Connect with us

Uncategorized

બાંગ્લાદેશની બીજી હાર, ન્યૂઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને

Published

on

ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને વર્લ્ડ કપર્ની શરૂૂઆત કરનારી ન્યૂઝીલેન્ડે સતત ત્રીજી જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડ બાંગ્લાદેશને 8 વિકેટે હરાવીને પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર પહોંચી ગઈ છે.ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશના 246 રનનો પીછો 2 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમસને 78 રન બનાવ્યા. તેના પગના સ્નાયુઓ ખેંચાઈ જતા રિટાયર હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યો.ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ બાદ ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડની ટીમ વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેય મેચ જીતી છે. બીજી તરફ બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે જીત સાથે વર્લ્ડ કપની શરૂૂઆત કરી હતી પરંતુ બાંગ્લાદેશની ટીમ તે જીતનો સિલસિલો જાળવી ન શકી અને બાંગ્લાદેશને ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.ત્યારબાદ હવે ન્યૂઝીલેન્ડ સામે બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાં બીજી હારનો સામનો કરવો પડ્યો છે. બાંગ્લાદેશે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી છે, માંથી બેમાં હાર અને એકમાં જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 245 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મુશ્ફિકુર રહીમે સૌથી વધુ 66 રનની ઇનિંગ રમી. આ સિવાય કેપ્ટન શાકિબ અલ હસનના બેટમાંથી 40 મહત્વપૂર્ણ રન આવ્યા. છેલ્લી ઓવરોમાં મહમુદુલ્લાહે 49 બોલમાં 40 રનની ઝડપી ઇનિંગ રમીને બાંગ્લાદેશને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ પાસે રૂા.64.38 કરોડની સંપત્તિ

Published

on

By

જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુનમબેન માડમે ઉમેદવારીપત્ર સાથે રજુ કરેલા સોગંદનામામાં પોતાની સ્વપાર્જીત સ્થાવર જંગમ મિલ્કતોની બજાર કિંમત 64.38 કરોડ થાય છે. જે સામે તેના પર પતિ પાસેથી લીધેલી 18 કરોડની લોન અને અન્ય 35 કરોડની જવાબદારી દર્શાવવામાં આવી છે. બે લક્ઝુરિયસ કાર, પોતાના પાસે એક પિસ્તોલ અને પતિ પાસે 3 રાઈફલો હોવાનું જાહેર કર્યુ છે.

ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે 2024ની લોકસભાની ચુંટણીના જામનગર બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમે સોગંદનામામાં પોતાનું ઈન્કમટેક્સ રીર્ટન 80.13 લાખ, પતિ પરમિન્દરકુમારનું રીર્ટન 4.38 કરોડનું ભર્યાનું દર્શાવ્યું છે. પોતાની હાથ પરની રોકડ 3.52 લાખ, પતિ પાસે 1.60 લાખ, શેરો, સરકારી યોજનાઓમાં મળીને કુલ 12.85 કરોડનું રોકાણ, 34.45 લાખની ટોયોટા ફોર્ચુનર, 45.89 લાખની ટોયોટા લેન્ડક્રુઝર કાર, 3.72 કરોડનું 5554.37 ગ્રામ સોનું, 51.52 લાખના હીરા, 19.82 લાખની ચાંદી, 1.8 લાખની બેરેટા પીસ્તોલ તેમજ પતિ પાસે ડબલ બેરલ બે અને એક સીંગલ બેરલ રાઈફલ મળીને પોતાની જંગમ મિલ્કતો 22.16 કરોડની અને પતિની જંગમ મિલ્કતો 35.77 કરોડની તથા હિન્દુ સંયુક્ત પરિવારની મિલ્કતો 2.66 કરોડની દર્શાવી છે.

તેમના જામનગર ખાતેના બે મકાન, ઓફીસ, ખેતીની વિવિધ જમીનો સહિતની પોતાની 47.09 કરોડની સ્વપાર્જીત મિલ્કતો દર્શાવી છે. જેની બજાર કિંમત 64.38 કરોડ ગણાય છે. તેમના પતિ પાસેથી 18 કરોડની લોન તેમજ મિલ્કતોના વેચાણ સામે એડવાન્સ ચુકવણા રૂૂપે કંપનીને 35 કરોડ આપ્યાની વિગતો દર્શાવી છે. આમ જામનગર લોકસભા બેઠકના એક માત્ર મહિલા ઉમેદવાર આર્થિક રીતે સૌથી શક્તિશાળી ઉમેદવાર ગણી શકાય છે. તેઓ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના બીકોમ ગ્રેજ્યુએટ છે. તેમજ તેઓ સામે એક પણ પ્રકારના કેસ કે, કોઈ પણ ટેક્સ કે સરકારી કરજો તેઓના નામે બાકી બોલતો નથી.

Continue Reading

Uncategorized

મિત્રની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને બહુમાળી ભવન ચોકમાં ફિનાઈલ પીધું

Published

on

By

શહેરમાં વ્યાજના વરૂઓ બેફામ બન્યા હોય તેમ અવારનવાર વ્યાજખોરોના કારણે અનેક લોકોએ આત્મઘાતી પગલાં ભર્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે રાજકોટમાં ગોંડલ રોડ પર રામનગરમાં રહેતા યુવાને કપડાનો ધંધો કરવા માટે મિત્ર પાસેથી રૂપિયા એક લાખ 30 થી 40 ટકાના વ્યાજે લીધા હતાં. જે વ્યાજે લીધેલા રૂપિયા ચુકવી દીધા હોવા છતાં મિત્રએ પઠાણી ઉઘરાણી કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવાને બહુમાળી ભવન ચોક પાસે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડાયો હતો. પોલીસે વ્યાજખોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ રોડ પર આવેલા રામનગરમાં રહેતા નિકુંજ દશરથભાઈ પરમાર નામનો 29 વર્ષનો યુવાન બહુમાળી ભવન ચોકમાં હતો ત્યારે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ફીનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં નિકુંજ પરમારે કપડાનો ધંધો કરવા માટે મિત્ર જિજ્ઞેશ પુજારા પાસેથી રૂપિયા એક લાખ 30 થી 40 ટકાના વ્યાજે લીધા હતાં નિકુંજ પરમારે રૂપિયા 2.35 લાખ ચુકવી દીધા હોવા છતાં મિત્ર જિજ્ઞેશ પુજારા પઠાણી ઉઘરાણી કરી જનક એન્ટરપ્રાઈઝમાં લઈ જઈ માર માર્યો હતો. મિત્રની પઠાણી ઉઘરાણીથી કંટાળી ફિનાઈલ પી લીધું હોવાનું નિકુંજ પરમારે આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પ્ર.નગર પોલીસે પઠાણી ઉઘરાણી કરનાર જિજ્ઞેશ પુજારાની અટકાયત કરી છે અને તપાસનો દૌર લંબાવ્યો છે.

Continue Reading

Uncategorized

ગમખ્વાર અકસ્માતની તપાસ માટે ટીમ બનાવાઈ

Published

on

By

  • અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે પર ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં દસ લોકોના થયા હતાં મોત

ગુજરાતમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર નડિયાદ પાસે ગંભીર રોડ અકસ્માત થયો છે. આમાં 10ના મોત થઈ ગયા છે. તો, એક શખ્સની સ્થિતિ ગંભીર કહેવામાં આવી રહી છે. અકસ્માત તે સમયે થયો જ્યારે ઑઈલ ટેન્કરની પાછળથી આવતી ફાસ્ટ કાર તેની સાથે અથડાઈ. અકસ્માત તે સમયે થયો જ્યારે હાઈવે પર ટેક્નિકલ ખામીને કારણે ટેન્કર હાઈવેની સાઈડમાં રોકાયેલું હતું. આ ગમખ્વાર અકસ્માતની તપાસ માટે પોલીસની ખાસ ટીમ બનાવવામાં આવી છે.

કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી. પોલીસે જણાવ્યું કે કારમાં બેઠેલા 10 જણના મૃત્યુ થઈ ગયા છે. આમાંથી 8ના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે બેના હોસ્પિટલ જવાના રસ્તે જીવ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં 8 પુરુષ, 1 મહિલા અને અને 4-5 વર્ષનો એક બાળક સામેલ છે. રાહગીરોએ 108 નંબર પર અકસ્માતની સૂચના આપી. માહિતી મળતા જ એમ્બ્યુલેન્સની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ સાથે એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ પણ રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે જણાવ્યું કે અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે શીટ કાપવી પડી હતી. અકસ્માતને કારણે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ભારે જામ થઈ ગયો હતો. પોલીસે કોઈક રીતે કારને સાઈડમાં લઈ જઈ જામ હટાવ્યો હતો.

કારમાં વડોદરા, નડિયાદ અને અમદાવાદ શહેરના મુસાફરો હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. પોલીસે મૃતદેહોના પંચનામા કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ સાથે કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે મૃતકની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ચાલતા ટેન્કરની પાછળ કાર કેવી રીતે ઘુસી ગઈ તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે રામ નવમીના કારણે એક્સપ્રેસ વે પર વાહનોની વધારે ભીડ નહોતી. તમને જણાવી દઈએ કે એક્સપ્રેસ વે પર વાહનો સરેરાશ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે. પોલીસે અકસ્માતની વિગતવાર માહિતી મેળવવા માટે વધુ તપાસ માટે વિશેષ ટીમની રચના કરી છે.

Continue Reading

Trending