Site icon Gujarat Mirror

બાર કાઉન્સિલમાં અંસારી અને જે.જે. પટેલની ભવ્ય જીત

ગુજરાત બાર કાઉન્સિલની પ્રતિષ્ઠા અને રસાકસી ભરી યોજાયેલી ચૂંટણીની મતગણતરી હાઇકોર્ટના ઓડિટોરિયમ ખાતે ચાલી રહી છે.જેમાં પ્રથમ રાઉન્ડ એટલે કે “એકડા” (પ્રથમ પસંદગીના મત) ની ગણતરી પૂર્ણ થતાં રવિવારે સાંજ સુધીમાં બે ઉમેદવાર વિજેતા જાહેર થતા ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. ફર્સ્ટ પ્રેફરન્સ વોટની ગણતરીના આધારે આફતાબ એ. અન્સારી અને બીસીજીના પૂર્વ ચેરમેન જે.જે. પટેલ વિજેતા જાહેર થયા છે. સૌરાષ્ટ્રમાંથી રાજકોટના દિલીપભાઈ પટેલ , જામનગરના મનોજભાઈ અનડકટ અને મહિલા અનામતમાં અમૃતાબેન ભારદ્વાજ વિજય તરફ મક્કમ કદમ માંડી ચૂક્યા છે. ગુજરાત બાર કાઉન્સીલની તા. 6ઠ્ઠી માર્ચે યોજાયેલી ચૂંટણીમાં રાજકોટ સહિત રાજયભરમાથી મોટી સંખ્યામાં વકીલ મતદારોએ મતદાન કર્યું હતું. 18 બેઠકો પર 79 પુરૂૂષ અને 5 મહિલા અનામતમાં 24 મહીલા મળી કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણીમાં કુલ 49,006 વકીલોએ મતદાન કર્યું હતું.મતદાન પૂર્ણ થયા બાદ હાઇકોર્ટના ઓડિટોરીયમ ખાતે સુરક્ષા અને ઉમેદવારોની હાજરીમાં મતગણતરી મંગળવારથી શરૂૂ કરવામાં આવી છે.

સત્તાવાર મતદાન 64.48 ટકા નોંધાયુ છે. જે પૈકી 46284 જેટલા માન્ય મતો ઠર્યા છે, જયારે 2,722 મતો અમાન્ય ઠરાવવામાં આવ્યા છે. મતગણતરીની પ્રક્રિયાના અંતે શોર્ટલીસ્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.જેમાં ત્રીજા દિવસે ચિત્ર સ્પષ્ટ થયું હતું કે, આફતાબ એ. અન્સારીને સૌથી વધુ 2398 મત અને બીસીજીના પૂર્વ ચેરમેન જે.જે. પટેલને 1949 મત મળતા વિજેતા જાહેર થયા છે.રાજકોટના દિલીપભાઈ પટેલને 1627, અમૃતાબેન ભારદ્વાજને 439, ભૂમિકા પટેલને 177, સીએચ પટેલને 236 અને જીતેન્દ્ર પારેખને 256 એકડા મળ્યા છે.

સોમવારે આગળની ગણતરીમાં એલિમિનેશન રાઉન્ડમા હવે પછીના તબક્કામાં “એલિમિનેશન રાઉન્ડ” શરૂૂ થશે. તેમાં સૌથી ઓછા એકડા મેળવનાર ઉમેદવારને યાદીમાંથી બહાર કરી (એલિમિનેટ કરી) તેમના મતોમાંથી બીજી પસંદગી (બગડા) ના મતો અન્ય ઉમેદવારોમાં તેમના હિસ્સા મુજબ ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યાં સુધી 23 સીટો પૂરેપૂરી ભરાઈ ન જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલતી રહેશે.રાજકોટમાંથી દિલીપભાઈ પટેલ અને મહિલા અનામત બેઠક માટે અમૃતા ભારદ્વાજ મજબૂત દાવેદાર તરીકે આગળ વધી રહ્યા છે,મતગણતરી દરમિયાન મળતા બિનસત્તાવાર અહેવાલો અનુસાર આ વખતની ચૂંટણીમાં મોટા અપસેટના સંકેતો મળી રહ્યા છે.

18 બેઠકો પર 79 પુરૂૂષ ચૂંટણી લડી રહા છે.જેમાં પ્રથમ રાઉન્ડની મત ગણતરીના અંતે પ્રથમ 18 ઉમેદવારોને પ્રથમ પસંદગીના મતો મળ્યા છે.જેમા અમદાવાદના અન્સારી આફતાબ અન્સારીને 2398 , અમદાવાદના જે. જે.પટેલને 1949, વલસાડના પી. ડી.પટેલ ને 1683 , રાજકોટના દિલીપભાઈ પટેલને 1627 , જામનગરના મનોજભાઈ અનડકટને 1589 , અમદાવાદના પી. એચ. વાઘેલાને 1487, અમદાવાદના કરણસિંહ વાઘેલા 1223, સુરતના બી. જી.રબારીને 1140, સુરતના એચ. જે. પટેલને 1049, જૂનાગઢના મુકેશભાઈ કામદારને 1006 ,અમદાવાદના અનિલભાઈ કેલ્લાને 973 ,મહેસાણાના કે, આર ત્રીવેદી ને 962, ભુજના એમ. આર. ગઢવીને 961, ગાંધીનગરના એસ. એસ.ગોહિલને 944 , અમદાવાદના જે. વી.પટેલને 933, સુરતના ટી. બી.કણિયાને , સુરતના એચ. એમ.નાકરાણીને 887,અમદાવાદના ભગત બી. વી.ને 867 એકડા રહ્યા છે. જ્યારે વર્તમાન બાર કાઉન્સિલના પૂર્વ સભ્ય ભાવનગરના અનિરુદ્ધસિંહ ઝાલાને 771 અને અમદાવાદના ડી. કે. દવેને 764 માત્ર એકડા મળ્યા છે.

સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ પથમ વખત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં પાંચ મહિલા અનામત બેઠકો પર 24 મહિલા વકીલોએ મેદાનમાં ઉતર્યા છે. જેમાં વડોદરાના એન. એમ. ઘોત્રેને 590 , રાજપીપળાના વી. આઈ. ભટ્ટને 486, રાજકોટના અમૃતા ભારદ્વાજને 439, એચ કે પાનવાલાને 231, પી જે જોશીને 215 , એમ બી પરીખ 189 અને રાજકોટના ભૂમિકા પટેલને 177 એકડા મળ્યા છે.

Exit mobile version