Connect with us

ગુજરાત

પશુ નિયંત્રણના નવા નિયમ હેઠળ વધુ 223 પશુ પકડાયા

Published

on

આજે પકડાયેલા ટેગ વગરના પશુઓને હવે છોડવામાં નહીં આવે

મહાપાલિકા દ્વારા આજે ઢોર નિયંત્રણના નવા કાયદા મુજબ રખડતા પશુઓ પકડવાની કાર્યવાહી હાથ ધરી અલગ અલગ વિસ્તારોમાંથી વધુ 223 પશુઓ પકડવામાં આવ્યા હતા. તેમજ આજે પકડાયેલા પશુઓ પૈકી બે પશુઓને ટેગ લગાવેલ નહીં હોય તેમ જ રજીસ્ટ્રેશન નહીં થયું હોય તેવા પશુઓને છોડવામાં નહીં આવે તેમ જાણવા મળેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી શાખા દ્વારા તા.09/10/2023 થી તા.16/10/2023 દરમ્યાન શહેરમાં રસ્તે રખડતા કુલ 223 પશુઓ પકડવામાં આવ્યા હતાં.

આ કામગીરીમાં રાજકોટ શહેરના ભગવતીપરા, મોરબી રોડ, પ્રદ્યુમન પાર્ક રોડ, કુવાડવા રોડ, પેડક રોડ, નરસિંહનગર મેઈન રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, તિરૂૂપતી બાલાજી સોસાયટી, શીવનગર, જય જવાન જય કિશાન, છપ્પનીયા ક્વાર્ટર પાસે, મોરબી રોડ, ઠાકર ચોક, ગાંધી વસાહત સોસાયટી તથા આજુબાજુમાંથી કુલ 27 પશુઓ, શીતળાધાર, કોઠારીયા સોલવન્ટ, વેલનાથપરા, કોઠારીયા મેઈન રોડ, રામનાથ ઈન્ડસ્ટ્રીઝ, રામપાર્ક, આજીડેમ સર્વિસ રોડ, ગુલાબનગર, સ્વાતિપાર્ક મેઈન રોડ, શિવધારા તથા આજુબાજુમાંથી કુલ 42 પશુઓ, બંસીધર પાર્ક, રૈયાધાર, ગૌતમનગર, લાખનો બંગલો, શાસ્ત્રીનગર, મારવાડી વાસ, હિંમતનગર, મુંજકા ગામ મેઈન રોડ, રાજરાજેશ્વરી પાર્ક શેરી નં.-1, મીરાનગર, ભીડભંજન સોસાયટી, નટરાજનગર આવાસ, યોગરાજનગર, જનકપૂરી ક્વાર્ટર, યોગેશ્વર પાર્ક, જીવંતિકાનગર, ગાંધીગ્રામ, હનુમાન મઢી પાસે, કટારીયા ચોકડી, રંભામાંની વાડી રોડ, શીતલ પાર્ક, શાંતિનગર ગેઈટ પાસે તથા આજુબાજુમાંથી કુલ 35 પશુઓ, રસુલપરા મેઈન રોડ, મહમ્મદી બાગ રોડ, વેગળ ચોકડી, ન્યુ 150 ફૂટ રોડ, મવડી એનિમલ હોસ્ટેલ, ખોડીયારનગર, હિંગળાજનગર, ક્રુષ્ણ નગર સોસાયટી તથા આજુબાજુમાંથી કુલ 22 પશુઓ, ઘંટેશ્વર, વર્ધમાનનગર, ખોડીયારપરા, બજરંગવાડી, જામનગર રોડ, પરસાણાનગર, પોપટપરા, રેલનગર, પોલિસ હેડ ક્વાર્ટર, રેસકોર્ષ, મનહરપૂર, નવી કોર્ટ, ગૌતમનગર શેરી નં.-1, વોરા સોસાયટી, પંચશીલ રોડ, કણકોટ પાટીયા સામે, કાલાવાડ રોડ, ગોપાલ ચોક તથા આજુબાજુમાંથી કુલ 34 પશુઓ તેમજ અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 223 પશુઓ પકડવામાં આવેલ છે.

ગુજરાત

સ્વાતિ પાર્કમાં કામધંધો ન ચાલતા આર્થિક ભીંસથી કંટાળી ઈલેક્ટ્રિકના વેપારીનો આપઘાત

Published

on

By

પરિવારજનો લગ્ન પ્રસંગમાં ગયા બાદ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું : એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી

શહેરમાં આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લેવાના બનાવો બની રહ્યાં છે ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે. જેમાં કોઠારીયા વિસ્તારમાં આવેલા સ્વાતિપાર્કમાં રહેતા ઈલેકટ્રીકના વેપારીએ કામ ધંધો ન ચાલતાં આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પરિવારજનો લગ્ન પ્રસંગમાં ગયા હતાં ત્યારે પાછળથી આ પગલું ભરી લીધું હતું. આ બનાવથી એકની એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા રોડ પર આવેલા સ્વાતિ પાર્ક શેરી નં.2માં રહેતા ધવલ રાજુભાઈ કોઠારી (ઉ.27) નામના યુવાને ગઈકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પંખા સાથે કપડુ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 108ના ઈએમટી કરણભાઈએ જોઈ તપાસી મરણ જાહેર કરી પોલીસને જાણ કરતાં આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક ધવલ એક બહેનનો એકનો એક મોટો ભાઈ હોવાનું અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક ધવલે આઠેક મહિના પહેલા ઈલેકટ્રીકની દુકાન કરી હોય પરંતુ કામધંધો ચાલતો ન હોવાથી આર્થિક ભીંસ અનુભવતો હોય જેથી કંટાળી ગઈકાલે પત્ની અને પુત્રી માવતરે આંટો મારવા ગયા હોય અને અન્ય પરિવારજનો સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં હતાં. ત્યારે આ પગલું ભરી લીધું હતું. પરિવારજનો લગ્નમાંથી પરત ઘરે આવતાં દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ ધવલ દરવાજો ખોલતો ન હોય જેથી દરવાજો તોડતા તેનો લટકતો મૃતદેહ જોઈ પરિવારજનો હતપ્રભ બની ગયા હતાં. આ બનાવથી માસુમ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Continue Reading

ગુજરાત

કૂવામાં પાણી જોવા ગયેલી યુવતીને કાળ ખેંચી ગયો

Published

on

By

વહેલી સવારે યુવતી બહેન સાથે વાડીએ પાણી વાળવા જતા પાણી બંધ થતા કૂવામાં જોવા ગઇને અંદર પડી

જામનગર રોડ પર ન્યારા ગામ પાસે આવેલી વાડીમાં પાણી વાળતી વખતે અકસ્માતે કુવામાં પડી જતા પરપ્રાંતીય યુવતીનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવમાં જ્યારે તેની બહેન કુવામાં જોવા ગઈ ત્યારે બહેન કૂવામાં પડી ગઈ હોવાનું માલુમ પડ્યું હતું.બાદમાં ફાયર બ્રિગેડના સ્ટાફે ચાર કલાકની જહેમત બહાર યુવતીનો મૃતદેહ બહાર કઢાયો હતો.

વધુ વિગત મુજબ,મુળ મધ્યપ્રદેશ હાલ રાજકોટ જામનગર રોડ પર ન્યારા ગામ પાસે જેઠુરભાઇ રાઠોડની વાડીએ મજુરીકામ કરતા પરિવારની કરમા જેમલભાઇ વાસકડીયા(ઉ.વ.20) આજે વહેલી સવારે તેની બહેન સવીતા સાથે વાડીમાં પાણી વાળવા માટે ગઇ હતી.કુવાની મોટર ચાલુ કરતા નળીમાં પાણી આવતુ ન હોઇ તેથી કરમા કુવા પાસે જતા તેમનો પગ લપસી જતા કૂવામાં પડી ગઇ હતી.બાદમાં બહેન કરમાનો અવાજ સાંભળી બહેન સવીતા કુવા પાસે આવીને જોતા કરમા કુવામાં પડી ગઇ હોવાની ખબર પડતા દેકારો કરી મુકતા ત્યાં પરિવારજનો દોડી આવ્યા હતા.

બાદમાં બનાવ અંગે કોઇએ ફાયરબ્રિગેડને જાણ કરતા રેલનગર ફાયરબ્રિગેડ સ્ટેશનના ફાયરમેન વનરાજસિંહ પરમાર તથા વિજયભાઇ, રાહુલભાઇ મુનીયા અને રાજેશભાઇ આંબલીયા સહિતે ઘટના સ્થળે પહોંચી ચાર કલાકની જહેમત બાદ યુવતીને બેભાન હાલતમાં કુવામાંથી બહાર કાઢી હતી. બાદ 108 માં જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરી તબીબે યુવતીને મૃતજાહેર કરી હતી.પોલીસને બનાવની જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના જયશ્રીબેન ડાંગર અને સ્ટાફ બનાવ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.મૃતક કરમા ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી તેના પિતા અને માતા મજુરી કામ કરે છે યુવતીના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

Continue Reading

ગુજરાત

રાજકોટના તત્કાલીન ડીસીપી પ્રવીણકુમાર મીણા અને અચલ ત્યાગીની CBIમાં નિમણૂક

Published

on

By

ગુજરાત કેડરના વધુ બે IPS અધિકારીઓની CBIમાં નિમણૂક કરવામાં આવી છે. અચલ ત્યાગી 2015 બેન્ચના અધિકારીની સીબીઆઈમાં નિમણૂક કરાઈ છે, જ્યારે IPS પ્રવિણ કુમાર 2016 બેન્ચના અધિકારીની પાંચ વર્ષ માટે સીબીઆઈમાં નિમણૂક કરવામાં આવી છે. અચલ ત્યાગી મહેસાણા જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે IPS પ્રવિણ કુમાર મીણા આણંદ જિલ્લા પોલીસવડા હતા.

IPS પ્રવિણ કુમાર સૌ પ્રથમ ગીર સોમનાથ જિલ્લામાં તલાલા ગીર ખાતે તેમના પ્રોબેશન સમય દરમિયાન ફરજ બજાવી હતી. બાદમાં દોઢ વર્ષ સુધી વિરમગામ ખાતે એએસપી તરીકે બાદમાં તેમની નિમણૂંક રાજકોટ ડીસીપી ઝોન-1 માં થઈ હતી. ત્યાં તેમણે તેમની ફરજની સાથે ડીસીપી ટ્રાફિક અને સાયબર ક્રાઇમનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.

પ્રવિણકુમાર મૂળ રાજસ્થાનના અલવરના વતની છે. પ્રવિણકુમારના પિતા પણ ઈન્ડીયન રેવન્યુ સર્વીસમાં પુનામાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. આ કારણે તેમણે પ્રાથમિક શિક્ષણ પૂના ખાતે અને ધોરણ 12 સુધીનો અભ્યાસ મુંબઈ ખાતે કર્યો હતો. બાદમાં તેમણે ઈંઈંઝ બોમ્બે ખાતેથી બી.ટેક અને એમ.ટેક.માં મિકેનિકલ એન્જિનિયરિંગની પદવી મેળવી હતી. વર્ષ 2011માં તેઓએ યુપીએસસીની તૈયારીઓ શરૂૂ કરી, જેમાં તેઓને વર્ષ 2016માં સફળતા મળતા તેઓ આઇપીએસ અધિકારી બન્યાં હતાં.

Continue Reading

Trending