Connect with us

Sports

બોલરોની કમાલ, દ.આફ્રિકાનો બાંગ્લાદેશ સામે રોમાંચક વિજય

Published

on

દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને 4 રને હરાવ્યું છે. દક્ષિણ આફ્રિકાએ છેલ્લી 5 ઓવરમાં ખૂબ જ ચુસ્ત બોલિંગ કરી હતી, જેમાં તેણે માત્ર 30 રન આપ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 113 રન બનાવ્યા હતા. આફ્રિકન ટીમ માટે હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરે 79 રનની ભાગીદારી કરી હતી. ક્લાસને 46 રન અને મિલરે 29 રન બનાવી પોતાની ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.


બાંગ્લાદેશ જ્યારે લક્ષ્યનો પીછો કરવા ઉતર્યો ત્યારે ટીમની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જો તાહિદ હ્રદય અને મહમુદુલ્લાહ વચ્ચે 44 રનની મહત્વની ભાગીદારી થઈ હતી. બાંગ્લાદેશ તરફથી હૃદયે સૌથી વધુ રન બનાવ્યા, તેણે 34 બોલમાં 37 રન બનાવ્યા. પરંતુ છેલ્લી ઓવરોમાં સાઉથ આફ્રિકાની ચુસ્ત બોલિંગે 4 રનથી તેમનો વિજય સુનિશ્ચિત કર્યો હતો.


બાંગ્લાદેશને 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ બીજી જ ઓવરમાં ટીમને પહેલો ફટકો તંજીદ હસનના રૂૂપમાં લાગ્યો હતો, જેણે 9 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી ચુસ્ત બોલિંગ હતી, જેના કારણે બાંગ્લાદેશ પાવરપ્લે ઓવરમાં માત્ર 29 રન બનાવી શક્યું હતું. પરંતુ લિટન દાસ પણ 7મી ઓવરના પહેલા જ બોલ પર 9 રન બનાવીને આઉટ થયો હતો. રનની ઝડપ ઘણી ધીમી થઈ ગઈ હતી. શાકિબ હસને 3 રન અને કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ 14 રન બનાવ્યા હતા. આ રીતે ટીમે 50 રનની અંદર 4 વિકેટ ગુમાવી દીધી હતી.


બાંગ્લાદેશે 10 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 50 રન બનાવ્યા હતા. તાહિદ હૃદય અને મહમુદુલ્લાહ વચ્ચે સારી ભાગીદારી હતી અને તેઓએ મળીને 15 ઓવરમાં ટીમનો સ્કોર 83 રન સુધી પહોંચાડ્યો હતો. આ દરમિયાન, 17મી ઓવરમાં મહમુદુલ્લાહ સામે કઇઠની અપીલ કરવામાં આવી હતી, પરંતુ ઉછજ પછી તેને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો. મેચ મોટાભાગે બાંગ્લાદેશના નિયંત્રણમાં હતી, પરંતુ 18મી ઓવરમાં રબાડાએ હૃદયની વિકેટ લીધી અને તેમને 37ના સ્કોર પર પેવેલિયન મોકલી દીધો. સ્થિતિ એવી હતી કે છેલ્લી 2 ઓવરમાં બાંગ્લાદેશને જીતવા માટે 18 રનની જરૂર હતી.


બાંગ્લાદેશને છેલ્લી ઓવરમાં સ્કોરબોર્ડ પર 11 રન લગાવવાના હતા, પરંતુ ઝાકિર અલીના આઉટ થવાને કારણે મેચની સ્થિતિ બદલાઈ હતી અને મહમુદુલ્લા નોન-સ્ટ્રાઈકિંગ એન્ડ પર હતો. છેલ્લી ઓવરના 5મા બોલ પર મહમુદુલ્લાહ આઉટ થયો ત્યારે દક્ષિણ આફ્રિકાની જીત લગભગ નિશ્ચિત હતી. છેલ્લા બોલ પર કોઈ હીટ ન આવી જેના કારણે દક્ષિણ આફ્રિકાએ 4 રનથી મેચ જીતી લીધી હતી.

Sports

ભારતનો વન ડે સિરીઝમાં ક્લીન સ્વીપ, સાઉથ આફ્રિકાને 6 વિકેટે આપી હાર

Published

on

By

સ્મૃતિ મંધાનાના શાનદાર 90 અને, હરમનપ્રીતના 42 રન


ભારતીય મહિલા ક્રિકેટ ટીમએ ત્રણ મેચની ઓડીઆઇ શ્રેણીની અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને 3-0થી ક્લીન સ્વીપ કર્યું. છેલ્લી ઓડીઆઇ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 215 રન બનાવ્યા હતા.
ભારતીય મહિલાઓ દ્વારા વનડેમાં નોંધાયેલ આ 10મી શ્રેણીની ક્લીન સ્વીપ હતી અને દક્ષિણ આફ્રિકા સામે બીજી વખત આવુ બન્યું છે. ભારતીય મહિલા ટીમે શ્રીલંકા (3) સામે વનડેમાં સૌથી વધુ શ્રેણીમાં વ્હાઇટવોશ કર્યો છે, ત્યારબાદ દક્ષિણ આફ્રિકા (2), ઇંગ્લેન્ડ (2), વેસ્ટ ઇન્ડિઝ (2) અને બાંગ્લાદેશ (1) છે.


કેપ્ટન લૌરાએ 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જવાબમાં ભારતીય ટીમે માત્ર 40.1 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. મેચ દરમિયાન ઓપનર સ્મૃતિ મંધાના ભારત તરફથી બેટિંગ કરતી વખતે શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી હતી. સ્મૃતિના બેટમાંથી 90 રન આવ્યા હતા. તેના સિવાય કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ અંતમાં બેટથી ટીમને મદદ કરી હતી.


216 રનનો પીછો કરતી વખતે સ્મૃતિ મંધાનાનું બેટ ભારતીય ટીમ માટે જોરદાર ગર્જના કરતું હતું. સ્મૃતિએ 83 બોલનો સામનો કરીને 90 રનની ઇનિંગ રમી જેમાં 11 ચોગ્ગા સામેલ હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 108 હતો. શેફાલી વર્માએ 25 રનની ઇનિંગ રમી હતી. પ્રિયા પુનિયાએ 28 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 42 રનની ઇનિંગ રમી હતી.


પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા હતા. આફ્રિકન ટીમ વતી કેપ્ટન લૌરાએ 57 બોલમાં 61 રનની ઈનિંગ રમી જેમાં 7 ચોગ્ગા સામેલ હતા. તાજમિને લૌરા સાથે શાનદાર શરૂૂઆત કરી બંને વચ્ચે સદીની ભાગીદારી બની હતી. તાજમિને 38 રનની ઇનિંગ રમી હતી. આ બંને સિવાય અન્ય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો ન હતો. જ્યારે ભારત તરફથી અરુંધતિ રેડ્ડી અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ ઝડપી હતી.

Continue Reading

Sports

બટલરે એક ઓવરમાં ફ્ટકાર્યા 5 છગ્ગા, ઇંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું

Published

on

By

ક્રિસ જોર્ડન ઝ-20 વર્લ્ડ કપ 2024માં હેટ્રિક લેનાર બીજો બોલર બન્યો


ઈંગ્લેન્ડે 62 બોલ બાકી રહેતાં યુએસએને 10 વિકેટથી હરાવ્યું છે. યુએસએના બોલરો જોસ બટલર અને ફિલિપ સોલ્ટની ઓપનિંગ ભાગીદારીને તોડી શક્યા ન હતા. કેપ્ટન બટલરે 38 બોલમાં 83 રનની ઝડપી ઈનિંગ રમીને ઈંગ્લેન્ડની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. યુએસએ પ્રથમ રમતા 115 રન બનાવ્યા હતા અને સહ યજમાન ટીમ માટે નીતિશ કુમારે સૌથી વધુ રન બનાવ્યા હતા. નીતિશે 24 બોલમાં 30 રનની ઇનિંગ રમી હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે ઇંગ્લેન્ડે પાવરપ્લેમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 60 રન બનાવી લીધા હતા.


ટોસ હાર્યા બાદ યુએસએને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ટીમના 7 બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા અને છેલ્લા 4 બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા. યુએસએ તરફથી નીતિશ કુમારે 30 રન અને કોરી એન્ડરસને 29 રનનું યોગદાન આપ્યું હતું. ખેલાડીઓ વચ્ચે કોઈ મોટી ભાગીદારી થઈ શકી નહીં, જેના કારણે યુએસએ માત્ર 115 રન જ બનાવી શક્યું. કેપ્ટન એરોન જોન્સે 10 રન અને હરમીત સિંહે પણ 21 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.


116 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડને જોસ બટલર અને ફિલિપ સોલ્ટે શાનદાર શરૂઆત કરી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના બેટ્સમેનોએ ત્રીજી ઓવરથી જ વેગ પકડવાનું શરૂૂ કર્યું અને પાવરપ્લે ઓવરના અંત સુધીમાં ટીમનો સ્કોર 60 રન સુધી પહોંચી ગયો. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે 32 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને આ મેચમાં વિસ્ફોટક શૈલીમાં બેટિંગ કરીને 36 બોલમાં 78 રન બનાવ્યા. આ દરમિયાન તેણે હરમીત સિંહની એક જ ઓવરમાં 5 સિક્સર ફટકારી હતી. હરમીતની ઓવરમાં કુલ 32 રન આવ્યા.
ઇંગ્લેન્ડનો ક્રિસ જોર્ડન ટી20 વર્લ્ડ કપ 2024માં હેટ્રિક લેનારો બીજો બોલર બની ગયો છે. તેના પહેલા ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે આ વર્લ્ડ કપમાં બે વખત હેટ્રિક લીધી હતી. જોસ બટલર અને ફિલિપ સોલ્ટે શાનદાર શરૂઆત કરી હતી.

Continue Reading

Sports

વરસાદ વિલન બને તો પણ ભારત સેમિફાઇનલમાં પહોંચી જશે

Published

on

By

ઓસ્ટ્રેલિયા સાથે રાત્રે 8 વાગ્યાથી મુકાબલો


ભારતીય ક્રિકેટ ટીમ આજે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ટી-20 વર્લ્ડ કપ 2024ની આ 51મી મેચ છે, જેને જીતીને ભારતીય ટીમ સેમિફાઇનલ માટે તેમની ટિકિટ બુક કરવા માંગે છે. રવિવારે અફઘાનિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. હવે ભારત સામેની મેચ ઓસ્ટ્રેલિયન ટીમ માટે કરો યા મરો જેવી બની રહી છે.


ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની તેની છેલ્લી મેચમાં 50 રને જીત મેળવી હતી. હવે બંને ટીમો વચ્ચેની મેચ સેન્ટ લુસિયાના ડેરેન સેમી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ પહેલા સેન્ટ લુસિયામાં હવામાન ટીમ માટે ટેન્શનનું કારણ બની ગયું છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 31 મેચ રમાઈ છે, જેમાં 19 વખત ઓસ્ટ્રેલિયાની ટીમે જીત મેળવી છે, જ્યારે ભારતે 11 મેચ જીતી છે. એક મેચનું પરિણામ આવ્યું ન હતું. ટી20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે કુલ પાંચ મેચ રમાઈ હતી, જેમાં ભારતે ત્રણ મેચ જીતી હતી અને ઓસ્ટ્રેલિયાએ બે મેચ જીતી હતી. 2007 ટી20 વર્લ્ડ કપમાં ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું. આવી સ્થિતિમાં ભારત પાસે ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન કરવાનો મોકો છે.


ડેરેન સેમી સ્ટેડિયમમાં રમાનારી મેચ દરમિયાન સેન્ટ લુસિયામાં હવામાન ખરાબ રહી શકે છે. વરસાદની એકંદર સંભાવના 56 ટકા છે. આવી સ્થિતિમાં જો આ મેચ વરસાદને કારણે ધોવાઇ જાય છે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે અને ટીમ ઈન્ડિયાના ફરીથી કુલ પાંચ પોઈન્ટ હશે અને તે સેમિફાઈનલમાં પહોંચી જશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના કુલ માત્ર ત્રણ પોઈન્ટ હશે. આ પછી તેણે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચો પર નિર્ભર રહેવું પડશે.

આજે બુમરાહની જગ્યાએ સિરાજને તક મળી શકે

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે આખી ટૂર્નામેન્ટમાં પોતાની બોલિંગથી આતંક મચાવ્યો છે અને તેથી જ મેનેજમેન્ટ હવે તેને આગામી મેચમાંથી આરામ આપી શકે છે. ભારતીય ટીમ આસાનીથી ટી20 વર્લ્ડ કપ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે અને તેથી જ આગામી મહત્વપૂર્ણ મેચો પહેલા તેને આરામ આપવામાં આવી શકે છે. જો જસપ્રીત બુમરાહ આરામ કરશે તો આગામી મેચોમાં તે સંપૂર્ણ રીતે તાજગી અનુભવશે અને ભારતીય ટીમ માટે મેચ વિનર સાબિત થઈ શકે છે. જસપ્રિત બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજને તક આપવા પર વિચાર કરી શકે છે. મોહમ્મદ સિરાજ પણ અત્યારે રેડ હોટ ફોર્મમાં છે અને તે એકલા હાથે સમગ્ર કાંગારૂૂ ટીમને એક જ સ્પેલમાં ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. ઓસ્ટ્રેલિયા સામે મોહમ્મદ સિરાજનો રેકોર્ડ ઘણો શાનદાર છે.

Continue Reading

Trending