Entertainment
દુબઈના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અલ્લુ અર્જુનનું મીણનું પૂતળું મુકાશે
તાજેતરમાં જ નેશનલ ફિલ્મ એવોર્ડ જીતનાર અલ્લુ અર્જુનની ખ્યાતિ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ફેલાયેલી છે. આના પરિણામે દુબઈના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અભિનેતાનું મીણનું પૂતળું સ્થાપિત કરવામાં આવશે. અહેવાલ છે કે આ વર્ષના અંત સુધીમાં, અભિનેતાનું પૂતળું તૈયાર થઈ જશે અને લોકોને જોવા માટે મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. તાજેતરમાં, અભિનેતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મીણની પ્રતિમા માટે માપ આપતો જોવા મળે છે. વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બ્લેક સૂટ પહેરેલો જોવા મળી રહ્યો છે. તેમના પૂતળામાં લાલ જેકેટ હશે, જે તેમણે તેમની ફિલ્મ આલા વૈકુંઠપુરરામુલુના બોર્ડરૂૂમ ડાન્સ સીનમાં પહેર્યું હતું. જ્યારે અલ્લુ અર્જુનને ખબર પડી કે તેની મેડમ તુસાદ મ્યુઝિયમ દુબઈમાં મીણની પ્રતિમા માટે પસંદગી કરવામાં આવી છે ખુશી વ્યક્ત કરતા અલ્લુ અર્જુને એક નિવેદનમાં કહ્યું હતું કે, મેં લોસ એન્જલસમાં મેડમ તુસાદ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી અને ત્યાંનો અનુભવ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. હવે હું વિશ્વાસ કરી શકતો નથી કે મારી પણ મીણની આકૃતિ હશે, હું ક્યારેય આ વાત પર વિશ્વાસ કરી શકીશ નહીં. અલ્લુ અર્જુનની પ્રતિમા બ્લુ વોટર્સમાં સ્થિત સુંદર અને ઇન્ટરેક્ટિવ બોલિવૂડ ઝોનમાં મૂકવામાં આવશે.
Entertainment
બિગ બોસમાં કોરિયન પોપ સ્ટાર તસ્નીમની થશે એન્ટ્રી

બિગ બોસ 17 હાલમાં કલર્સ ચેનલ પર જોવા મળી રહ્યો છે. એશ્વર્યા શર્મા, નીલ ભટ્ટ, અંકિતા લોખંડે, વિક્કી જૈન, મુનવ્વર ફારુકી, ઈશા માલવિયા, અભિષેક કુમાર, સના, અનુરાગ, મન્નારા ચોપડા, રિંકુ ધવન, અરણ મહાશેટ્ટી, ખાનઝાદી, સમર્થ બિગ બોસના ઘરના સભ્યો છે. ત્યારે જીગ્ના વોરા, નવીદ સોલ, સની આર્યા તહેલકા, સોનિયા બંસલ, મનસ્વી મમગઈ બહાર થઈ ચૂક્યા છે. શોના બીજા અઠવાડિયામાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ હતી.
સમર્થ અને મનસ્વીએ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે એન્ટ્રી લીધી હતી. ત્યારે હાલ એવા સમાચારો સામે આવી રહ્યા છે કે, બિગ બોસ 17ના મેકર્સ કેટલાક વાઈલ્ડ કાર્ડ સ્પર્ધકોને લાવવાનું પ્લાનિંગ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તસ્નીમ નેરુરકર, પુનમ પાંડે, ફ્લોરા સૈની, જ્હાંઆરા આલમ, અધ્યન સુમન, ભાવિન ભાનુશાળી, રાખી સાવંત અને આદિલ ખાન વાઈર્લ્ડ કાર્ડ તરીકે શોમાં એન્ટ્રી કરી શકે છે.
બિગ બોસ 17માં એક, બે નહીં પરંતુ ત્રણ સેલિબ્રિટી કપલ્સે ભાગ લીધો છે. અંકિતા લોખંડે-વિકી જૈન અને નીલ ભટ્ટ ઐશ્વર્યા સાથે, ઈશા માલવિયા-સમર્થ જુરેલ પણ આ શોનો એક ભાગ છે.
Entertainment
હિના ખાનની કન્ટ્રી ઓફ બ્લાઇન્ડ ઓસ્કાર નોમિનેશન માટે મોકલાઇ

હિના ખાનની કન્ટ્રી ઑફ બ્લાઇન્ડની ફિલ્મને ઑસ્કર અવોર્ડમાં નોમિનેશન માટે મોકલવામાં આવી છે. આ ફિલ્મના સ્ક્રીનપ્લેનો ઑસ્કર્સની લાઇબ્રેરીમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં હિના ખાનની સાથે અનુષ્કા સેન, શોએબ નિકાશ શાહ, નમિતા લાલ અને જિતેન્દ્ર રાય પણ લીડ રોલમાં છે. ફિલ્મને રાહત કાઝીમીએ ડિરેક્ટ કરી છે. ક્ધટ્રી ઑફ બ્લાઇન્ડને ઑસ્કરમાં નોમિનેશન માટે મોકલવા પર ખુશી વ્યક્ત કરતાં હિનાએ કહ્યું કે પઆશા રાખીએ છીએ કે અમારી ફિલ્મને નોમિનેટ કરવામાં આવે.
અમારી સખત મહેનતનું ફળ મળવાની મને ખુશી છે. કાનથી માંડીને ઑસ્કર્સની જર્ની એક્સાઇટિંગ છે. આ ફિલ્મને ખૂબ પ્રેમ મળ્યો છે. સાથે જ ઇન્ડિપેન્ડન્ટ પ્રોડક્શનને આવા પ્રકારની સિદ્ધિ મળી છે. ભારતને પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ જેવા કાન અને ઑસ્કર્સમાં રેપ્રિઝેન્ટ કરવું એ મારા અને આખી ટીમ માટે ખરેખર ગર્વની બાબત છે.
Entertainment
સલમાન ખાન મારી નફરતને પણ લાયક નથી: અભિજીત ભટ્ટાચાર્ય

પ્રખ્યાત ગાયક અભિજીત ભટ્ટાચાર્ય તેના શ્રેષ્ઠ ગીતો માટે હેડલાઇન્સમાં રહે છે. તે પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. ગત દિવસોમાં અભિનેતાએ શાહરૂૂખ ખાન પર નિશાન સાધ્યું હતું. હવે સિંગરે સલમાન ખાન પર હુમલો કર્યો છે. સિંગરે કહ્યું છે કે સલમાન ખાન તેની નફરતને પણ લાયક નથી. સિંગર અભિજીતે હાલમાં જ એક યુટ્યુબ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો છે. આ ઈન્ટરવ્યુ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે સલમાન ખાન સાથે તેના કેવા સંબંધો છે. જવાબમાં, ગાયકે અભિનેતા સાથેના મતભેદો વિશે વાત કરી અને કહ્યું, મને નથી લાગતું કે તે મારી નફરતને પાત્ર છે. હું સલમાનને નફરત કરવા લાયક પણ નથી માનતો. તેને જે કંઈ મળ્યું છે તે આશીર્વાદની અસર છે. તે માત્ર પ્રાર્થના પર જ જીવી રહ્યો છે. અભિજીતે આગળ કહ્યું, જો સલમાન એવું વિચારતો હોય કે તે ભગવાન બની ગયો છે, તો એવું નથી. તે ભગવાન નથી. અભિજીત ભટ્ટાચાર્યનો સલમાન ખાન સાથે 2015માં પણ વિવાદ થયો હતો. ત્યારબાદ તેણે અભિનેતા વિરુદ્ધ એક ટ્વીટ કર્યું, જેના કારણે ભારે હોબાળો થયો. અને હવે ફરી એકવાર અભિજીત ભટ્ટાચાર્ય પર નિશાન સાધ્યું છે. અભિજીત ભટ્ટાચાર્ય કહે છે કે સલમાને પોતાના દેશના ગાયકોને બદલે દુશ્મન દેશના ગાયકોને પ્રમોટ કર્યા અને તેમને તક આપી.
-
Sports3 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર2 months ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
બોટાદ જિલ્લામાં વીજતંત્ર આકરા પાણીએ : 228 કનેક્શનમાંથી રૂા. 1.11 કરોડની વીજચોરી પકડાઈ
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
રૂા. 1.35 કરોડના મામલે રિક્ષાચાલક, વકીલ અને પોલીસ વચ્ચે ગેમ