Connect with us

રાજકોટ

વધુ એક મર્ડર મિસ્ટ્રી: ખંભાલિડામાં પુરુષનો સળગાવેલ મૃતદેહ મળ્યો

Published

on

રાજકોટ જિલ્લામાં શરૂ થયેલા હત્યાના સિલસિલામાં 10 દિવસ પહેલા પડધરી નજીક અજાણી યુવતિની હત્યા કરી સળગાવી દેવાયેલી લાશ મળી આવી હતી. જેની હજુ ઓળખ પણ નથી મળી ત્યાં ગોંડલના ખંભાલિડા ગામે વધુ એક પુરુષની અન્ય સ્થળે હત્યા કરી લાશને ખેતરમાં કેમીકલ નાખી સળગાવી દીધાની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી જવા પામી છે.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના ખંભાલિડા ગામે વિક્રમસિંહ જાડેજાના ખેતર પાસે આવેલા ખરાબામાં ગઈકાલે સાંજે અજાણ્યા પુરુષનો સળગાવેલ હાલતમાં મૃતદેહ મળ્યો હોવાની જાણ થતા વિક્રમસિંહ જાડેજાએ સુલતાનપુર પોલીસને જાણ કરી હતી.
આ ઘટનાની જાણ થતા સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.પી. ઝાલા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા વિક્રમસિંહ જાડેજાના ખેતર પાસે સરકારી ખરાબામાંથી અજાણ્યા પુરુષનો સળગાવી દેવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા પુરુષની અન્ય સ્થળે હત્યા કર્યા બાદ લાશને મોડીરાત્રે જ સરકારી ખરાબામાં લાવી કેમીકલ નાખી સળગાવી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
અજાણ્યા પુરુષ પર કેમીકલ છાંટી મૃતદેહ સળગાવી દીધેલ હોય જેના કારણે તેનો ચહેરો વિકૃત થઈ ગયો હોય ઓળખ મેળવવી મુશ્કેલ બની ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા પુરુષના મોઢામાં સોના જેવી મેટલનો દાંત હોવાનું જાણવા મળ્યું છે. જેના પરથી તેની ઓળખ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે.
બીજીબાજુ અજાણ્યા પુરુષનું મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે લાશને ફોરેન્સીક પોર્સ્ટમોટમ અર્થે રાજકોટની મેડીકલ કોલેજમાં મોકલી આપવામાં આવ્યો છે. જેના અભિપ્રાય બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.
સુલતાનપુર પોલીસે મૃતકની ઓળખ મેળવવા ગોંડલ, જેતપુર, જૂનાગઢ પંથકમાં છેલ્લા બે દિવસથી ગુમ થયેલા વ્યક્તિઓ પર તપાસ કેન્દ્રીત કરી છે. જો કે, પોલીસે જણાવ્યું હતું કે, મૃતક સ્થાનિક જ હોવાનું શંકા વ્યક્ત કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં શરૂ થયેલી મર્ડર મિસ્ત્રીમાં હજુ 10 દિવસ પહેલા જ પડધરીના ખામટા ગામે સરકારી ખરાબામાંથી અજાણી યુવતિની હત્યા કરી સળગાવી દેવાયેલ લાશ મળી આવી હતી. જે યુવતિની હજુ સુધી ઓળખ મળી નથી ત્યાં આવી જ એક વધુ ઘટના ગોંડલ પંથકમાં બની હતી. જેના કારણે સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવની જાણ થતા રૂરલ એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી જઈ સ્થાનિક પોલીસની સાથે તપાસમાં જોડાયા છે અને મૃતકની ઓળખ મેળવવા અને હત્યારાઓનું પગેરું દબાવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગુજરાત

માસૂમ બાળકીને ફાડી ખાધા બાદ તંત્ર રઘવાયું, કૂતરાં પકડવા ટીમો ઉતારી

Published

on

By

જંગલેશ્ર્વરમાંથી 8 કૂતરાં પકડ્યા, તમામનું મેડિકલ ચેકઅપ કરી એનિમલ હોસ્ટેલ ખાતે રાખવામાં આવશે

શહેરમાં વધતા જતા કુતરાના આતંક વચ્ચે ગઈકાલે જંગલેશ્ર્વર વિસ્તારમાં પાંચ ડાઘિયાઓએ એક પાંચ વર્ષની બાળકીને ફાડીખાતા શહેરભરમાં ચકચાર મચી ગઈ છે જેના પગલે મહાનગરપાલિકાની કુતરા પકડ પાર્ટી દ્વારા સવારથી જ જે સ્થળે બનાવ બન્યો હતો ત્યાં ટીમો ઉતારી કુતરા પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને તમામ શેરીઓ અને વિસ્તારમાં ચકાસણી કરી 8 કુતરાને પકડીને હાલ પાંજરે પુરવામાં આવ્યા છે. તેમ ડો. જાકાસણિયાએ જણાવ્યું હતું.

મનપાના પશુ પકડ પાર્ટીના હેડ ડો. જાકાસણિયાના જણાવ્યા મુજબ જંગલેશ્ર્વર વિસ્તારમાં ગઈકાલે બનેલ ઘટનાએ શહેરભરમાં રોષનું વાતાવરણ ઉભુ કર્યુ છે. સરકારના નિયમ મુજબ રખડતા કુતરા પકડવાની મનાઈ છે પરંતુ જ્યાં અમુક ચોક્કસ કુતરાઓનો ત્રાસ હોય અને ફરિયાદો ઉઠતી હોય ત્યારે આ પ્રકારના કુતરાઓને પકડી એનિમલ હોસ્ટેલ ખાતે સારવાર કરવામા આવે છે. જેમાં આજની ઘટનાએ પણ મનુષ્ય ઉપર હુમલો કરનાર કુતરાને ક્યા પ્રકારનો રોગ છે તેમજ માનસીક રીતે બીમાર છે કે નહીં તે જાણવા માટે આજે સવારથી અલગ અલગ ટીમોને જંગલશ્ર્વર વિસ્તારમાં દોડાવવામાં આવી હતી. અને વિક્રાળ તેમજ હિંસક લાગતા 8 કુતરાઓને પકડી એનિમલ હોસ્ટેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં આ કુતરાઓની ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવશે અને હડકવા તેમજ અન્ય રોગોનો ભોગ આ કુતરા બન્યા છે કે નહીં તેનું નિદાન કરવામાં આવશે. ત્યાર બાદ જરૂરત પડ્યે આ કુતરાઓને અમુક દિવસો સુધી એનિમલ હોસ્ટેલમાં રાખી શાંત થાય ત્યાર બાદ ફરી વખત જે સ્થળેથી પકડવામાં આવ્યા છે. તે સ્થળ ઉપર છોડી મુકવામાં આવશે.

Continue Reading

ક્રાઇમ

અગાઉની ફરિયાદમાં હકુભાની ધરપકડ કરી હોત તો સગીરા પર દુષ્કર્મ ન થાત: ફોજદાર ભગોરા સસ્પેન્ડ

Published

on

By

સગીરાએ પોલીસ કમિશનર કચેરીએ ઝેરી દવા પીધા બાદ વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી હતી છતાં હકુભા વિસ્તારમાં ખુલ્લેઆમ ફરતો અને સગીરાના ઘરે જઇ દુષ્કર્મની ધમકી પણ આપી

શહેરના ભીસ્તીવાડમાં રહેતાં નામચીન શખ્સ હકુભાએ વ્યાજખોરી અંગે થયેલી ફરિયાદમાં સમાધાન કરવાનું કહી એક સગીરા, તેણીના માસી, નાની બહેન અને માસીના દિકરા સહિતનાનું કારમાં અપહરણ કરી ભગવતીપરાના છેડે વાડીમાં લઈ જઈ સગીરા અને તેના માસીને મારકૂટ કરી બાદમાં હકુભાએ પોતાની પત્ની અને બાળાના માસીની હાજરીમાં જ આ બાળા પર બળાત્કાર ગુજારી ત્યાંથી ફરીવાર ભગવતીપરાના ડેલામાં ફરીથી બાળા પર બીજીવાર બળાત્કાર ગુજારતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.આ બનાવ બાદ બી ડિવિઝન પોલીસમાં અપહરણ,દુષ્કર્મ,પોસ્કો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી હકુભા અને તેમના પુત્ર સહિત ત્રણની ધરપકડ કરી હતી.

આ બનાવના ઘેરા પડઘા પ્ર.નગર પોલીસ મથકમાં પડ્યા હતા.જેમાં અગાઉ તાં.18/10ના રોજ બાળકીની બહેને હકુભા આણી ટોળકીએ આંતક મચાવી પૈસાની ઉઘરાણી કરતા પોલીસ કમિશ્નર કચેરીમાં યુવતીએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આ બનાવમાં પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઈ ભગોરાએ બાળકીના માતાની ફરિયાદ પરથી હકુભા ખિયાણી,તેનો પુત્ર મિરઝાદ,પુત્ર વધુ સોનીબેન એઝાઝ અને અલી વિરુદ્ધ મારામારી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવમાં તપાસ પ્ર.નગર પોલીસના પીએસઆઈ કે.એસ.ભગોરા ચલાવી રહ્યા હતા.આ બનાવમાં હકુભાની ધરપકડ ન કરી જેથી હકુભા ઉપર પોલીસનો ખૌફ ના હોય તેમ પોતે ખુલ્લેઆમ વિસ્તારમાં ફરતો અને આ ફરિયાદ મામલે ફરિયાદીના ઘરે જઈ એક વાર આ ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી પણ આપી હતી.આ ફરિયાદમાં પીએસઆઈ ભગોરાએ બેદરકારી દાખવી આરોપી હકુભાને ન પકડતા તેમને સગીરાને પરિવાર સાથે સમાધાનના બહાને લઈ જઈ દુષ્કર્મ આચાર્યુ હતું.આ મામલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આકરા પગલાં લઈ પીએસઆઈ ભગોરાને ફરજ પર બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જૂની ફરિયાદમાં એટ્રોસિટીનો કરાયો ઉમેરો
ગઈ.તા.19/11ના રોજ સગીરાની માતાની ફરિયાદ પરથી હકુભા આણી ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.જેમાં પ્ર.નગર પીએસઆઈ કે.એસ.ભગોરાએ આજ સુધી કોઈ પણ આરોપીને પકડયા નહોતા.આ મામલે તપાસમાં બેદરકારી બદલ તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.પોલીસના આધારભૂત સૂત્રોમાંથી જાણ્યા પ્રમાણે,જૂની ફરિયાદમાં એટ્રોસીટીની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે.

Continue Reading

ગુજરાત

કેમેરા હોય ત્યાં પિચકારી મારવાનું બંધ: ફક્ત 6 જ પકડાયા

Published

on

By

ગંદકી કરતા 32 નાગરિકોને દંડ, 2.75 કિ.ગ્રા પ્લાસ્ટિક જપ્ત: ન્યૂસન્સ પોઈન્ટ ખાતેથી 25.4 ટન કચરાનો નિકાલ

સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત મનપા દ્વારા આજે પાનખાઈને પીચકારી મારતા ફક્ત 6 લોકોને જ પકડ્યા હતા કારણ કે હવે લોકો કેમેરા જોઈને પીચકારી મારતા થયા હોય તેવું જણાઈ રહ્યું છે. તેવી જ રીતે જાહેરમાં કચરો ફેંકતા અને ગંદકી કરતા 32 લોકોને દંડ કરી 2.75 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી ન્યુસન્સ પોઈન્ટ ખાતેથી વધુ 25.4 ટન કચરાનો નિકાલ કર્યો હતો.
રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેર ને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરિયાદો નાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકો ને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓ ને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનાર ને સીસીટીવી કેમેરા ના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત આજે 08 વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે.

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1207 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 248 સફાઈ કામદારો ની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, આજે 1(એક) સફાઈ કામદાર કચરો રોડ પર સળગાવતા ઝ્ડપી લીધા હતા અને તેમની પાસેથી દંડ લેવામાં આવેલ હતો. અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદો નું ફોલોઅપ જે તે વિસ્તાર ના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાક માં ફરિયાદ નુ નિવારણ કરવામાં આવેલ છે. ઉપરોકત કામગિરી મ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશ અને નાયબ કમિશનરના સુપરવિઝન હેઠળ, કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરનાં નોડલ ઓફિસર વત્સલ પટેલ તેમજ તાબા હેઠળનાં સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

Continue Reading

Trending