Site icon Gujarat Mirror

વાંકાનેર ખાતે આમ આદમી પાર્ટીના 20 જેટલા હોદ્દેદારો-કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા સહિતનાં આગેવાનોએ આવકારી પાઠવ્યા અભિનંદન

વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આમ આદમીના 20 જેટલા હોદેદારો, કાર્યકરો દ્વારા પુર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાના હસ્તે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા જેમાં યાકુબ માથકિયા, તાલુકા પંચાયતના પૂર્વ બે ઉમેદવાર ઇર્ષાદભાઈ બાદી, નજુભાઈ કડીવાર, શાકિરભાઈ, મહેબૂબ ભાઈ ખીજડિયા, સાયરા બેન, ઇસ્માઇલ ભાઈ દલડી મહેબૂબ ભાઈ લુણસરિયા, ઇલમૂદિન કડીવાર, મંજુર શેરસિયા, યાકુબ શેરસિયા, વગેરે જેવા વીસ જેટલા ગ્રાઉન્ડ લેવલના કાર્યકરો જોડાતા, મહંમદ જાવેદ પીરઝાદા અને શકીલ પીરઝાદા, ગુલામભાઈ પરસરા, ડોક્ટર રૂૂક્મદીન માથકીયા, વનરાજભાઈ રાઠોડ સહિત સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા હૃદયપૂર્વક આવકારી અભિનંદન પાઠવ્યા હતા અને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી તેમજ આવતા ટૂંક સમયમાં સંગઠન મજબૂત બનાવવા માટે કામગીરી શરૂૂ કરવામાં આવશે જેમાં કોંગ્રેસ પરિવારને મજબૂત કરવા માટે જોડાવા માંગતા તમામ લોકોને આવકારવામાં આવશે.

Exit mobile version