Connect with us

ગુજરાત

દેવભૂમિ પોલીસને વધુ એક સફળતા: પેટ્રોલિંગ દરમિયાન વધુ 872 ગ્રામ ચરસ મળી આવ્યું

Published

on

  • રૂ. 42 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે –

   દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. તેમજ દ્વારકા પોલીસ દ્વારા ત્રણ દિવસ પૂર્વે દ્વારકા નજીકના દરિયા કાંઠા વિસ્તારમાંથી રૂપિયા 16.03 કરોડથી કિંમતનો 32 કિલોથી વધુ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ પ્રકરણ બાદ સ્થાનિક પોલીસે જારી રાખેલી ઝુંબેશ દરમિયાન ગતરાત્રે પોલીસને આશરે રૂપિયા 43 લાખ જેટલી કિંમતનો વધુ પોણા નવસો ગ્રામ જેટલો ચરસનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો છે. 

  દેવભૂમિ દ્વારકાના વરવાળા ગામ નજીકના દરિયા કાંઠા વિસ્તારમાંથી શુક્રવારે મોડી રાત્રિના સમયે દ્વારકા પોલીસ તથા એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ત્રણ બાચકામાંથી સાંપળેલા 30 પ્લાસ્ટિકના પેકેટમાં રહેલો આશરે 32 કિલોથી વધુ વજનનો ડ્રગ્સ (ચરસ) બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો.

   આશરે રૂપિયા 16.03 કરોડ જેટલી આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતા ચરસના આ જથ્થા સંદર્ભે દ્વારકા પોલીસ મથકમાં શનિવારે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ આ સમગ્ર પ્રકરણ અંગેની તપાસ દ્વારકા તાબેના મીઠાપુર પોલીસ મથકના પી.એસ.આઈ. એન.એચ. જોશીને સોંપવામાં આવી હતી.

    તેમના દ્વારા સ્થાનિક સ્ટાફને સાથે રાખીને આ વિસ્તારના દરિયાકાંઠામાં અવિરત રીતે ચેકિંગ તેમજ પેટ્રોલિંગ કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગતરાત્રે મીઠાપુર નજીકના મોજપ ગામના દરિયા કાંઠેથી વધુ એક પેકેટ બિનવારસુ હાલતમાં સાંપડ્યું હતું. જે અંગેની પોલીસ તપાસમાં તેમાં 872 ગ્રામ ચરસ હોવાનું ખુલવા પામ્યું છે.

   આશરે રૂપિયા 42 લાખથી વધુની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતા આ ચરસના જથ્થાને પોલીસે કબજે લઈ અને આગળની કાર્યવાહી કરી છે. ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કોઈ શખ્સો દ્વારા ચોક્કસ કારણોસર ત્યજી દેવામાં આવેલા ડ્રગ્સના આ જથ્થા પૈકી વધુ કેટલોક જથ્થો ઝડપાય તેવી સંભાવના વચ્ચે આ પ્રકરણમાં સંડોવાયેલા શખ્સોની પણ અટકાયત થાય તે માટે વિવિધ દિશાઓમાં પણ તપાસ જારી રાખવામાં આવી છે.

ગુજરાત

ABVPએ પૂતળું બાળી યુનિ.ને તાળાબંધી કરી, પોલીસ જોતી રહી

Published

on

By

યુનિવર્સિટી-કોલેજોમાં પ્રવેશ માટે સરકાર દ્વારા કોમન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે. આ જીસીએએસ પોર્ટલમાં ખામિ સર્જાઇ રહી હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. રાજકોટ એબીવીપી દ્વારા આજે પોર્ટલ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂતળાનું દહન કરવામાં આવ્યુ હતું અને આવેદનપત્ર આપી રજૂઆત કરી યુનિવર્સિટીને તાળાબંધી કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં યુનિવર્સિટીને તાળાભંધી કરવા છતા અને પૂતળાનું દહન કરવામાં આવ્યુ હોવા છતા પોલીસ મૂકપ્રેક્ષક બની જોઇ રહી હતી. જ્યારે અન્ય વિદ્યાર્થી સંગઠનના વિરોધ પ્રદર્શનમાં ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવતી હોય તેવુ અન્ય વિદ્યાર્થી સંગઠનોના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે. (તસવીર : મુકેશ રાઠોડ)

Continue Reading

ગુજરાત

ફાયર NOC કોણ કાઢશે : અધિકારીઓ જેલમાં

Published

on

By

CFOની ડેપ્યુટેશન પર સરકાર નિમણૂક કરશે ત્યાર બાદ કામ ચાલુ થશે અથવા ઈન્ચાર્જ નિમાશે

ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ મહાનગરપાલિકાની માઠી બેઠી હોય તેમ મોટાભાગના તમામ વિભાગની કામગીરી ઠપ થઈ ગઈ છે. ત્યારે જ ફાયર વિભાગના ક્લાસ-1 અને ક્લાસ-2 સહિતના બે અધિકારીઓની ધરપકડ થતાં ફાયર એનઓસીની તમામ પ્રકારની કામગીરી બંધ થઈ જતાં અરજદારોમાં દેકારો બોલી ગયો છે. અને હવે અધિકારીઓ જેલમાં હોવાથી ફાયર એનઓસી કોણ કાઢશે તે મુદ્દે તંત્ર અવઢવમાં મુકાઈ ગયું છે.


અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી મુદ્દે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કડક ચેકીંગ કામગીરી હાથ ધરી 500થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા હતાં. જે સરકારની સુચના બાદ સોગંદનામાના આધારે હાલ પુરતા ખોલી દેવામાં આવ્યા છે. પરંતુ ખુલી ગયેલા એકમોએ નિર્ધારિત સમયમાં ફાયર એનઓસી મેળવી લેવાની સુચના અપાઈ છે. જેના કારણે દરરોજ અનેક સંચાલકો દ્વારા નવી ફાયર એનઓસી માટે અરજીઓ કરવામાં આવી રહી છે. ફાયર એનઓસીને મંજુરી સીએફઓ દ્વારા જ આપવામાં આવતી હોય છે. ત્યારે તાજેતરમાં મહાનગરપાલિકાના ક્લાસ-1 અને ક્લાસ-2 બન્ને ઓફિસરની અગ્નિકાંડ મુદ્દે ધરપકડ કરવામા આવી છે.

અને તેમની ઓફિસોને તાળા મારી દેવામાં આવ્યા હોય ક્લાસ-3ના અધિકારીઓ દ્વારા હાલ નવી ફાયર એનઓસીની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. કારણ કે, ફાયર એનઓસીના ડેક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ ફાઈનલ ડિસીઝન સીએફઓ દ્વારા લેવામાં આવતું હોય છે. તેમજ ક્લાસ-2 ઓફિસર દ્વારા પણ ફાઈલની ચકાસણી દરમિયાન ક્વેરી હોય તો તે બાબતે ક્લાસ-3ના અધિકારીને જાણ કરી ફાઈલ રોકવામાઁ આવતી હોય છે. પરંતુ બન્ને અધિકારીઓની ધરપકડ થયેલ હોય ક્લાસ-3ના અધિકારીઓ પાસે સત્તા ન હોવાથી હાલ નવી ફાયર એનઓસી કાઢવાની કામગીરી સંપૂર્ણ પણે ઠપ્પ થઈ ગઈ છે. જેના કારણે સીલ ખોલવામાં આવેલ મિલ્કતોને હવે ક્યારે ફાયર એનઓસી મળશે તે મુદ્દે તંત્ર ખુદ વિસામણમાં મુકાઈ ગયું છે.


મનપાના ફાયર વિભાગનીતમામ કામગીરી ઠપ્પ થઈ ગયેલ છે. ક્લાસ-1 અને ક્લાસ-2 બન્ને અધિકારી હાલ લોકઅપમાં હોવાથી સરકાર દ્વારા ટીપીઓની માફક સીએફઓની ડેપ્યુટેશન ઉપર નિમણુંક કરે તો કામ ચાલુ થઈ શકે તેમ છે અથવા કમિશનર દ્વારા હુકમ કરી ફાયર વિભાગના સિનીયર અધિકારીને સત્તા આપવી પડે ત્યારે નવી ફાયર એનઓસીનું કામ ચાલુ થશે આમ હાલમાં ફાયર એનઓસીની કામગીરી ઠપ્પ થઈ જતાં અરજદારોમાં દેકારો બોલી ગયો છે.

Continue Reading

ગુજરાત

કાલાવડના મુળીલા ગામે કોઝવે ધોવાતા સ્કૂલબસ ફસાઈ, બાળકોને રેસ્ક્યૂ કરાયા

Published

on

By

વરસાદના કારણે બેઠો પુલ ધોવાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો : ગ્રામજનોએ માનવ સાંકળ રચી સ્કૂલના બાળકોને નદી પાર કરાવી


સૌરાષ્ટ્રમાં હજુ વરસાદનો પ્રારંભ જ થયો છે ત્યાં ઠેર ઠેર વિકાસમાં ગાબડા જોવા મળી રહ્યા છે. જેમાં કાલાવડ તાલુકાના મુળીલા ગામે સવારે પડેલા વરસાદના કારણે નદીપરનો કોઝવે ધોવાઈ જતાં સ્કૂલબસ ફસાઈ ગઈ હતી જો કે, સરપંચ અને ગ્રામજનોની સતર્કતાના કારણે બસને પુલના સામાછેડે જ રોકી વિદ્યાર્થીઓને માનવ સાંકળ રચી નદીપાર કરાવી હતી.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બે દિવસથી વરસાદનો માહોલ જામ્યો છે. ત્યારે આજે સવારે પણ રાજકોટ અને કાલાવડ પંથકમાં વરસાદ જોવા મળ્યો હતો. જેમાં કાલાવડ તાલુકામાં સારોએવો વરસાદ પડી ગયો હતો. કાલાવડના મુળીલા ગામે વરસાદને કારણે કોઝવે ધોવાઈ ગયો હતો. જેના કારણે વાહન વ્યવહાર અટકી ગયો હતો.


મુળીલાના કોઝવે પરથી પાણી પસાર થતું હોય ગામના સરપંચને જાણ થતાં તાત્કાલીક કોઝવે પર દોડી જઈ ગામલોકોની મદદથી સ્કૂલબસને પૂલના છેડે જ રોકી લીધી હતી અને બાળકોને માનવ સાકળ રચી નદીપાર કરાવ્યા હતાં. જેના કારણે મોટી દુર્ઘટના બનતા સહેજમાં અટકી હતી. ચોમાસાના પ્રારંભે જ હજુ પહેલા જ વરસાદે વિકાસના કોઝવે ધોવાઈ ગયો છે ત્યારે આગામી સમયમાં તો મુળીલા, નપાણિયા, ખીજડિયા સહિતના ગામનો વાહન વ્યવહાર વરસાદના કારણે ખોરવાઈ જાય તો નવાઈ નહીં.

Continue Reading

Trending