108 મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
કેશોદમાં સાંજે 8 વાગ્યા આસપાસ એક અકસ્માત ધટના બની હતી તેમાં વેરાવળ રોડ આવેલા પત્રકાર કિશોરભાઈ દવે માર્ગ ની આગળ એક બાઈક ચાલક કોઈ કારણોસર કાબુ ગુમાવતાં તે ફંગોળાઇ ગયેલ હતો જેથી ડિવાઇડર સાથે અથડાતાં તે ઇજાગ્રસ્ત થયેલ આ તકે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક 108 ને જાણ કરતા આ યુવકને ઇમરજન્સી સારવાર અર્થે કેશોદ સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હતો.
ત્યારે આ અકસ્માત ની ધટના બાબતે સ્થાનિકો ના કહેવા મુજબ બાઈક ચાલક ને સદનસીબે કોઈ ગંભીર ઇજા પોહચી ન હતી તેમ જાણવા મળ્યું છે તો બીજી તરફ આ રોડ ઉપર વાહનોનાં પાકિેગ તેમજ જ્યાં ત્યાં ફોર વ્હીલર ઉભા રહેવાથી લોકો ને આગળ તરફ કશું દેખાતું ન હોય જેથી આ સ્થળે અવાર નવાર અકસ્માતો સર્જાય છે તેવું લોકો એ જણાવ્યું હતું અને આવા અકસ્માતને રોકવા માટે આ રોડ હળવા બમ્પ મુકવા માટે ની પણ લોકો એ માંગણી કરી છે.

