જસદણમાં નંદી મહારાજને શિંગડા ઉપર ઘાઇ બાંધી મોતને ઘાટ ઉતારતા અસામાજિક તત્વો

જસદણના ખાનપર રોડ ઉપર કોઈ હરામખોરોએ નંદી મહારાજને શિંગડા ઉપર બે રહેમીથી ઘાઇ બાંધી અને મોતને ઘાટ ઉતારતા સ્થાનિકો જીવદયા પ્રેમીઓ માં રોષ આ હેવાનો…

જસદણના ખાનપર રોડ ઉપર કોઈ હરામખોરોએ નંદી મહારાજને શિંગડા ઉપર બે રહેમીથી ઘાઇ બાંધી અને મોતને ઘાટ ઉતારતા સ્થાનિકો જીવદયા પ્રેમીઓ માં રોષ આ હેવાનો પર પશુ વધનો ગુનો દાખલ કરવા માંગ
સ્થાનિકોનું કહેવું છે કે અસામાજિક તત્વો દ્વારા પાંચ થી સાત ધણખૂટો સાથે આ જ પ્રકારે ઘાઇ બાંધી ઍસીડ નાખી અને મોતને ઘાટ ઉતાર્યા છે આવા હરામ ખોર રાક્ષસો પર કાયદેસરની કાર્યવાહી કરવા જીવ દયા પ્રેમીઓની માંગ.

જસદણના ખાનપર રોડ ઉપર કોઈ હરામખોરોએ નંદી મહારાજના શીંગડા પાસે લોખંડની ઘાય બાંધી અને બે રહેમી પૂર્વક બાંધી રાખેલ અને તેઓનું મૃત્યુ થયેલ આ બાબતે આ વિસ્તારના જાગૃત નાગરિકો અને જીવ દયા પ્રેમીઓ એકઠા થયા હતા અને ઉગ્ર વ્યક્ત કર્યો હતો આવા અબોલ પશુ ઉપર અત્યાચાર કરનારા હરામખરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને જેલ ભેગા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવી હતી અને સ્થાનિકોએ એવું પણ જણાવ્યું હતું કે કોઈ વાડીવાળા કે આજુબાજુવાળા હરામ ખોરો દ્વારા આવી રીતે પાંચ થી સાત જેટલા ધણખૂટો ને આજ થીયરીથી ઘાઈ બાંધી અને મોતને ઘાટ ઉતાર્યા છે તો એક નંદી મહારાજ ઉપર એસિડ નાખી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા આવા તત્વોને પકડી અને પશુ વધનો ગુનો લગાડવો જોઈએ તેવી પણ સ્થાનિકો તથા જીવ દિયા પ્રેમીઓ દ્વારા ઉગ્ર રોષ સાથે માંગ કરીછે.