Site icon Gujarat Mirror

રાવણના પુનર્જન્મ પરની ફિલ્મમાં અલ્લુ અર્જુન-દીપિકા પાદુકોણ

રણબીર કપૂર અને યશ અભિનીત રામાયણનો ફર્સ્ટ લુક લોન્ચ થયો છે ત્યારે રિપોર્ટ છે કે KGF ફેમ પ્રશાંત નીલ હવે રાવણના પુનર્જન્મ પરની સ્ટોરી ધરાવતી ફિલ્મ બનાવી રહ્યા છે જેમાં અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની જોડી જોવા મળશે. તેઓ રાવણમનામની ફિલ્મ લઈને આવી રહ્યા છે જે રાવણના પુનર્જન્મની કથા હશે. એવું કહેવાય છે કે ફિલ્મની વાર્તામાં એક પેરેલલ યુનિવર્સ હશે, જેમાં રાવણનો પુનર્જન્મ એક ખૂંખાર અંડરવર્લ્ડ ગેન્ગસ્ટર તરીકે થશે. એવું કહેવાય છે કે ફિલ્મમાં કુલ પાંચ અલગ-અલગ અભિનેત્રીઓ હશે; જેમાં જાહ્નવી કપૂર અને મૃણાલ ઠાકુરનાં નામ પણ ચર્ચામાં છે. જોકે આ હજી માત્ર ચર્ચા છે, કારણ કે નિર્માતાઓએ આવી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

Exit mobile version