Connect with us

jamnagar

અરવિંદ એન્ડ કાું. શીપિંગ એજન્સી નેશનલ સ્ટોક એક્સચેન્જના ટોપ ટેનમાં: ગુજરાતમાં દ્વિતીય

Published

on

જામનગરની પ્રખ્યાત અરવિંદ એન્ડ કાું. શીપીંગ એજન્સી લિ.નો ઈસ્યુ રૃા. 14.74 કરોડનો હતો જેની સામે કંપનીને ખૂબ જ અદ્ભુત પ્રતિસાદ મળતા રૃા. પ300.80 કરોડ જેટલી માતબર રકમ સાથે 379 ગણો સમસ્કાઈબ થયેલ છે. આ સાથે જ નેનલ સ્ટોક એક્સચેન્જ પર એસએમઈ કેટેગરીમાં અત્યાર સુધીમાં આવેલા ઈસ્યુમાં રાષ્ટ્રીય કક્ષાએ ટોપ 10 અને ગુજરાતમાં બીજા નંબરનો સૌથી વધુ ભરાયેલ ઈસ્યુ બન્યો છે અને જામનગર માટે પણ ગૌરવરૃપ બન્યો છે.
જામનગરની અરવિંદ એન્ડ કાું. શીપીંગ એજન્સી લિ. જે શીપીંગ તથા હોટલ બિઝનેસ સાથે જોડાયેલ છે. ઉપરોક્ત કંપની આર્કેડિયા ગ્રુપની એક કંપની છે કે જેના ફાઉન્ડર અરવિંદભાઈ કાંતિલાલ શાહ કે જેઓ નામાંકીત બિઝનેસ ગ્રુપના ડાયરેક્ટર છે. આ કંપનીના પ્રમોટર તરીકે વીનિત અરવિંદભાઈ શાહ, શ્રીમતી પારૃલ અરવિંદ શાહ તથા ચિંતન અરવિંદ શાહ કે જેઓ ગ્રુપ કંપનીઓના બિઝનેસ સંભાળે છે અને કંપની દિવસે દિવસે પ્રગતિના શિખર શર કરે છે.
જામગર સ્થિત આ કંપની 1987 માં રચાઈ હતી. કંપની મુખ્યત્વે ચાર્ટરિંગ બિઝનેસમાં સંકળાયેલી છે. કંપનીની ચાર્ટરિંગ પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે કમર્શિયલ હેતુઓ માટે બાર્જીસ ચાર્ટરિંગ કરવાનો સમાવેશ થાય છે. તેની વ્યાપક બાર્જ ચાર્ટરિંગ સેવાઓમાં ગ્રાહકોની ચોક્કસ આવશ્યક્તાઓને પહોંચી વળવા માટે તૈયાર વિકલ્પોની શ્રેણીનો સમાવેશ થાય છે. આ સેગમેન્ટમાં અંતિમ ઉપભોક્તાઓ બાંધકામ કંપનીઓ છે, જેમને મોટે ભાગે ભારે ઉપકરણો, બાંધકામ સામગ્રીઓ અથવા કર્મચારીઓનું પાણીમાં સ્થિત બાંધકામ સાઈટ્સથી આવવા-જવા માટે પરિવહન કરવા બાર્જીસની આવશ્યક્તા રહે છે. બાર્જીસ બાંધકામ પ્રોજેક્ટોને ટેકો આપવા માટે રેતી, ગેવલ, સિમેન્ટ, સ્ટીલ અથવા મશીનરી જેવી સામગ્રીઓના પરિવહન માટે ઉપયોગ કરાઈ છે.
આ કંપનીએ હાલમાં જ ગુજરાતના જામનગર આસપાસમાં સ્થિત હોટેલ મિલેનિયમ પ્લાઝા અને હોટેલ 999 સાથે હોસ્પિટાલિટી વેપારમાં પણ પ્રવેશ કર્યો છે. હાલ, કંપની પ બાર્જીસ ધરાવે છે. કંપનીએ નાણાકીય વર્ષ ર0ર1 માં આર્કેડિયા સુમે બાર્જ, ર0રર માં કેબી-ર6 અને કેબી-3ર બાર્જ અને ર0ર3 માં આર્કેડિયા મિનિકા બાર્જ ખરીદીને બાર્જીસના ચાર્ટરિંગમાં સાહસ ખેડ્યું છે. ઉપરાંત, કંપનીએ ઈસ્યુની રકમમાંથી આર્કેડિયા પાર્શ્વ અને અનંતા નામે ર વધુ બાર્જીસ પ્રાપ્ત કરવાની યોજના બનાવી છે.
આ કંપનીએ રૃા. 14.74 કરોડ ભેગા કરવા શેર દીઠ રૃા. 4પ રૃા. 3પ ના પ્રિમિયમ સહિત) ની નિશ્ચિત કિંમતે પ્રત્યેક રૃા. 10 ના 3ર,76,000 ઈક્વિટી શેરોની તેની ઈનિશિયલ પબ્લિક ઓફર (આઈપીઓ) લાવી હતી. ઈશ્યુ 1ર ઓક્ટોબર ર0ર3 થી 16 ઓક્ટોબર ર0ર સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો. કંપનીના શેરો નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) અને તેના એસએમઈ ઈમર્જ મંચ પર લિસ્ટેડ થશે. ઈશ્યુની લીડ મેનેજર બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ છે અને સ્કાયલાઈન ફાઈનાન્શિયલ સર્વિસીસ પ્રા.લિ. ઈશ્યુની રજિસ્ટ્રાર છે જ્યારે એડવાઈઝર ટુ ધી ઈસ્યુ સી.એ. સર્વેશ ગોહિલ છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

jamnagar

હાલારમાં સતત પાંચમા દિવસે વીજચેકિંગ: રૂા. 27.15 લાખની વિજચોરી ઝડપાઈ

Published

on

By

  • કુલ વિજચોરીનો આંક બે કરોડ નજીક પહોંચ્યો

જામનગર પીજીવીસીએલ ની વર્તુળ કચેરી દ્વારા ગત સોમવાર થી હાલાર ના બન્ને જિલ્લાઓ માં વિજ ચેકિંગ શરૂૂ કરવામાં આવ્યું છે, જેમાં આજે પાંચમા દિવસે રૂૂ.27.15 લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી. આમ પાંચ દિવસ મા કુલ રૂૂ.199.13 લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી. અને વીજ ચોરીનો આંક બે કરોડ નજીક પહોંચ્યો છે.જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ગત સોમવાર થી વીજ ચેકિંગ કામગીરી શરૂૂ કરવામાં આવી હતી, આજે પાંચમા દિવસે 55 જેટલી ચેકિંગ ટુકડી ને દોડતી કરાવાઈ હતી. જેમા જામનગર કાલાવડ તાલુકા નાં ખરેડી,. ખંઢેરા, મેડી, જગા, નવાગામ, મોટી વાવડી, નીકાવા , બેડીયા, કાલાવડ માં વિજ ચેકીંગ ટુકડીને ઉતારવામાં આવી હતી, અને આજે સમગ્ર દિવસ દરમિયાન 557 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી 80 વિજ જોડાણ માં વિજ ચોરી થતી હોવાનું માલુમ પડયું હતું, અને તેઓને 27.15 લાખ ના પુરવણી બિલો ફટકારવા માં આવ્યા છે. આમ સતત પાંચ દિવસ મા કુલ રૂૂ. 199.13 લાખ ની વીજ ચોરી ઝડપી લેવામાં આવી છે.

Continue Reading

jamnagar

જામનગરમાં સિટી ‘બી’ ડિવિઝન પાસે તોતિંગ ઝાડ ધરાશાયી થતા દોડધામ

Published

on

By

જામનગરમાં સિટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે વહેલી સવારે એક મોટું ઝાડ ધરાશાયી થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઝાડની ડાળીઓ 11 કે.વી. વાલકેશ્વરી ફીડરના પોલ પર પડતા વાયરો તૂટવાથી વીજ પુરોઠો ખોરવાયો હતો, જો કે વહેલી સવારે સ્કૂલે જઈ રહેલી વિદ્યાર્થીનીઓનો આબાદ બચાવ થયો હતો. વીજ તંત્ર અને ફાયર વિભાગ દોડતું થયું હતું.

જામનગરમાં સિટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આજે વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં એક મોટું ઝાડ મૂળમાંથી ઉખડીને ધરાશાયી થયું હતું, અને માર્ગ પર પડ્યું હતું. જે વેળાએ ત્યાંથી પસાર થઈ રહેલી અને સ્કૂલે જઈ રહેલી બે વિદ્યાર્થિનીઓનો આબાદ બચાવ થયો હતો. આ ઝાડની ડાળીઓ વાલકેશ્વરી નગરી વિસ્તારના વીજ ફીડરના પોલ પર પડતા વાયરો તૂટવાના કારણે આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો, અને વીજ તંત્ર તેમજ ફાયર વિભાગનું તંત્ર દોડતું થયું હતું.આ બનાવની વિગત એવી છે કે, જામનગરમા સિટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન અને એસ.પી. કચેરીની સામેના ભાગમાં મેઈન રોડ પર એક મોટું ઝાડ તૂટીને માર્ગ પર પડ્યું હતું. આ વેળાએ ત્યાંથી ટુ-વ્હીલર પર શાળાએ જઈ રહેલી વિદ્યાર્થિનીઓ સહેજમાં રહી ગઈ હતી, અને સદ્ભાગ્ય તેણીનો બચાવ થયો હતો.

આ બનાવ અંગે ફાયરબ્રિગેડ શાખાને જાણ કરાતા ફાયર શાખાની ટૂકડી તાબડતોબ ઘટના સ્થળે જોડી ગઈ હતી અને માર્ગ પર પડેલા ઝાડની ડાળીઓને કરવતથી કાપી નાખી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. આ ઉપરાંત ઝાડની ડાળી પાસે જ આવેલા વાલ્કેશ્વરી નગરીના ઈલેવન કે.વી. વીજ ફીડરના પોલ પર પડવાના કારણે વીજ વાયરો તૂટ્યા હતાં. આ કારણે ભારે દોડધામ થઈ હતી, અને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. જેની જાણકારી મળતા સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના નાયબ ઈજનેર અજય પરમાર તથા એચ.ટી. વિભાગના ડી.ડી. મારૂૂની રાહબરી હેઠળની વીજ ટૂકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સૌ પ્રથમ વીજ પુરવઠો બંધ કરાવ્યા પછી તૂટી ગયેલા વીજ વાયર અને વીજપોલ વગેરેની સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી અને વીજ પુરવઠો પૂર્વવત બનાવ્યો હતો.

Continue Reading

jamnagar

જામનગરના 1404 આવાસોનો કોમર્સિયલ ગેરઉપયોગ ધ્યાને આવતા 14 દુકાનોને તાળાં

Published

on

By

જામનગરમાં જર્જરિત હાલતમાં રહેલ 1404 આવાસ યોજનાની ઈમારતના કોમર્શિયલ ઉપયોગ થતો હોવાનું ધ્યાનમાં આવતા આજે 14 દુકાનોને જામનગર મહાનગરપાલિકા દ્વારા લોક મારી બંધ કરાવાઈ હતી. જામનગરના અંધાશ્રમ પાસેની 1404 આવાસ યોજનાના મકાનો જર્જરિત હાલતમાં છે. આથી તેને ખાલી કરવાની મહાનગરપાલિકા દ્વારા અગાઉ સૂચના આપવામાં આવી હતી. આ ઈમારતમાં હજુ પણ અનેક લોકો વસવાટ કરી રહ્યા છે તેમજ અમૂક લોકો રહેણાંક મકાનનો કોમર્શિયલ ઉપયોગ કરતા હોવાનું તંત્રને ધ્યાનમાં આવ્યું હતું. આથી આજે સવારે જામનગર મહાનગરપાલિકાની સ્લમ શાખાના અધિકારી અશોક જોષીની આગેવાનીમાં સિક્યોરીટી અને એસ્ટેટ શાખાના સુનિલ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલા, તથા અનવર ગજણ વગેરેની ટીમ 1404 આવાસમાં પહોંચી હતી અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને તમામ 14 દુકાનોને લોક મારી વપરાશ બંધ કરાવાયો હતો. હવે મહાનગર પાલિકાની ટીમની હાજરીમાં તેઓ દુકાન ખાલી કરી આપશે. આ કામગીરી મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ નાયબ કમિશનર વાય.ડી. ગોહિલની સૂચના મુજબ કરવામાં આવી હતી.

Continue Reading

Trending