ગુજરાત
હોસ્પિટલમાં ગેંગવોર પહેલાં એટીએસ ત્રાટકી, શસ્ત્રો સાથે બે ઝડપાયા
અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં આવેલા બોટાદના બે નામચીન શખ્સો પાસેથી બે પિસ્તલ અને છ કારતૂસ કબજે, કુખ્યાત કાળુ પઠાણની શોધખોળ
અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં બે ગેંગ વચ્ચે ગેંગવોર થાય તે પૂર્વે જ એટીએસની ટીમે બોટાદના બે શખ્સોને બે પિસ્તલ અને છ રાઉન્ડ સાથે ઝડપીલીધા હતાં. બોટાદના આ બન્ને શખ્સો હત્યનો બદલો લેવા માટે અમદાવાદ આવ્યા હતાં અને પોતાની વિરુદ્ધી ગેંગ ઉપરહુમલો કરે તે પૂર્વે જ એટીએસે આ બન્નેની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં બોટાદના કુખ્યાત ગેંગસ્ટરનું નામ પણ ખુલ્યું છે. જેની પોલીસ શોધખોળ કરી રહી છે. એટીએસે જો સમયસર દરોડો પાડ્યો ન હોત તો અમદાવાદમાં યુએન મહેતા હોસ્પિટલમાં જ બે ગેંગ વચ્ચે ગેંગવોરની ઘટના બની જાત.
ગુજરાત એટીએસના વડા સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ એટીએસની ટીમ સંગઠીત ગુનાઓ કરતી ગેંગ ઉપર વોચ રાખી રહી હોય તે દરમિયાન ગઈકાલે સાંજે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના પ્રવેશ અને આઉટગેઈટ વચ્ચે ફુટપાથ પાસે બે શખ્સો હથિયાર સાથે આવ્યા હોવાનું અને ગેંગવોર થવાની બાતમી મળતા એટીએસના ડીવાયએસપી વીરજીતસિંહ પરમાર તથા ટીમના પીઆઈ વાયજી ગુર્જર અને તેમના સ્ટાફે સાહીબાગ વિસ્તારમાં આવેલ યુએન મહેતા હોસ્પિટલના કમ્પાઉન્ડ પાસેથી બોટાદના જમઈ નગર મુસ્લિમ સોસાયટીમાં રહેતા મુનાફ અયુબ માકડ અને બોટાદના મહોમદ નગર મદની સોસાયટીમાં રહેતા તૌશિફ ભીખાભાઈ દાઉદભાઈ ખલ્યાણીની ધરપકડ કરી હતી. આ બન્ને પાસેથી દેશી બનાવટની પિસ્તલ અને 7.65 બોરના છ રાઉન્ડ જે લોડેડ મળી આવ્યા હતાં. આ બન્નેની ધરપકડ કરી વિશેષ પુછપરછ શરૂ કરતા આ બન્ને શખ્સો હત્યાનો બદલો લેવા માટે અમદાવાદ આવ્યા હોય અને સામેવાળા જૂથ ઉપર ફાયરીંગ કરી હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
આ બન્ને શખ્સોની પુછપરછમાં બોટાદના કે કુખ્યાત ગેંગસ્ટરનું નામ પણ ખુલ્યું છે. જેની પોલીસ શોધખોળ કરી રહી છે. યુએન મહેતા હોસ્પિટલમાં પ્રત્યક્ષદર્શીએ સમગ્ર ઘટના વિષે જણાવ્યું કે, એટીએસના અધિકારીઓ સાદા કપડામાં તૈનાત હતા અને કોઈ પણ જાતના હોબાળો કે દેકારો મચાવ્યા વગર હથિયાર સાથે આ બન્ને શખ્સોને ઝડપી પાડ્યા હતાં.. ધરપકડ બાદ એટીએસની ટીમે યુએન મહેતા હોસ્પિટલના સમગ્ર વિસ્તારમાં પણ ચેકીંગ કરી આ વિસ્તાર સુરક્ષીત હોવાની ખાતરી કરી ત્યાંથી ટીમ રવાના થઈ હતી. એટીએસની ટીમને ચોક્કસ બાતમી હતી કે, યુએન મહેતા હોસ્પિટલની બહાર અથવા અંદર બે ગેંગ વચ્ચે ગેંગવોર થવાની છે અને હથિયારો સાથે બે શખ્સો ત્યાં આવ્યાની ગુપ્ત માહિતીના આધારે હોસ્પિટલમાં એટીએસે આ ખાસ ઓપરેશન પાર પાડ્યું હતું.
મુનાફ પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા બોટાદથી અમદાવાદ આવ્યો’ તો
યુએન મહેતા હોસ્પિટલ પાસેથી લોડેડ બે પિસ્તલ સાથે પકડાયેલ બોટાદના મુનાફ અને તૌશીફ અમદાવાદ શા માટે આવ્યા તે બાબતે પુછપરછ કરતા જાણવા મળ્યું કે, પકડાયેલબન્ને શખ્સો કુખ્યાત ગુનેગાર છે. મુનાફ સામે હત્યાની કોશિષ સહિતના 8 ગુના જ્યારે તૌશીફ સામે પણ સાત ગુના નોંધાયેલા છે. બે વર્ષ પૂર્વે સિરાજ ડોન અને અફઝલ નામના શખ્સોએ મુનાફના ભાઈ મૌસીન માકડની ફાયરીંગ કરીને હત્યા કરી હતી. મૌસીન બાઈક ઉપર જતો હતો ત્યારે તેના પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. તે વખથે મુનાફ વચ્ચે પડતા તેને પણ છરી વાગી હતી. પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા માટે મુનાફ અમદાવાદ આવ્યો હતો અને શિરાજ એન અફઝલને મોતને ઘાટ ઉતારવાના પ્લાન સાથે મિત્ર તોસીફ સાથે આવેલા મુનાફ અને અફઝળ તથા સિરાજ ડોન વચ્ચે ગેંગવોર થાય તે પૂર્વેજ એટીએસે ઓપરેશન પાર પાડ્યુ હતું.