Connect with us

rajkot

શહેરના છ પ્રવેશદ્વારો પર બનશે કલાત્મક ગેટ

Published

on

રાજકોટમાં એન્ટર થાય એટલે અંડરબ્રિજ અથવા ઓવરબ્રિજથી સ્વાગત થાય છે તેવી જ રીતે પ્રવેશદ્વાર સ્થળે ન્યૂસન્સ પણ વધુ હોવાથી ગેટ બનાવી તમામ સમસ્યા દૂર કરાશે

રાજકોટ શહેરને રળિયામણું બનાવવાવ માટે મહાનગરપાલિકા દ્વારા અનેકવીધ કામગીરી કરવામા આવી રહી છે. પરંતુ શહેરમાં પ્રવેશતી વખતે તે સ્થળની સ્થિતિ જોઈને સંકોચ થાય છે કારણ કે, રાજકોટ શહેરમાં પ્રવેશના મુખ્ય છ માર્ગો ઉપર કચરા તેમજ ન્યુસન્સનું સામ્રાજ્ય ફેલાયેલું હોવાથી શહેરની અંદર તૈયાર થયેલ રોડ રસ્તાઓ બગીચાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચ પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું હોવાથી હવે શહેરમાં પ્રવેશવાના છ મુખ્યમાર્ગો ઉપર કલાત્મક ગેઈટ બનાવવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. તેવી જ રીતે ઉપરોક્ત છ સ્થળો ઉપર દરરોજ સાફસફાઈ કરી અને ન્યુસન્સ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવેલ કે, રાજકોટ શહેરમાં પ્રવેશતી વખતે મોટેભાગે બોગદામાંથી પસાર થવું પડે છે. એટલે કે, દરેક પ્રવેશ દદ્વાર ઉપર ઓવરબ્રીજ અથવા અંડરબ્રીજ બનાવવામાં આવ્યો છે. જેથી રાજકોટની રોનક ઝાખીપડતી હોય તેવું લાગી રહ્યું છે.

પ્રવેશવાના દ્વાર પહેલા એક કિલો મીટર સુધી સાફસુથરા રોડ હોવા જોઈએ તેમજ કલાત્મક ગેઈટ પણ બનાવવો જોઈએ જેથી કરીને બહારથી આવતા મુસાફરો તેમજ શહેરીજનોને પણ પ્રવેશ દ્વાર પહેલા એવું લાગવું જોઈએ કે હવે રાજકોટ આવી ગયું છે. અગાઉ ગ્રીનલેન્ડ ચોકડી પાસે પ્રવેશ દદ્વાર બનાવવામાં આવેલ જે વાવાઝોડામાં ધરાશાયી થઈ ગયેલ તેવી જ રીતે ગોંડલ રોડ ઉપર એક સંપ્રદાય દ્વારા અગાઉ કલાત્મક પ્રવેશ દ્વાર બનાવવામાં આવેલ જે કામ આજ સુધી આગળ વધી શક્યું નથી. કોર્પોરેશન દ્વારા બ્યુટીફીકેશન પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે. તમામ સર્કલોનું બીટીફીકેશન તેમજ મુખ્યમાર્ગો ઉપર ડિવાઈડર સહિતના કામો હાલ પૂર્ણ થઈ ગયેલ છે. પરંતુ શહેરમાં પ્રવેશતી વખતે શંકોચ થાય તે ચલાવી શકાય નહીં તે આથી ટુંક સમયમાં રાજકોટમાં પ્રવેશતા છ મુખ્ય રોડ ઉપર કલાત્મક પ્રવેશ દ્વાર બનાવવા અંગે નિર્ણય લેવામાં આવશે.

કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં પ્રવેશતા પહેલા એક કિલો મીટર પહેલા પ્રવેશ દ્વાર બનાવવામાં આવે પરંતુ મોટાભાગના રોડની માલીકી નેશનલ હાઈવે ઓથોરીટી અને સ્ટેટ હાઈવે ઓથોરીટી પાસે હોવાથી તેમની સાથે આગામી દિવસોમાં મીટીંગ યોજીપ્રવેશ દ્વાર અંગે ચર્ચા કરવામા આવશે. તેવી જ રીતે મોટાભાગનો વિસ્તાર ગ્રામ પંચાયત હસ્તક આવતો હોય તેમના દ્વારા સફાઈ કામગીરીમાં જોઈએ તેવું કામ થતું ન હોવાથી મહાનગરપાલિકા પોતાના ખર્ચે રોડની સફાઈ હાથ ધરશે. અને ગેઈટ માટે પ્રવેશ દ્વારના રોડ ઉપર આવતા દબાણો તેમજ ન્યુસન્સ દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરશે.

rajkot

રૂપાલા વિવાદમાં હવે મોદીએ મામલો લીધો હાથમાં

Published

on

By

  • ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે ચર્ચા બાદ ચૈત્રી નવરાત્રીમાં કરશે આખરી નિર્ણય

રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા શરૂ થયેલી રાજયવ્યાપી આંદોલન સામે ભાજપ દ્વારા ડેમેજ ક્ધટ્રોલ શરૂ કરાયું છે અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે બેઠક યોજી કોઇ રસ્તો કાઢવા માટે ભાજપના ક્ષત્રિય નેતાઓને જવાબદારી સોંપવામાં આપી છે.

ગઇકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવાસે ક્ષત્રિય નેતાઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, આઇ.કે.જાડેજા, મહેન્દ્રસિંહ સરવૈયા, હકુભા જાડેજા, જયરાજસિંહ પરમાર, કિરીટસિંહ જાડેજા, બળવંતસિંહ રાજપૂત વિગેરેની બેઠક બોલાવી ક્ષત્રિય સમાજની આંદોલન સમિતિ સાથે સંકલન સાધવા અને રૂપાલા વિરોધી આંદોલન કઇ રીતે સમેટાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત અમુક ક્ષત્રિય નેતાઓને વડાપ્રધાન મોદીએ દિલ્હી બોલાવી આ મુદ્દે ચર્ચા કરી હોવાનું પણ મનાય છે. સુત્રોનુ માનીએ તો હવે આ મામલો ખુદ વડાપ્રધાને હાથમાં લીધો છે. ભૂપેન્દ્રસિંહ અને પ્રદીપસિંહ સાથે ચર્ચા બાદ આવતી કાલથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીમાં ખૂદ વડાપ્રધાન કોઇ નિર્ણય લઇ શકે છે.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂૂપાલાને પડતાં મૂકવાની માંગણી સાથે ક્ષત્રિય સમાજનો રોષ હવે રાજ્યવ્યાપી બની ગયો છે અને હજુ પણ આ મુદ્દે કોઇ નિર્ણયાક દરમિયાનગીરી નહીં થાય તો ક્રમશ: આ રોષ દેશના અન્ય રાજ્યોમાં પ્રસરી જાય એવી આશંકા સેવાઇ રહી છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા જ કોઇ સમાધાનકારી માર્ગ લેવાય એવી પ્રબળ શક્યતા છે. મંગળવારે ચૈત્ર મહિનાની નવરાત્રીનો આરંભ થઇ રહ્યો છે અને મા ભવાની, જગદંબામાં આસ્થા ધરાવતા વડાપ્રધાન મોદી ચૈત્ર મહિનાની નવરાત્રીમાં પણ નક્કોરડા ઉપવાસ કરતા હોય છે. ક્ષત્રિયો પણ મા ભવાનીના પૂજકો રહ્યા છે ત્યારે આ મામલે કેવો ઉકેલ આવે છે એ જોવાનુ રહેશે.

ગુજરાત બહાર પહોંચ્યો વિવાદ, યુ.પી.માં ક્ષત્રિય સંમેલન યોજાયું
રૂપાલા વિવાદમાં ગુજરાત બહાર ઉત્તરપ્રદેશના સહારનપુર જનપદના નાનૌતામાં આયોજિત કરાયેલા ક્ષત્રિય મહાકુંભમાં કેટલાક રાજ્યોના લોકો પહોંચ્યા હતા. આયોજકોના અનુસાર, મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ભાજપને હરાવવા માટે એકજુટ થવાનું આહ્વાન કરાયું હતું. લોકસભા ચૂંટણી વચ્ચે ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપ વિરૂૂદ્ધ મોરચો ખોલ્યો અને કેટલાક આરોપ લગાવ્યા. રાજપૂત સમાજના સંગઠનોના પદાધિકારીઓએ કહ્યું કે, જે ભાજપને હરાવશે, ક્ષત્રિય સમાજ તેને જ મત આપશે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે ક્ષત્રિય સમાજની અવગણના કરી છે. ક્ષત્રિય સમાજના નેતાને લોકસભા ચૂંટણીમાં ટિકિટ નથી આપવામાં આવી. તેની સાથે જ સંગઠનમાં પણ સમાજની અવગણના કરાઈ રહી છે. જેને લઈને સમાજમાં ભાજપ વિરૂૂદ્ધ નારાજગી છે, જે શરૂૂ રહેશે. તેનું નુકસાન ભાજપને ચૂંટણીમાં ભોગવવું પડશે. નાનૌતામાં આયોજિત ક્ષત્રિય મહાકુંભમાં સામેલ થવા માટે સરધનાથી ઠાકુર ચૌબીસીના ગામલોકો બસોમાં સવાર થઈને પહોંચશે. ભાજપના વિરોધમાં રાજપૂત સમાજના લોકો સતત પંચાયત કરી રહ્યા છે. ત્યારે, આગામી 16 એપ્રિલે સરધના વિધાનસભાના ગામ ખેડામાં પણ ક્ષત્રિય સ્વાભિમાન મહાપંચાયતનું આયોજન કરાશે.

Continue Reading

rajkot

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે ભવાડા યુનિવર્સિટી? GCAS પોર્ટલમાં છબરડાનો સિલસિલો જારી

Published

on

By

  • કુલપતિ અને કુલસચિવ સામે શિક્ષાત્મક પગલાં ભરવા રોહિતસિંહ રાજપૂતની માગણી

 

રાજ્ય સરકારના કોમન પ્રવેશ પોર્ટલમાં ગોટાળાની હારમાળા સર્ઝતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ભવાડા યુનિવર્સિટીનું બિરૂદ આપી આ માટે જવાબદાર કુલપતિ અને કુલસચિવ સામે પગલા ભરવા ગુજરાત કોંગ્રેસના પ્રવકતા અને વિદ્યાર્થી અગ્રણી રોહિતસિંહ રાજપુતે માંગણી કરી છે. આ અંગેની યાદીમાં જણાવાયું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકારના કોમન પ્રવેશ પોર્ટલમાં ગોટાળા કરવામાં કઈ બાકી રાખ્યું નથી. પેહલા જોડાણ રદ કરેલી નેશનલ કોલેજ ફોર ઇન્ટિરિયર ડિઝાઈનનું નામ ખોટી રીતે પોર્ટલમાં અપલોડ કરાયુ. પછી બી.એડ. ના કોલેજોમાં વિષયો મુકવામાં આવ્યા નહિં, પરીણામે વિદ્યાર્થીઓ કંઈ કોલેજમાં કયા વિષય ચાલે છે તે જાણી શકતા ન હતા.

કકખ કોલેજોના જોડાણ માટે રાજ્ય સરકારનું માર્ગદર્શન માગ્યું હોવા છતાં પોર્ટલમાં વિગતો અપલોડ કરી. ચોથા ભવાડામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પીએચ.ડી. ના વિષયોની અને જગ્યાની માહિતી પોર્ટલ પર મુકવામાં આવી ન હતી. ગુજરાતની સૌરાષ્ટ્ર સીવાયની બધી યુનિવર્સિટીઓએ આ વિગત પોર્ટલ પર મૂકી છે. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગયા વર્ષે શરૂૂ થયેલ માસ્ટર ઇન પબ્લિક હેલ્થની કોલેજોની અને અભ્યાસક્રમની વિગતો પોર્ટલ પર અપલોડ કરી નથી. શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા નિષ્ફળતા પૂર્વક ચાલતા તંત્રને જોઇ રહ્યા છે. સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણની વાતો કરે છે અને ગુણવત્તા વગરના લોકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચલાવી રહ્યા છે. ત્યારે સરકારે નીલાંબરી દવે અને રમેશ પરમાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ. તેવી અંતમાં માંગણી કરવામાં આવી છે.

Continue Reading

rajkot

અંબિકા ટાઉનશિપમાં જુગાર રમતા 19 ઝડપાયા, અનેક નાસી છૂટયા

Published

on

By

  • બે દિવસ હોળીનો ઢગલી જુગાર રમ્યા, ત્રીજા દિવસે તીનપત્તિ ચાલુ કરી ને ચોથા દિવસે પોલીસ ત્રાટકી; બે કાર- રોકડ કબજે

હોળીનો તહેવાર નજીક આવતાં જ ઢગલીનો જુગાર ચાલુ થઈ ગયો હોય દરમિયાન પોલીસે અંબીકા ટાઉનશીપમાં દરોડો પાડી જુગાર રમતા 19 શખ્સોને ઝડપી પાડયા હતાં. જ્યારે દરોડા દરમિયાન દોડધામ મચી જતાં અનેક લોકો નાસી છુટયા હતાં. અહિં ચાર દિવસથી જુગારધામ ચાલતું હતું પ્રથમ બે દિવસ હોળીનો ઢગલી જુગાર રમ્યા બાદ ત્રીજા દિવસે તિનપતિનો જુગાર ચાલ્યો કર્યો અને ચોથા દિવસે પોલીસે ત્રાટકી જુગારીઓને ઝડપી લીધા હતાં. પોલીસે પટમાંથી રૂા.1.97 લાખની રોકડ અને બે કાર મળી કુલ રૂા.21.32 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, તાલુકા પોલીસ મથકના પીઆઈ ડી.એમ.હરિપરાની સુચનાથી પીએસઆઈ પી.બી.ત્રાજીયા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ઝાલા, કૌશેન્દ્રસિંહ ઝાલા, જીલુભાઈ, મયુરસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતોં. દરમિયાન મવડી વિસ્તારમાં આવેલા અંબીકા ટાઉનશીપમાં તિરૂપતિ કોમ્પલેક્ષ નીચે બાલાજી પાન નામની દુકાન આગળ પતરા નીચે જાહેરમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને દરોડો પાડયો હતો. જેમાં જુગાર રમતા જસ્મીન ઉર્ફે કાળુ નટવરલાલ સામાણી (રહે.રામધણ પાછળ રંગોળી બંગ્લોઝ મુળ ભાયાવદર), હિમાંશુ ધીરજલાલ ઉંજીયા (રહે.અંબીકા ટાઉનશીપ જીવરાજ પાર્ક મુળ રહે. પ્રેમગઢ તા.જેતપુર), જય ચીમનભાઈ બરોચીયા (રહે.ઈસ્કોન હાઈટસ અંબીકા ટાઉનશીપ મુળ, ભાયાવદર), અર્પણ નટવરલાલ વાછાણી (રહે. અંબીકા ટાઉનશીપ મુળ ભોળા ગામ તા.ધોરાજી), પ્રિયંક ચંદુભાઈ સાઈજા (રહે.150 ફુટ રીંગ રોડ, કોસ્મોપ્લેક્ષ એપાર્ટમેન્ટ મુળ, ઢોકળીયા તા.પડધરી), રાજ કિશોરભાઈ ખાંટ (રહે. શ્યામલ ઉપવન પાછળ અક્ષર પરીસર મુ.જામજોધપુર), જયવીન મહેન્દ્રભાઈ ચોવટીયા (રહે.સત્યસાંઈ હોસ્પિટલ રોડ), વિવેક વિઠ્ઠલભાઈ વડારીયા (રહે.જલજીત સોસાયટી, મુળ કેશોદ), મીથુન નરશીભાઈ મેંદપરા (રહે.વ્રજવાટીકા જીવરાજ પાર્ક મુળ કેશોદ), રવિ હસમુખભાઈ દેલવાડીયા (રહે. પાટીદાર ચોક, મુળ જામજોધપુર), નિકુંજ રસિકભાઈ સાપરીયા (રહે.સાધુ વાસવાણી રોડ મુળ જામજોધપુર), યશ સંજયભાઈ ભાલાણી (રહે.ગોપી હાઈટસ અંબીકા ટાઉનશીપ મુળ જામજોધપુર), રવિ અરવિંદભાઈ ટીલવા (રહે.ઈસ્કોન હાઈટસ અંબીકા ટાઉનશીપ, મુળ શેઠ વડાળા, તા.જામજોધપુર), મિલન મનોજભાઈ કતીરા (રહે.ભક્તિનગર સર્કલ પાસે યુગધર્મ એપાર્ટમેન્ટ), ભગીરથ રમેશભાઈ વામજા (રહે.ફોનીકસ એપાર્ટમેન્ટ મુળ વંથલી), રાજ પ્રફુલભાઈ મિરાણી (રહે.આર.એમ.સી.કવાર્ટર), મિલીંદ મુળજીભાઈ પનારા (રહે.નાનામવા રોડ મુળ વંથલી), રાજ જીતેન્દ્રભાઈ ભેંસદડીયા (રહે.સિટી ક્લાસીક અંબીકા ટાઉનશીપ મુળ મેંદરડા) અને વિશાલ ગીરધરભાઈ ભાલાણી (રહે.ઋષભ એપાર્ટમેન્ટ બીગ બજાર પાસે મુળ સુપેણી તા.ધોરાજી)ને ઝડપી લીધા હતાં.

પ્રાથમિક તપાસમા આરોપી જસ્મીન ઉર્ફે કાળુ સામાણી અન્ય જુગારીઓને ભેગા કરી જાહેરમાં પતરા નીચે જુગાર રમાડતો હોવાનું ખુલવા પામ્યું છે. પોલીસે પટમાંથી રૂા.2,07,400ની રોકડની રોકડ અને ફોર્ચ્યુનર અને સ્વીફટ કાર મળી કુલ રૂા.21,32,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે દરોડો પાડતાં ત્યાં ચાલતા જુગારધામમાં અનેક લોકોનું ટોળુ એકઠુ હોય જેમાં નાસભાગ મચી જવા પામી હતી. જેથી દરોડા દરમિયાન અનેક શખ્સો નાસી છુટયા હતાં. પોલીસના દરોડાને પગલે આસપાસના લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતાં.

પોલીસના જણાવ્યા મુજબ હોળીનો તહેવાર નજીક આવતો હોવાથી જુગારીઓ છેલ્લા ચાર દિવસથી જુગાર રમતાં હતાં. જેમાં પ્રથમ બે દિવસ હોળીનો ઢગલી જુગાર ચાલુ કર્યો હતો જેમાં સિક્કા અને બાકસ વડે જુગાર રમતા હતાં ત્યારબાદ ત્રીજા દિવસે તિનપતિનો જુગાર ચાલુ કર્યો હતો અને ચોથા દિવસે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગારીઓને ઝડપી લીધા હતાં. તાલુકા પોલીસે ઝડપાયેલા શખ્સોની પુછપરછ હાથ ધરી નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

Continue Reading

Trending