Connect with us

પોરબંદર

સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન

Published

on

ભાણવડ મુકામે ભગીરથ જન કલ્યાણ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત ભરમાં વસતા ભગીરથ રાજાના વંશજો જે હાલ ભારતના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી જ્ઞાતિઓ તરીકે વસવાટ કરી રહ્યા છે અને આ વિશાળ સમાજની વસ્તી અંદાજે 20 કરોડ જેટલી થાય છે. આ તમામ ભગીરથ વંશજો એકબીજા સાથે પરિચય મેળવે અને સમાજમાં એકતા સ્થપાય તેવા ઉમદા હેતુથી હરિદ્વારથી સોમનાથ જવા નીકળેલી આ ભગીરથ જન કલ્યાણ યાત્રા ગઈકાલે બુધવારે ભાણવડ મુકામે પહોંચી હતી.
બુધવારે બપોરે ભાણવડની રવિરાજ હોટલ ખાતેથી નીકળેલી આ વિશાળ શોભાયાત્રા રણજીતપરા વિસ્તારમાં થઈને સગર સમાજ સુધી યોજાઈ હતી. સગર સમાજ ખાતે પહોંચીને આ રેલી જાહેરસભામાં ફેરવાઈ હતી.
ભાણવડ તથા આસપાસના વિસ્તારોમાંથી આશરે 700 જેટલા નોંધપાત્ર સંખ્યામાં સગર સમાજના ભાઈઓ તથા બહેનો આ રેલી- સભામાં જોડાયા હતા. આ સભાને આણંદભાઈ કરથીયા તથા ભગીરથ જન કલ્યાણ યાત્રાના રાષ્ટ્રીય સંયોજક હરિશ્ચંદ્ર મહંતો દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

મનસુખ માંડવિયા પાસે 5,84,80,809ની સ્થાવર-જંગમ મિલકત, એક પણ વાહન નથી

Published

on

By

પોરબંદર લોકસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવારે ગઈકાલે ફોર્મ ભર્યું હતું. જેમાં તેઓએ પોતાની આવક અને સંપતિ જાહેર કરી છે. મનસુખ માંડવિયાએ કરોડપતિ હોવાનું સોંદગનામામાં જણાવ્યું છે.

પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણીના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાએ ચૂંટણી ફોર્મ સાથે રજુ કરેલા એફિડેવિટમાં પોતાની સ્થાવર તથા જંગમ મિલ્કત જાહેર કરી છે તે મુજબ તેમના હાથ પર 86,500 રૂૂપિયાની રોકડ છે.

આ ઉપરાંત SBI ની ગાંધીનગર,દિલ્હી અને પોરબંદર બ્રાંચ અને પાલીતાણાની ગ્રામીણ બેંકમાં પણ તેઓ એકાઉન્ટ ધરાવે છે. તેઓ નેશનલ સેવિંગ્સ સ્કીમ,મ્યુચ્યુલ ફંડ વગેરેમાં પણ રોકાણ કર્યું છે. 3,69,513,ના મુલ્યની લાઈફ પોલીસી ધરાવે છે અને સીતારામ ટ્રેડીંગ કુમાં 15,02,027ના મુલ્યની 33 ટકા ભાગીદારી ધરાવે છે.

તેઓ એક પણ વાહન ધરાવતા નથી અને 5,96,800ની કીમતનું 100 ગ્રામ સોનું જ્યારે પત્ની ગીતાબેન પાસે પણ 29,84,000ના મુલ્યનું 500 ગ્રામ સોનું છે. એ સિવાય તેઓ વતન હણોલ, ભાવનગરના જાસેર વડીયા, પાલીતાણામાં ખેતીની જમીન ધરાવે છે. પાલીતાણા GIDCમાં પ્લોટ, ત્યાંના સરદાર શોપિંગ સેન્ટરમાં દુકાન, સીતારામ કોમ્પ્લેક્ષમાં 33 ટકા હિસ્સો, ગાંધીનગર, હણોલ વગેરે ગામોમાં પ્લોટ અને મકાન સહીત કુલ 4, 19, 35, 300ની સ્થાવર મિલકત અને 1,65,45,509ની જંગમ મિલ્કત ધરાવે છે અને પોતાના પર એક પણ ગુન્હો નોંધાયો ન હોવાનું પણ સોગંદનામાંમાં જણાવ્યું છે.

Continue Reading

ગુજરાત

પોરબંદર લોકસભામાં ડો.માંડવિયા અને ધારાસભામાં મોઢવાડિયાની ઉમેદવારી

Published

on

By

પોરબંદર લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડો. મનસુખભાઈ માંડવીયા અને પોરબંદર વિધાનસભામાં પેટા ચુંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેદવાર પત્ર ભર્યુ હતું. આ નિમિત્તે આયોજીત ’વિજય વિશ્વાસ સભા’ અને ’નામાંકન રેલી’માં મોટી સંખ્યામાં આગેવાનો, કાયકર્તાઓ અને હજારોની સંખ્યામાં પોરબંદરના લોકો ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત જનતાએ ડો. મનસુખભાઈ માંડવીયા અને અર્જુનભાઈ મોઢવાડિયાને વિજયના આશીર્વાદ આપી અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પૂર્વ મંત્રી અને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, ભારતીય જનતા પાર્ટી,મહિલા મોરચા ના પ્રદેશ પ્રમુખ શ્રીમતી દિપીકાબેન સરવૈયા, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ, પોરબંદર લોકસભા બેઠકના પ્રભારીશ્રી પ્રદીપ ખીમાણી સહિતના આગેવાનો, સાધુ સંતો અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જંગી મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીના બન્ને ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી.

Continue Reading

ગુજરાત

ડો. નીતીન લાલ દ્વારા ગર્ભાશયની કોથળી કઢાવવાના ઓપરેશન કરી અપાશે નિઃશુલ્ક

Published

on

By

મુળ પોરબંદરના જાણીતા સેવાભાવી તબીબ દંપતિ ડો. નીતીન લાલ અને ડો. રીના લાલ છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ સ્થાયી છે. આમ છતાં તેમની વતન પ્રત્યેની લાગણીને લીધે તેઓ અવારનવાર પોરબંદરમાં સેવાકાર્યોનું આયોજન કરે છે. આ ઉપક્રમમાં આગામી રવિવારે તેઓ ગર્ભાશયની કોથળી કાઢવાનું ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરી આપશે. ઓપરેશન માટે બુધવારથી શુક્રવાર દરમ્યાન ચેકઅપ કરવુ અનિવાર્ય છે.

પોરબંદરમાં સૌરાષ્ટ્રના સૌપ્રથમ સ્માર્ટ આઈ.સી.યુ. આશા ક્રિટીકલ કેર યુનિટનો પ્રારંભ થયો છે. ત્યારે શ્રી અશ્વિન ભરાણીયા ચેરીટી ફાઉન્ડેશન સંચાલિત આશા હોસ્પિટલ ખાતે આગામી રવીવાર 14 એપ્રિલના ગર્ભાશયની કોથળી કાઢી આપવાનું ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે. પોરબંદરમાં વર્ષો સુધી ગાયનેક તબીબ તરીકે સારી એવી કામગીરી કરનારા અને છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ ખાતે સ્થાયી થયેલા ડો. નીતીન લાલ તથા ડો. રીના લાલ તરફથી પોરબંદર પ્રત્યેના વતનપ્રેમ અને લાગણીને સિધ્ધ કરવા માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક આ ઓપરેશન કરી આપશે.

ગર્ભાશયની કોથળી કઢાવવાનું ઓપરેશન કે જે લેપ્રોસ્કોપિક પધ્ધતિથી કરી આપવામાં આવશે. તે એટલા માટે જરૂરી છે કે, જુદા-જુદા પ્રકારની ગર્ભાશયની બીમારી ઉપરાંત ગર્ભાશયના કેન્સર, ગાંઠ, સોજા જેવી પરિસ્થિતિમાં અથવા અન્ય કોઈ કારણોસર સ્ત્રીઓ ગર્ભાશયની કોથળી કઢાવે છે. ક્યારેક પ્રૌઢાવસ્થામાં વધુ પડતા માસીકસ્ત્રાવની તકલીફ થતી હોય ત્યારે કોથળી કઢાવવામાં આવતી હોય છે. લેપ્રોસ્કોપિક સર્જરીમાં પેટ પર ડૂંટીની નીચે ચાર છિદ્ર પાડીને દુરબીન અંદર દાખલ કરવામાં આવે છે અને ખુબ જ સરળતાથી આ ઓપરેશન કરવામાં આવે છે. તેથી દુઃખાવારહીત એવા આ ઓપરેશનનો ખર્ચ હજારો રૂપિયામાં થતો હોય છે.

પરંતુ ડો. નીતીનભાઈ તરફથી પોરબંદરમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક આ ઓપરેશન કરી આપવામાં આવશે. સ્વાભાવિક રીતે જ એક દિવસમાં મર્યાદિત સંખ્યામાં આવા ઓપરેશન થઇ શકે છે અને તેના માટે બુધવારથી શુક્રવાર દરમ્યાન ચેક-અપ કરવું અનિવાર્ય છે. આ ચેકઅપ આશા હોસ્પિટલ ખાતે ગાયનેક ડોકટર આશિષ કુછડીયા કરી આપશે.ઓપરેશન કરાવવા ઇચ્છતા દર્દીઓએ તેમના નામ મોબાઇલ નં. 95373 40100 ઉપર નોંધાવી દેવા એક યાદીમાં જણાવાયું છે.

– નિઃશુલ્ક કેમ્પના સેવાયજ્ઞમાં સૌનો મળ્યો સહકાર –

પોરબંદરની આશા હોસ્પિટલ ખાતે રવિવારે યોજાનાર નિઃશુલ્ક લેપ્રોસ્કોપિક ઓપરેશનમાં ડો. નીતીન લાલ સંપૂર્ણપણે નિઃશુલ્ક પોતાની સેવા આપશે. તેની સાથોસાથ ડો. કમલ મહેતા એનેસ્થેટીક ડોકટર તરીકે નિઃશુલ્ક સેવા આપશે અને એનેસ્થેસીયાનો પણ કોઈ ચાર્જ લેવાશે નહીં. તે ઉપરાંત દવા સહીતનો અન્ય ખર્ચ થશે તે પણ અશ્વિન ભરાણીયા ચેરીટી ફાઉન્ડેશન ટ્રસ્ટના કેતન ભરાણીયાની ટીમ ભોગવશે. જેથી નિઃશુલ્ક કેમ્પના આ સેવાયજ્ઞમાં સૌનો સહકાર મળ્યો હોવાથી જરૂરીયાતમંદ મહીલાઓને લાભ લેવા વધુમાં જણાવાયું છે.

Continue Reading

Trending