Connect with us

આંતરરાષ્ટ્રીય

કાન્સમાં શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બનતા અનસુયા સેનગુપ્તા

Published

on

‘ધ શેમલેસ’માં અભિનય બદલ આપવામાં આવ્યો એવોર્ડ


કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની 77મી આવૃત્તિ ભારત માટે ખૂબ જ ખાસ રહી છે. બોલિવૂડના ઘણા પ્રખ્યાત કલાકારોએ તેમાં ભાગ લઈને ઉત્સવની ઉજવણી કરી હતી. એટલું જ નહીં, ‘મંથન’ અને ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. હવે આ બધાની વચ્ચે ભારત માટે વધુ એક ગૌરવની ક્ષણ આવી છે. વાસ્તવમાં, એક ભારતીય અભિનેત્રી અનસૂયા સેનગુપ્તાએ કાન્સ 2024માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ જીતનારી તે પ્રથમ ભારતીય અભિનેત્રી બની હતી.


શ્રેષ્ઠ અભિનેત્રી બનીને દેશને ગૌરવ અપાવ્યું. કોલકાતા સ્થિત અનસૂયાએ કાન્સ 2024માં શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો ‘અન સર્ટન રિગાર્ડ’ એવોર્ડ જીતીને ભારતીયોને ગૌરવ અપાવ્યું છે. અભિનેત્રીને આ એવોર્ડ ફિલ્મ ‘ધ શેમલેસ’માં તેના અભિનય માટે મળ્યો હતો.


આ ફિલ્મનું નિર્દેશન અને લેખન બલ્ગેરિયન ફિલ્મ નિર્માતા કોન્સ્ટેન્ટિન બોજાનોવ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા રેણુકા (અનસૂયા)ની આસપાસ ફરે છે, જે પોલીસ અધિકારીની હત્યા બાદ દિલ્હીના વેશ્યાલયમાંથી ભાગી જાય છે.

આંતરરાષ્ટ્રીય

રશિયામાં ચર્ચ-સિનેગોગ પર આતંકી હુમલો, પાદરીનું માથું વાઢી નાખ્યું, 15 પોલીસકર્મીનાં મોત

Published

on

By

ડર્બેન્ટ વિસ્તારની ઘટના, કારમાં આવેલા 7 આતંકી ઠાર મરાયા


રશિયાના ઉત્તર કોકેશસ ક્ષેત્રમાં આવેલા દાગિસ્તાન ખાતે આતંકીઓએ એક સિનેગોગ, બે ચર્ચ અને એક પોલીસ ચોકીને નિશાન બનાવીને ઘાતક હુમલો કર્યાની માહિતી સામે આવી છે. આ ક્રૂર હુમલામાં લગભગ 15 જેટલાં પોલીસ અધિકારીઓ, એક પાદરી જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ હોવાની માહિતી છે. મૃતકાંક હજુ વધી શકે છે. વળતી કાર્યવાહીમાં પોલીસે લગભગ 7 જેટલાં આતંકીઓને નિશાન બનાવીને ઠાર કર્યા હતા.
રશિયાના અધિકારીઓએ ઘટનાની જાણ થતાં જ તપાસ હાથ ધરી હતી. સિનેગોગ અને ચર્ચ ડર્બેન્ટમાં આવેલા છે જે ઉત્તર કોકેશસ મુસ્લિમ ક્ષેત્રમાં પ્રાચીન યહૂદી સમુદાયનું ગઢ મનાય છે. પોલીસ ચોકી પર હુમલો આશરે 125 કિ.મી. દૂર દાગિસ્તાનની રાજધાની માખચકાલામાં કરાયો હતો.
રશિયાના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે અમુક અજાણ્યા હુમલાખોરોએ ઓટોમેટિક હથિયારો વડે એક સિનેગોગ અને ચર્ચ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ચર્ચમાં માર્યા ગયેલા લોકોમાં પાદરી પણ સામેલ હતા. દાગિસ્તાન પબ્લિક મોનિટરિંગ કમીશનના અધ્યક્ષ શમીલ ખાદુલેવે આ મામલે વધુ માહિતી આપતાં જણાવ્યું કે પાદરી નિકોલેની ડર્બેન્ટના ચર્ચમાં હત્યા કરી દેવામાં આવી છે. તેમનું માથું જ વાઢી નાખવામાં આવ્યું હતું.
આ હુમલામાં લગભગ એક ડઝનથી વધુ અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. હુમલો કર્યા બાદ હુમલાખોરો એક કારમાં ફરાર થવા જઈ રહ્યા હતા ત્યારે જ તેમાંથી 7ને ગોળી મારી ઢાળી દેવાયા હતા. જ્યારે અન્ય ફરાર થઇ ગયા હતા. તેમને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરબમાં ગરમીનો કહેર યથાવત હાજીઓનો મૃત્યુઆંક 1300ને પાર

Published

on

By

મૃત્યુ પામનારામાંથી 83% ટકા લોકો હજ માટે અધિકૃત નહોતા: સ્વાસ્થ્ય મંત્રી

સાઉદી અરબના પવિત્ર મક્કા શરીફમાં હાલમાં હજયાત્રા 2024 ચાલી રહી છે. ત્યારે દુનિયાભરથી આવેલા હાજીઓ માટે ગરમી સૌથી મોટો પડકાર બની ગઈ છે. આ વર્ષે અત્યાર સુધી ભીષણ ગરમીને કારણે પવિત્ર હજયાત્રા દરમિયાન જ લગભગ 1300થી વધુ હાજીઓ જીવ ગુમાવી ચૂક્યાના અહેવાલ છે. જેમાં મોટી સંખ્યામાં ભારતીય હાજીઓનો પણ સમાવેશ થાય છે.


સાઉદી અરબના સ્વાસ્થ્ય મંત્રી ફહદ અલ જલાલેલે જણાવ્યું કે ચાલુ વર્ષે હજયાત્રા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 1301 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.સરકાર ટેલીવિઝને મંત્રીના હવાલાથી કહ્યું કે હજયાત્રીઓના મૃત્યુ પર્યાપ્ત આશ્રય કે આરામ વિના સીધા તડકામાં લાંબું અંતર કાપવાને કારણે થયા હતા.


મૃતકોમાં અનેક વૃદ્ધ લોકો અને જૂની બીમારીઓથી પીડિત લોકો પણ સામેલ છે. લગભગ 83 ટકા મૃત્યુ એ લોકોના થયા છે જે હજયાત્રા કરવા માટે અધિકૃત નહોતા. મક્કામાં ચાલુ વર્ષે ગરમ ભારતીય વિદેશ મંત્રાલયના સત્તાવાર આંકડા અનુસાર શુક્રવાર સુધીમાં ચાલુ વર્ષે યોજાયેલી હજયાત્રા દરમિયાન લગભગ 98 જેટલાં ભારતીયો જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે વિદેશ મંત્રાલયે આ તમામ લોકોના મૃત્યુનું કારણ બીમારી અને વધુ વય જણાવ્યું છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો હજ પઢવા જાય છે. આ વર્ષે પણ 175000 જેટલાં મુસ્લિમો હજયાત્રા કરવા સાઉદી અરબ પહોંચ્યા છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં કરિયાણા સ્ટોરમાં લૂંટારુંઓનો બેફામ ગોળીબાર, એક ભારતીય સહિત 4નાં મોત

Published

on

By

ટેક્સાસના ડલ્લાસની ઘટના, અન્ય ઘટનામાં મોન્ટગોમેરીમાં 600 રાઉન્ડ ફાયરિંગ થતાં 9 ઘાયલ


અમેરિકા ફરી એકવાર ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયું છે. એક પછી એક ફાયરિંગની ઘટનાઓને કારણે દુનિયા સમક્ષ તેનું માથું નમી ગયું છે અને લોકો અમેરિકા જતાં ડરવા લાગ્યા છે. તાજેતરની ઘટના અનુસાર અરક્ધસાસમાં એક કરિયાણા સ્ટોરને નિશાન બનાવી ફાયરિંગ કરવામાં આવતા 14 લોકોને ગોળી વાગી હતી જેમાં 11 જેટલાં સ્થાનિક નાગરિકો હતા. તેમાં દસારી ગોપી ક્રિશ્ના નામના ભારતીય યુવકનું મોત નીપજ્યું હતું. તે આંધ્રપ્રદેશનો રહેવાશી હતો. આ હુમલામાં લગભગ 4 લોકો મૃત્યુ પામી ગયા હતા. જ્યારે બીજી બાજુ અમેરિકન રાજ્ય અલબામાની રાજધાની મોન્ટગોમેરીમાં પાર્ટી દરમિયાન અંધાધૂંધ ગોળીબારમાં 9 લોકો ઘાયલ થયાની માહિતી સામે આવી છે. અહીં 600 થી વધુ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેના પછી સર્જાયેલી અરાજકતામાં અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા.
આ સિવાય ઓહાયો રાજ્યની રાજધાની કોલંબસમાં એક શકમંદે અંધાધૂંધ ગોળીબાર કરીને 10 લોકોને ઘાયલ કર્યા હતા. ન્યૂયોર્કના રોચેસ્ટર વિસ્તારના એક પાર્કમાં ગોળીબારની ઘટનામાં છ લોકો ઘાયલ થયા છે. જ્યારે અરક્ધસાસની ઘટનામાં ભારતીય ગોપી ક્રિશ્ના સહિત શર્લી ટેલર, રોય સ્ટરગિસ, એલન શેરમ, કેલી વીમ્સનું મોત નીપજ્યું હતું.
અહીં ટ્રેવિસ યુજેન નામના શકમંદે હુમલો કર્યાનો પોલીસે દાવો કર્યો છે.
બીજી બાજુ મોન્ટગોમેરીના મેયર સ્ટીવન એલ. રીડે ફાયરિંગની ઘટના વિશે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસ અને પેરામેડિક્સે રવિવારે સવારે 1:30 વાગ્યાની આસપાસ ગોળીબારની માહિતી મળતાં કાર્યવાહી કરી હતી. રવિવારની મધ્યરાત્રિની આસપાસ લોકોની ભીડ ધરાવતી પાર્ટી પર 600 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું.

Continue Reading

Trending