્થિત ’નાયરા પેટ્રોલ પંપ’ પર આ બનાવ બન્યો હતો. પેટ્રોલ-ડીઝલની અછતની અફવાને કારણે લોકોની લાંબી લાઈનો લાગેલી હતી. આ દરમિયાન જીજે-34-એન-2606 નંબરની મહિન્દ્રા થાર લઈને આવેલા આરોપીઓએ લાઈનમાં ઊભા રહેવાને બદલે સીધું જ ડીઝલ આપવા દબાણ કર્યું હતું.
પંપના માલિકે તેમને લાઈનમાં આવવા વિનંતી કરતા, આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. આરોપીઓએ એકસંપ થઈ પંપ માલિક સાથે બોલાચાલી કરી, બિભત્સ ગાળો ભાંડી હતી અને ઝપાઝપી કરવાનો પ્રયાસ કર્યો હતો. આસપાસના લોકો એકઠા થઈ જતા આરોપીઓ ’જોઈ લેવાની’ ધમકી આપી પોતાની થાર ગાડી લઈને નાસી છૂટ્યા હતા.સુલતાનપુર પોલીસે આ મામલે જયરાજભાઈ ભરતભાઈ મકવાણા (રહે. વિનોદનગર, રાજકોટ) અને અન્ય ચાર શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) 2023 ની કલમ 189(1), 115(2), 352, 351(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
