મોરબી
મોરબીમાં કુટણખાનું ચલાવતા સ્પા સંચાલકોની ધરપકડ

મોરબીમાં સ્પાની આડમાં કુટણખાના ધમધમતા હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે મોરબી એસઓજી, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા સપાટો બોલાવી દઈ ત્રણ અલગ -અલગ કાર્યવાહીમાં મહિલા સહિતના સંચાલકો દલાલોને ઝડપી લીધા હતા. આ કાર્યવાહી અંતર્ગત ભક્તિનગર ઓવરબ્રિજ પાસેના અફિમ, દરિયાલાલ સ્કવેરમાં આવેલ ઓથ્રી અને મહેન્દ્રનગર ચોકડીએ આવેલ વેલકમ સ્પા પોલીસની ઝપટે ચડ્યા હતા.
મોરબી પોલીસની અલગ અલગ ટીમોએ સ્પાની આડમાં ચાલતા કુટણખાનાઓ ઉપર કડક હાથે કાર્યવાહી કરી હતી જે અન્વયે પ્રથમ કાર્યવાહીમાં મોરબી એસઓજી ટીમે ભક્તિનગર ઓવરબ્રિજ પાસે આવેલ અફીમ સ્પામાં દરોડો પાડી સ્પા સંચાલક બિમલા દેવીપ્રસાદ ઇગ્નાબ, રહે.હાલ લાયન્સનગર,શક્તશનાળા કીરણબેન મોહનભાઇ પરમારના મકાનમાં ભાડેથી મોરબી, મુળ રહે.કોહવરા વોર્ડ નં-1 જીલ્લો- ઝાપા (નેપાલ) વાળીને ઝડપી લઈ સ્પામાં આવતા ગ્રાહકોને શરીર સુખ માણવાની સુવિધા આપવા સબબ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટની 1956ની કલમ 3(1),4, 5(1)(એ), 5(1)(ડી), 6(1)(બી), મુજબ ગુન્હો નોંધી સ્પા ખાતે હાજર નહીં મળી આવેલા અન્ય આરોપી મહેશભાઇ ગોકળભાઇ મેવા રહે.મોરબી વાળને ફરાર દર્શાવી ગુન્હો નોંધી રોકડા રૂૂપિયા 12,500, રૂૂપિયા 15 હજારની કિંમતનો મોબાઈલ ફોન તેમજ કોન્ડમનો જથ્થો કબ્જે કરી કુલ રૂૂપિયા 27,500નો મુદામાલ કબ્જે કર્યો હતો.
બીજા દરોડામાં મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર દરીયાલાલ સ્કવેર કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આવેલ ઓથ્રી સ્પા એન્ડ સલૂનમાં દરોડો પાડી સ્પા સંચાલક દિપક રમેશચંદ ચૌહાણ રહે.બલજીતનગર, પટેલનગર, સેન્ટ્રલ દિલ્હી, હાલ રહે. શનાળારોડ, દરીયાલાલ સ્કવેર મોરબી, કર્ણબહાદુર નૌલે લોહાર ઉર્ફે નવલ લોહાર, રહે. મુળ જાનકી ગ્રામ પંચાયત, વોર્ડ નં.-08,જી. કૈલાલી (નેપાળ) વાળાને ઝડપી લઈ સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીર સુખ માણવા માટે સુખ સુવિધા આપવા સબબ કાર્યવાહી કરી રોકડા રૂૂપિયા 4500, એક મોબાઈલ ફોન કિંમત રૂૂપિયા 5000 તેમજ કોન્ડમના પેકેટ મળી કુલ રૂૂપિયા 9500નો મુદામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટની 1956ની કલમ 3(1),4, 5(1)(એ), 5(1)(ડી),6(1)(બી),મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
જયારે ત્રીજી કાર્યવાહીમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી નજીક શીવ કોમ્પલેક્ષમા આવેલ હરીઓમ નાસ્તા ઉપર પહેલા માળે આવેલ વેલકમ સ્પામાં દરોડો પાડી આરોપી જયેશભાઇ મોહનભાઇ પરડવા, રહે.મોરબી- મહેન્દ્રનગર બસ સ્ટેશન પાછળ સહજાનંદ એપાર્ટમેન્ટ, વિમલભાઇ લલીતભાઇ અગ્રાવત, રહે.પીપળીગામ ધર્મગંગા સોસાયટી તા.જી.મોરબી અને પ્રકાશભાઇ કનૈયાલાલ ડાખોર, રહે.મોરબી વિધ્યુતનગર ગરબી ચોક મોરબી વાળાને ઝડપી લઈ ગ્રાહકોને શરીર સુખની સુવિધા આપવા સબબ રોકડા રૂૂપિયા 5600, ત્રણ મોબાઇલ ફોન કિંમત રૂૂપિયા 52,000 તેમજ 39 કોન્ડમ સહીત રૂૂ.57,600નો મુદામાલ કબ્જે કરી આરોપી મુકેશભાઇ ઘોઘાભાઇ સુરેલા હાજર નહીં મળી આવ્યો હોય ચારેય વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટની 1956ની કલમ 3(1),4, 5(1)(એ), 5(1)(ડી),6(1)(બી),મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.
Uncategorized
મોરબી, બોટાદ, દ્વારકા, રાજુલા, પાલીતાણામાં બનશે એરપોર્ટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે એવિએશન સેક્ટરના વિકાસ અને એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થકી ટુરિઝમ, રિજિયોનલ કનેક્ટિવિટી, ટ્રેડ એન્ડ કોમર્સ તથા જોબ ક્રિએશનને વેગ આપવા એક નક્કર પગલું ભર્યું છે. આ હેતુસર રાજ્ય સરકારના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ અને એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ખજ્ઞઞ કરવામાં આવ્યા હતા.
આ ખજ્ઞઞ અનુસાર, ગુજરાત સરકાર એરપોર્ટ ડેવલપમેન્ટ માટે જરૂૂરિયાત મુજબની જમીન, વીજળી, પાણી, ફાયર સિક્યોરિટી જેવી યૂટિલિટી સેવાઓ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પૂરી પાડશે.
એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા રાજ્યનાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ ડેવલપમેન્ટની કામગીરી તથા વિસ્તરણની કામગીરી કરશે અને તે માટે થતો ખર્ચ પણ ભોગવશે. એટલું જ નહીં, એરપોર્ટના ઓપરેશન્સ અને મેન્ટેનન્સની કામગીરી, માસ્ટર પ્લાનિંગ, ડિઝાઇનિંગ પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે. આ કામગીરી તથા ખજ્ઞઞની અન્ય બાબતોના સંચાલન માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેનના વડપણમાં 10 સભ્યોની રાજ્યસ્તરીય સંકલન સમિતિની રચના કરવામાં આવશે.
આ કમિટીમાં ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન સચિવ, મહેસુલ સચિવ, સિવિલ એવિએશન ડાયરેક્ટર તથા ગુજસેઇલના સી.ઇ.ઓ સહિત એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત તથા ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ ખજ્ઞઞ પર ગુજરાત સરકાર વતી ગુજસેઇલના સી.ઈ.ઓ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વતી એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે હસ્તાક્ષર કર્યા હતા.રાજ્યમાં જે 11 જેટલા સ્થળોની સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટની વિકાસ કરવા માટે ઓળખ કરવામાં આવી છે તેમાં અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા તથા પાલીતાણાનો સમાવેશ થાય છે. આ સ્થળોએ ટેકનિકલ ફિઝિબિલિટી અને જમીનની ઉપલબ્ધિની સંભાવનાઓ ચકાસીને તેના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એરપોર્ટ ડેવલપ કરવા માટે જરૂૂરીયાત મુજબ આગળ વધશે. આ ઉપરાંત જે હયાત એરપોર્ટમાં વિસ્તરણની જરૂૂરીયાત છે તેમાં ભાવનગર, કંડલા, પોરબંદર, સુરત, વડોદરા અને કેશોદના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એરપોર્ટ સમાવિષ્ટ છે.મહેસાણા, અમરેલી અને માંડવીની રાજ્ય સરકારની એર સ્ટ્રીપના વિસ્તરણની પણ જરૂૂરીયાત સુનિશ્ચિત કરવામાં આવી છે.
એટલું જ નહીં, વડનગર, સિદ્ધપુર અને કેવડિયા ખાતે ટેક્નો-ઇકોનોમિક ફિઝિબિલિટી તથા જમીનની ઉપલબ્ધતાના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની સંભાવનાઓ પણ ચકાસશે.
મોરબી
વાંકાનેર પાસે થાર કારના ચાલકે અડફેટે લેતા સિંધાવદરની મહિલાનું મોત

વાંકાનેર શેર નજીક ચંદ્રપુર ગામ પાસે આવેલ સીએનજી પંપ સામે આજે સાંજના પાંચ વાગ્યાની આસસપાસ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં એક બ્લકે કલરની થાર કારના ચાલકે બેદરકારી દાખવી હાઇવે પરથી પસાર થતી એક મલિાને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઇજાના કારણે મહિલાનું મોત થયું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામના બોર્ડ પાસે આવેલ સીએનજી પંપ સામે આજે સાંજના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં નેશનલ હાઇવે પરથી પસાર થતા હસીનબેન ઇસ્માઇલભાઇ શેરસીયા (ઉ.વ.52, રહે.સિંધાવર) નામની મહિલાને ત્યાંથી પસાર થતી એક મહિન્દ્રા થાર કાર નં.જીજે 36 એજે 909ના ચાલકે ગંભીર બેદરકારી દાખવી હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલાને તાકાલિક સારવાર અર્થે પીર મશાયખ હોસ્પિટલ ખાતે ખસેડવમાં આવી હતી, જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી હિટ એન્ડ રનની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે જવા રવાના થયો હોવાની માહિતી મળી રહી છે.
મોરબી
મોરબીમાંથી બાઈકચોર ઝડપાયો

રાજકોટ ગ્રામ્ય ભાડલા પોલીસ સ્ટેશનની અનડિટેકટ મોટર સાયકલ ચોરી ડિટેક કરી ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને મોરબીના જેતપર નજીકથી ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસના પોલીસને સંયુકત બાતમી મળી હતી કે, નંબર વગરના હિરો કંપનીના ચોરાઉ મોટરસાયકલ સાથે આરોપી ગોપાલ અરજણભાઇ વાઘેલા મોરબી તાલુકાના જેતપર થી મોરબી તરફ પસાર થવાનો હતો. આ બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે જેતપરથી મોરબી જતા રોડ ઉપર સત્યમ કાંટા સામે વોચ ગોઠવી હતી. જ્યાં આરોપી ગોપાલ નંબર વગરના મોટરસાયકલ સાથે નીકળતા પોલીસે તેને અટકાવ્યો હતો અને મોટરસાયકલના કાગળો બાબતે પૂછપરછ કરી હતી.જે અંગે આરોપી ગોપાલે સંતોષકારક જવાબ આપ્યો ન હતો.
જેથી મોરબી તાલુકા પોલીસના પોલીસએ પોકેટકોપના માધ્યમથી મોટર સાયકલના ચેસીસ તથા એન્જીન નંબર સર્ચ કરતા આરોપી ગોપાલ અને મોટરસાયકલના માલિકના નામમાં તફાવત આવ્યો હતો. જેથી પોલીસે તેની સઘન પૂછપરછ કરી હતી. જ્યાં આરોપી ગોપાલે કબુલાત આપી હતી કે, રાજકોટના ગ્રામ્ય વિસ્તાર કનેસર થી રાજા વડલા વચ્ચે રસ્તામાંથી બાઇકની ચોરી હતી.
-
Sports3 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર2 months ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
સુરેન્દ્રનગર2 months ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર