રાષ્ટ્રીય
ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ

24 ટીમના 110 ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા, ગુજરાતમાં પ્રથમવાર આયોજન ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદઘાટન
ગુજરાતમાં પ્રથમવાર 17થી 20 ઓક્ટોબર સુધી ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન થયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે 24મી ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ-2023નો પ્રારંભ થયો છે. આ ચેમ્પિયનશિપમાં વિવિધ રાજ્યોની 24 ટીમોના 110થી વધુ પોલીસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
24મી ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ-2023ના પ્રારંભ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ પ્રથમ વખત ગુજરાતમાં યોજાઈ રહી છે, જે ગુજરાત પોલીસ માટે એક ગર્વની વાત છે. ગયા વર્ષે આ આયોજન સીઆરપીએફ દ્વારા દિલ્હીમાં કરવામાં આવ્યું હતું, આ વખતે ગુજરાત પોલીસને આ તક મળી છે.
તેમણે વધુમાં કહ્યું કે, વિવિધ રાજ્યોના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ખેલદિલીની ભાવના વિકસે એ ઉદ્દેશ સાથે દર વર્ષે આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવતું હોય છે. ગૃહ રાજ્યમંત્રીએ આ ચેમ્પિયનશિપના ભાગ લેનાર તમામ પોલીસ ખેલાડીઓ તેમજ તમામ આયોજકોને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ અવસરે રાજયના પોલીસ વડા વિકાસ સહાયે સ્વાગત પ્રવચન આપતા કહ્યું કે, ગુજરાત પ્રથમવાર ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપની યજમાની કરી રહ્યું છે.
ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, 1998માં કર્ણાટક પોલીસ દ્વારા બેંગલુરૂમાં પ્રથમ વખત ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું, જેમાં ગુજરાત પ્રથમવાર ચેમ્પિયન બન્યું હતું અને હું પણ એ ટુર્નામેન્ટનો ભાગ રહ્યો હતો. દર વર્ષે વિવિધ રાજ્યની પોલીસ દ્વારા આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
24 ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ-2023ના પ્રાંરભ પ્રસંગે અમદાવાદના મેયર સુ પ્રતિભા જૈન, ધારાસભ્ય અમિતભાઇ ઠાકર, કૌશિકભાઈ જૈન, દિનેશભાઇ કુશવાહ, અમદાવાદ અને સુરતના પોલીસ કમિશનર , રાજ્યના પોલીસ અધિકારીઓ, ભારતભરમાંથી આવેલા ડીજીપી, એડિશનલ ડીજી, આઈજી, ડીવાયએસપી અને એસપી કક્ષાના સિનિયર અધિકારીઓ તેમજ ગુજરાત ટેનિસ ફેડરેશનના તેમજ ગુજરાત સ્પોર્ટ ક્ષેત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
રાષ્ટ્રીય
વન નેશન, વન સ્ટુડન્ટ: દરેક વિદ્યાર્થીને અપાશે ‘અપાર’ ID

વન નેશન, વન સ્ટુડન્ટ હેઠળ હવે દરેક વિદ્યાર્થીની એક વિશેષ ઓળખ (12 અંકનું ઈંઉ) હશે, જે તેને ક્ધિડરગાર્ટનથી લઈને પીએચડીના અભ્યાસ અને નોકરી મેળવવા સુધી મદદરૂૂપ થશે. આ ઈંઉ જે આધારની જેમ કામ કરશે તેને ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી નામ આપવામાં આવ્યું છે. આ યોજના શૈક્ષણિક સત્ર 2024-25 થી લાગુ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા 4.50 કરોડ વિદ્યાર્થીઓમાંથી 2.50 કરોડને અઙઅઅછ આઈડી આપી દીધી છે. બાકીના વિદ્યાર્થીઓ માટે અઙઅઅછનું કામકાજ ચાલુ છે.શાળાના વિદ્યાર્થીઓ માટે યુનિક આઈડી બનાવવા માટે રાજ્યોમાંથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. એકવાર આ યોજના લાગુ થયા પછી, વિદ્યાર્થીઓ દેશમાં ગમે ત્યાં જઈ શકશે અને શાળાથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શકશે.
હાલમાં ટ્રાન્સફર સર્ટિફિકેટ અને અન્ય ગૂંચવણોના કારણે આ પ્રક્રિયા (માઇગ્રેશન)માં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.વિદ્યાર્થીના બાલ વાટિકામાં પ્રવેશ મેળવતા જ તેની અઙઅઅછ આઈડી બની જશે. જેમાં વિદ્યાર્થી અને વાલીઓનું નામ, જન્મ તારીખ, લિંગ, ફોટો અને આધાર નંબર નાખવામાં આવશે. આ આઈડી તેના ઉચ્ચ શિક્ષણ માટે પણ ઉપયોગી થશે. વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષાઓ, ઉંઊઊ, ગઊઊઝ, ઈઞઊઝ અને અન્ય રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓ માટે અરજી ફોર્મમાં આ ઈંઉ અપલોડ કરવાની રહેશે.
આ ઈંઉને ઉશલશકજ્ઞભસયિ અને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સાથે પણ લિંક કરવામાં આવી રહ્યું છે. જ્યારે કોઈ વિદ્યાર્થી અભ્યાસક્રમ, ડિગ્રી, પ્રમાણપત્ર, કૌશલ્ય અથવા અન્ય કોઈ સિદ્ધિ પૂર્ણ કરે છે, ત્યારે તેના પ્રમાણપત્રો તેમાં ઉમેરવામાં આવશે.આ સાથે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત અને પ્રમાણપત્રો અલગથી તપાસવાની જરૂૂર રહેશે નહીં. અભ્યાસ બાદ કેમ્પસ પ્લેસમેન્ટ અને જોબમાં પણ આ યુનિક આઈડી દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે.
રાષ્ટ્રીય
દેશમાં ફરી કોરોનાએ દીધી દસ્તક, 148 લોકો આવ્યા પોઝિટિવ

વિશ્વભરમાં હજારો લોકોનો ભોગ લેનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. શિયાળાની શરૂઆત સાથે જ ભારતમાં કોરોના વાયરસના ચેપના નવા કેસ સામે આવ્યા છે. આ પછી, ચેપના વધારાને લઈને ફરી એકવાર ચિંતાની રેખાઓ ઉભી થઈ છે.
મીડિયા રીપોર્ટસ અનુસાર ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના ચેપના 148 નવા કેસ નોંધાયા છે. આજે (9 ડિસેમ્બર)ના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. સવારે 8 કલાકે અપડેટ કરાયેલા આંકડા મુજબ દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા વધીને 808 થઈ ગઈ છે જે ચિંતાજનક છે.
4.50 કરોડ લોકો સંક્રમિત થયા છે
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં કોરોના વાયરસના ચેપના કુલ કેસોની સંખ્યા 4 કરોડ 50 લાખ 2 હજાર 889 છે. જ્યારે મૃતકોની સંખ્યા 5 લાખ 33 હજાર 306 છે.
મોટી સંખ્યામાં દર્દીઓ સાજા પણ થયા છે
તે જ સમયે, જારી કરાયેલા હેલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે 4 કરોડ 44 લાખ 68 હજાર 775 લોકો ચેપમાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે, જે રાહતની વાત છે. દેશમાં ચેપમાંથી સાજા થવાનો દર 98.81 ટકા છે જ્યારે મૃત્યુ દર માત્ર 1.19 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, અત્યાર સુધીમાં દેશભરમાં એન્ટી-કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે કોરોના પછી ચીનમાં રહસ્યમય ન્યુમોનિયાનો ચેપ ફેલાયો છે અને દેશમાં કેટલાક કેસ પણ જોવા મળ્યા છે, જેને લઈને કેન્દ્રએ પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું છે. દરમિયાન, કોરોનાના નવા કેસોમાં વધારાને કારણે દેશમાં ફરી એકવાર ચિંતા વધવા લાગી છે.
રાષ્ટ્રીય
‘મજબૂત ઈચ્છાશક્તિથી કોઈ પણ શક્ય છે’ PM મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે કરી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (9 ડિસેમ્બર 2023) વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે યુવાનો સાથે વાત કરતા કહ્યું કે, મજબૂત ઈચ્છાશક્તિની મદદથી કંઈ પણ કરી શકાય છે. વડાપ્રધાને કહ્યું કે, અમે જે યોજનાઓ બનાવી છે તે પ્રમાણે અમે લાભાર્થીઓને શોધીએ છીએ અને આગળથી જઈને તેમને યોજનાઓ આપવાનું કામ કરીએ છીએ.
આ દિવસોમાં મોદીની ગેરંટી યોજનાનું વાહન ગામડે ગામડે અને શેરીએ શેરીએ જઈને લોકોને સરકારની યોજના વિશે જણાવી રહ્યું છે, જેના કારણે લોકોને તેનો લાભ મળી રહ્યો છે. ગુજરાતના લાભાર્થીઓ સાથે વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, આજે યુવાનો શહેરો છોડીને ગામડાઓમાં પાછા ફરી રહ્યા છે અને અહીં ખેતી કરીને લાખોનો નફો કમાઈ રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓ સાથે વાત કરી
આ મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ ભાગો, જમ્મુ અને કાશ્મીરમાંથી ‘વિકિત ભારત સંકલ્પ યાત્રા’ના લાભાર્થીઓમાંના એક સાથે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા વાતચીત કરી હતી. તેમણે કહ્યું, ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે તે જોઈને મને ખૂબ જ આનંદ થાય છે.
હજારો લાભાર્થીઓ ઓનલાઈન જોડાયા
દેશભરમાંથી હજારો લાભાર્થીઓ ઓનલાઈન મોડ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે અને દેશભરમાંથી બે હજારથી વધુ VBSY વાન, હજારો કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVKs) અને કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs) પણ તેમાં જોડાશે. આ કાર્યક્રમમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે.
PMOએ જણાવ્યું હતું કે, સરકારની મુખ્ય યોજનાઓનો સંપૂર્ણ લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે વિકાસ ભારત સંકલ્પ યાત્રા દેશભરમાં કાઢવામાં આવી રહી છે.
-
Sports3 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર2 months ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
બોટાદ જિલ્લામાં વીજતંત્ર આકરા પાણીએ : 228 કનેક્શનમાંથી રૂા. 1.11 કરોડની વીજચોરી પકડાઈ
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
રૂા. 1.35 કરોડના મામલે રિક્ષાચાલક, વકીલ અને પોલીસ વચ્ચે ગેમ