Connect with us

Breaking News

અનુપમા સિરિયલના અભિનેતા નિતેશ પાંડેનું કાર્ડિયક અરેસ્ટના કારણે નિધન

Published

on

મનોરંજન જગતમાંથી વધુ એક હેરાન કરી દે તેવા સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઇએ કે, લોકપ્રિય શો ‘અનુપમા’ના એક્ટર નિતેશ પાંડેનું નિધન થઇ ગયું છે. તેઓ માત્ર 51 વર્ષના હતા. તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. 23 મે, મંગળવારે નિતેશને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો, જે બાદ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. હાલમાં જ નિતેશ રૂપાલી ગાંગુલીના શો અનુપમામાં જોવા મળ્યો હતો.

અહેવાલો અનુસાર, 23 મેની રાત્રે નિતેશ પાંડેને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અનુપમામાં પોતાના રોલ ઉપરાંત નિતેશ ઓમ શાંતિ ઓમમાં શાહરુખ ખાનના આસિસ્ટન્ટની ભૂમિકા ભજવવા માટે જાણીતો છે. તેમના અકાળ અવસાનના સમાચારે મનોરંજન ઉદ્યોગમાં તેમના સહકલાકારોની સાથે સાથે તેમના ચાહકોને પણ આંચકો આપ્યો છે.

નિતેશ પાંડેની વાત કરીએ તો નીતેશ પાંડેએ વર્ષ 1990માં થિયેટરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 1995માં તેને પહેલો એક્ટિંગ બ્રેક ‘તેજસ’ નામના શોમાં મળ્યો હતો, જેમાં તેણે ડિટેક્ટીવની ભૂમિકા ભજવી હતી. તે પછી તેણે “તેમની પોતાની જગ્યાઓ, તેમનું પોતાનું અસ્તિત્વ… તેણે ‘એક પ્રેમ કહાની’, ‘સાયા’, ‘જસ્ટજુ’, ‘દુર્ગેશ નંદિની’ અને ‘અનુપમા’ જેવા શોમાં કામ કર્યું છે. ફિલ્મોમાં તેમના કામમાં ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘ખોસલા કા ઘોસલા’ જેવી ફિલ્મો શામેલ છે. આ સિવાય તેની પાસે ડ્રીમ કેસલ પ્રોડક્શન્સ નામનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ છે, જે રેડિયો શોનું નિર્માણ કરે છે.

Advertisement

અગાઉ સારાભાઈ વર્સીસ સારાભાઈ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું માર્ગ અકસ્માતમાં મોત થયું હોવાની માહિતી મળી હતી. જેના થોડા સમય બાદ જ નિતેશના મોતના સમાચાર આવ્યા છે. એટલું જ નહીં, થોડા દિવસ પહેલા અભિનેતા આદિત્ય સિંહ રાજપૂતના મોતના સમાચાર પણ સામે આવ્યા હતા, જે તેમના ઘરના વોશરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

 

Advertisement

Breaking News

સૌરાષ્ટ્ર-કચ્છનું 78.46 ટકા પરિણામ, 795 છાત્રોને A-1 ગ્રેડ

Published

on

રાજકોટ જિલ્લાના વાંગધ્રા કેન્દ્રનું સૌથી વધારે 98.85 ટકા અને જૂનાગઢ જિલ્લાના કેશોદ કેન્દ્રનું સૌથી નીચુ 55.39 ટકા પરિણામ : 338 A-1 ગ્રેડ છાત્રો સાથે રાજકોટ જિલ્લો અવ્વલ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં સૌરાષ્ટ્ર-કચ્છનું 78.46 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધારે કચ્છ જિલ્લાનું 84.59 ટકા અને સૌથી ઓછુ ગીર સોમનાથ જિલ્લાનું 69.84 ટકા પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લાના વાંગધ્રા કેન્દ્રનું 95.85 અને સૌથી નીચુ જૂનાગઢ જિલ્લાના કેશોદ કેન્દ્રનું 55.39 ટકા પરિણામ આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છનાં 1,34,585 છાત્રોમાંથી 795 એ એ-1 ગ્રેડ મેળવ્યો છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધારે 338 એ-1 ગ્રેડ રાજકોટ જિલ્લાના છાત્રોએ મેળવ્યો છે અને સૌથી ઓછા દેવભૂમિ દ્વારકાના 7 છાત્રોનો સમાવેશ થાય છે. તેમજ અમરેલીમાં 22, કચ્છમાં 45, જામનગરમાં 42, જૂનાગઢમાં 37, ભાવનગરમાં 132, રાજકોટમાં 338, સુરેન્દ્રનગરમાં 46, પોરબંદરમાં 12, બોટાદમાં 28, દેવભૂમિ દ્વારકામાં 7, ગીર સોમનાથ જિલ્લામાં 25 અનેગ મોરબી જિલ્લામાં 61 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે.

Advertisement

તેમજ જિલ્લા વાઈઝમાં અમરેલી શહેરનું 76.15 ટકા, સાવરકુંડલાનું 72.21, બગસરાનું 71.17, લાઠીનું 82.66, બાબરાનું 75.86, લીલીયા મોટાનું 81.59, ચલાલાનું 65.28, જેસીંગપરાનું 81.82 ટકા ખાંભાનું 75.18 ટકા, ભાદડાનું 82.02, ધારીનું 72.15 ટકા દામનગરનું 76.36 ટકા, વડીયાનું 80.17 ટકા, રાજુલાનું 77.44 ટકા, જાફરાબાદનું 89.08 ટકા પરિણામ આવ્યું છે.

ઉપરાંત અમરેલી જિલ્લામાં 7787, ભુજમાં 10,437, જામનગર જિલ્લામાં 7227, જૂનાગઢ જિલ્લામાં 9048, ભાવનગર જિલ્લામાં 16,814, રાજકોટ જિલ્લામાં 21,044, સુરેન્દ્રનગર જિલ્લામાં 8982, પોરબંદર જિલ્લામાં 2951, બોટાદ જિલ્લામાં 4650, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3290, ગીર સોમનાથ જિલ્લામાં 7643, મોરબી જિલ્લામાં 5787 વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પાસ થયા છે.

સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં એ-2 ગ્રેડમાં 401, કચ્છ જિલ્લામાં 683, જામનગર જિલ્લામાં 664, જૂનાગઢ જિલ્લામાં 549, ભાવનગર જિલ્લામાં 1566, રાજકોટ જિલ્લામાં 2403, સુરેન્દ્રનગર જિલ્લામાં 565, પોરબંદર જિલ્લામાં 200, બોટાદ જિલ્લામાં 371, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 233, ગીર સોમનાથ જિલ્લામાં 366 અને મોરબી જિલ્લામાં 535 છાત્રોએ એ-2 ગ્રેડ મેળવ્યો હતો.

સૌરાષ્ટ્રના જિલ્લાઓનું પરિણામ

Advertisement

જિલ્લો ટકા
અમરેલી 76.54
કચ્છ 84.59
જામનગર 80.28
જૂનાગઢ 67.66
ભાવનગર 81.13
રાજકોટ 79.94
સુરેન્દ્રનગર 81.11
પોરબંદર 72.12
બોટાદ 84.12
દેવભૂમિ દ્વારકા 80.90
ગીર સોમનાથ 69.84
મોરબી 83.34

Continue Reading

Breaking News

સાંજે ગંગામાં મેડલ વહાવી દેશે કુસ્તીબાજો: ઈન્ડિયા ગેટ પર કરશે આમરણ અનશન

Published

on

By

ગંગામાં મેડલ વહી ગયા પછી જીવનનો અર્થ નહીં રહે: પુનિયા, ફોગાટ, સાક્ષી મલિકનું નિવેદન

ગુજરાત મિરર, નવીદિલ્હી,તા.30
રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ પોતાના મેડલ ગંગામાં વહેવડાવવાની જાહેરાત કરી છે. કુસ્તીબાજ બજરંગ પુનિયા, વિનેશ ફોગટ અને સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘અમે આ મેડલ ગંગામાં વહેવડાવવા જઈ રહ્યા છીએ, કારણ કે તે ગંગા મા છે.’ આપણે ગંગાને જેટલી પવિત્ર માનીએ છીએ, એટલી જ પવિત્રતાથી આપણે આ મેડલ સખત મહેનત કરીને હાંસલ કર્યા હતા. કુસ્તીબાજોએ તેમના નિવેદનમાં કહ્યું કે તમે બધાએ જોયું કે 28 મેના રોજ શું થયું, પોલીસે અમારી સાથે કેવું વર્તન કર્યું? કેટલી નિર્દયતાથી અમારી ધરપકડ કરવામાં આવી. અમે શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા. અમારા આંદોલનના સ્થળે પણ પોલીસ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી
અને અમારી પાસેથી છીનવી લેવામાં આવી હતી અને બીજા દિવસે ગંભીર કેસમાં અમારી વિરુદ્ધ ઋઈંછ દાખલ કરવામાં આવી હતી. શું મહિલા કુસ્તીબાજોએ તેમની સાથે થયેલા જાતીય સતામણી માટે ન્યાય માંગીને ગુનો કર્યો છે? પોલીસ અને તંત્ર અમારી સાથે ગુનેગારો જેવું વર્તન કરે છે. જ્યારે આરોપી ખુલ્લેઆમ મીટીંગમાં અમને ગાળો આપી રહ્યો છે. ટીવી પર મહિલા કુસ્તીબાજોને અસ્વસ્થતા અનુભવતી તેની ઘટનાઓને કબૂલ કરીને તે તેને હાસ્યમાં ફેરવી રહ્યો છે.
કુસ્તીબાજોએ કહ્યું, મેડલ એ આપણું જીવન છે, આપણો આત્મા છે. તેઓ ગંગામાં ધોવાઈ જશે પછી આપણા જીવનનો કોઈ અર્થ નહીં રહે. એટલા માટે અમે ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ પર બેસીશું. ઈન્ડિયા ગેટ એ આપણા શહીદોનું સ્થળ છે જેમણે દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. અમે તેમના જેવા ધર્મનિષ્ઠ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે રમતી વખતે અમારી ભાવના પણ તે સૈનિકો જેવી હતી.
કુસ્તીબાજોએ કહ્યું, અપવિત્ર તંત્ર પોતાનું કામ કરી રહ્યું છે અને અમે અમારું કામ કરી રહ્યા છીએ, હવે લોકોએ વિચારવું પડશે કે શું તેઓ તેમની આ દીકરીઓ સાથે ઊભા છે કે પછી આ દીકરીઓને પરેશાન કરતી વ્હાઇટવોશ સિસ્ટમ સાથે. આજે સાંજે 6 વાગ્યે હરિદ્વારમાં ગંગામાં અમે અમારા મેડલ તરતા મુકીશું. અમે આ મહાન દેશ માટે હંમેશા આભારી રહીશું.
વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિતના કુસ્તીબાજો 23 એપ્રિલથી જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા છે. આ પહેલા 18 જાન્યુઆરીએ કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બ્રિજ ભૂષણ પર રેસલર્સે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પર દિલ્હી પોલીસે પણ સિંહ વિરુદ્ધ બે કેસ નોંધ્યા છે.

 

Advertisement

Continue Reading

Breaking News

દિલ્હીમાં સગીર ક્ધયાની નિર્મમ હત્યાને લવજેહાદમાં ખપાવી હાથ ખંખેરી ન નાખો

Published

on

દિલ્હીમાં સાક્ષી નામની 16 વર્ષની છોકરીની સાહિલ નામના મુસ્લિમ યુવકે જાહેરમાં લોકેની નજર સામે નિર્દયતાથી હત્યા કરી નાખી એ ઘટનાએ સૌને ખળભળાવી મૂક્યા છે. 16 વર્ષની સાક્ષીને નજીકમાં જ રહેતા સાહિલ સરફરાજ નામના યુવક સાથે સંબંધો હતા એવું પોલીસે કહ્યું છે. પોલીસના કહેવા પ્રમાણે, બંને વચ્ચે રવિવારે સવારે કોઈ વાતે ઝગડો થયો હતો ને તેના કારણે સાહિલે 16 વર્ષની સાક્ષીને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી. ચપ્પુના ઘા માર્યા પછી સંતોષ નહીં થયો હોય એટલે પાછો આવ્યો અને એક પથ્થર વડે ઉપરાછાપરી પ્રહારો કરીને માથું છૂંદી નાખીને જીવવાની રહીસહી આશા રહી હતી એ પણ ખતમ કરી નાખી.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે ને એ જોઈને કંપારી છૂટી જાય. કોઈ વ્યક્તિ આ હદે ઝનૂને ચડીને કઈ રીતે પોતાની પ્રેમિકાની બેરહમીથી હત્યા કરી શકે એવો સવાલ પણ ઊભો થાય. આ ઘટના સરેઆમ બની છે ને સાહિલ સાક્ષીને ચપ્પુના ઘા કરતો હતો ત્યારે ઘણાં લોકો હાજર હતા પણ કોઈએ તેને રોકવાનો પ્રયત્ન જ ન કર્યો.

જાહેરમાં કોઈની હત્યા થતી હોય ને લોકો હાથ જોડીને ઊભા રહે એવું આપણે ફિલ્મોમાં બહુ જોયું છે પણ વાસ્તવિક જીવનમાં પણ એવી ઘટના બની એ હચમચાવી નાખે છે. લોકો હત્યાની ઘટના તરફ પણ આ રીતે નિર્લેપ બનીને વર્તી શકે ને હત્યારાને રોકવા પણ પ્રયત્ન ના કરે એ ખરેખર આઘાતજનક કહેવાય પણ દિલ્હીમાં ખરેખર એવું બન્યું. વિશ્ર્વાસ ના બેસતો હોય તો યુટ્યુબ પર આ ઘટનાના સીસીટીવી ફૂટેજો જોજો, ખબર પડી જશે. સાક્ષીની ક્રૂર હત્યાએ દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ને વિશેષ તો મહિલાએની સુરક્ષા સામે ફરી સવાલો ઊભા કર્યા છે. આ ઘટનાને પગલે ભાજપના નેતા કપિલ મિશ્રાએ લવ જિદાહનો મુદ્દો ઊભો કરી દીધો. સવાલ કર્યો છે કે, હજુ કેટલી કેરલ સ્ટોરી જોવાની છે?

Advertisement

કપિલ મિશ્રા જેવા આ ઘટનાને પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે હિંદુ વર્સીસ મુસ્લિમનો રંગ આપી રહ્યા છે. દિલ્હી ભાજપના તાબા હેઠળ છે ને ભાજપ આવી ઘટનાઓને રોકી શકતો નથી તેથી ગમે તે રીતે વાતને હિંદુ-મુસ્લિમનો રંગ આપીને લોકોને ઉશ્કેરે છે.

સાક્ષી હિંદુ છે ને સાહિલ મુસ્લિમ છે તેથી આ મુદ્દો ચગે એવું પણ બને. હમણાં જ ધ કેરલ સ્ટોરી મૂવી પણ આવેલી છે તેથી લવ જિહાદની વાતો ને એ બધું તાજું તાજું છે. આ કારણે હિંદુઓના એક વર્ગમાં શંકા-કુશંકાઓ છે. તેમને મજબૂત કરીને ડર પેદા કરવા માટે આ ઘટનાનો ઉપયોગ કરાય એવી પૂરી શક્યતા છે. હિંદુઓનો એક વર્ગ પણ આવી વાતોમાં આવી જાય છે પણ એ લોકો સમજતા નથી કે તેનાથી આવી ઘટનાઓ રોકાવાની નથી. ગઈ કાલે શ્રધ્ધા હતી, આજે સાક્ષી છે ને કાલે બીજી કોઈ છોકરી હશે. દિલ્હી પોલીસમાં આવી ઘટનાઓ રોકવાની તાકાત જ નથી.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ