કલાકારો જ નિયમો તોડે તો સામાન્ય લોકો પર અસર પડે
બનાસકાંઠાના જાબડીયા ગામે મળેલી ઠાકોર સમાજની ભવ્ય મહાસભામાં સામાજિક શિસ્ત અને એકતા જાળવવા માટે એક અત્યંત કડક અને દાખલારૂૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજ દ્વારા તાજેતરમાં ઘડાયેલા 16 મુદ્દાના સામાજિક બંધારણનું ઉલ્લંઘન કરવા બદલ જાણીતા લોકગાયકો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજમાંથી બહિષ્કૃત (નાત બહાર) કરવામાં આવ્યા છે.
આ સમગ્ર વિવાદની શરૂૂઆત થોડા દિવસો પહેલા થઈ હતી, જ્યારે જાબડીયા ગામે ગબ્બર અને અર્જુન ઠાકોરના કાકાના દીકરા મેરૂૂજી ઠાકોરના લગ્ન યોજાયા હતા. આ લગ્ન પ્રસંગમાં સમાજના નવા બંધારણમાં પ્રતિબંધિત હોવા છતાં લાઈવ ડીજે સાથે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ સમાજના અગ્રણીઓ અને યુવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સમાજમાં એવી ચર્ચા શરૂૂ થઈ હતી કે જો લોકપ્રિય કલાકારો જ નિયમો તોડશે, તો સામાન્ય જનતા પર તેની શું અસર પડશે?
આ બાદ નિર્ણય લેવાયો હતો કે, ગબ્બર અને અર્જુન ઠાકોરને એક વર્ષ સુધી કોઈપણ સામાજિક, આર્થિક કે ધંધાકીય વ્યવહારમાં સામેલ કરવામાં આવશે નહીં. જે કોઈ વ્યક્તિ આ બંને કલાકારોને મદદ કે સહકાર આપશે, તેને પણ સમાજદ્રોહી ગણી તેની સામે પણ કડક કાર્યવાહી કરાશે. ડિજિટલ બહિષ્કાર: સમાજના તમામ સભ્યોને આ બંને કલાકારોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ’અનફોલો’ કરવા અપીલ કરવામાં આવશે.

