Connect with us

Uncategorized

ઇમ્ફાલ એરપોર્ટ પર UAV દેખાતાં તમામ ફલાઇટ રદ

Published

on

મણિપુરમાં ચાલી રહેલી હિંસક ગતિવિધિઓ વચ્ચે હવે રાજધાની ઈમ્ફાલના એરપોર્ટ નજીક એક માનવરહિત હવાઈ વાહન જોવા મળ્યું હતું. ઇમ્ફાલ એરપોર્ટ પર રવિવારે બપોરે 2.30 કલાકે અચાનક UAV દેખાતાં હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ, ઇમ્ફાલ એરપોર્ટ પર આવતી અને જતી તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી હતી.
ઇમ્ફાલના એરપોર્ટ જ્યાં UAV જોવા મળ્યું હતું તેનું નામ વીર ટિકેન્દ્રજીત ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇમ્ફાલ આવતી અને જતી કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને કેટલીક ફ્લાઇટ્સ ઇમ્ફાલ એરફિલ્ડથી પરત આવી હતી અને અન્ય સ્થળોએ ડાયવર્ટ કરવામાં આવી હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઞઅટ ડ્રોન હોઈ શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે કોલકાતાથી એક ફ્લાઈટ ઈમ્ફાલમાં લેન્ડ થવાની હતી, પરંતુ સુરક્ષા એજન્સીઓ તરફથી પરવાનગી ન મળે ત્યાં સુધી લેન્ડિંગ ન કરવાનું કહીને રોકી દેવામાં આવ્યું.
મુસાફરોથી ભરેલી ફ્લાઈટને 25 મિનિટ માટે ઈમ્ફાલ એરપોર્ટ પર ઉતરતી અટકાવવામાં આવી હતી. બાદમાં તેને ગુવાહાટી તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.
ઈમ્ફાલ ઈન્ટરનેશનલ એરપોર્ટના AAI ડાયરેક્ટર ચિપેમ્મી કીશિંગે જણાવ્યું હતું કે ઈમ્ફાલ નિયંત્રિત એરસ્પેસની અંદર એક અજાણી ફ્લાઈંગ ઑબ્જેક્ટ જોવાને કારણે, બે ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે અને ત્રણ ટેક-ઓફ ફ્લાઈટ્સ વિલંબિત થઈ છે.

Uncategorized

વડિયામાંથી નશીલી સીરપનો 240 બોટલનો જથ્થો ઝડપાયો

Published

on

સમગ્ર રાજ્યમાં હાલ નશીલી સીરપના કાળા કારોબાર નો પર્દાફાસ થતો જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં આ બાબતે પોલીસ એલાર્ટ બની છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ અગાવ આ બાબતે જથ્થો પકડાયો હોવથી સમગ્ર જિલ્લા માં પોલીસ સઘન તપાસ કરતા અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં ઢોળવા રોડ રાજેશ વલ્લભભાઈ સાંગાણી ના રહેણાંક મકાન અને મહાદેવ પાન એન્ડ કોલડ્રિંક્સ નામની દુકાનમાં બાતમીના આધારે રેડ કરતા ત્યાંથી 280નંગ જથ્થો ઝડપ્યો હતો.અને આ જથ્થો ઝડપાયા બાદ વડિયા પોલીસ ના ઇન્ચાર્જ પીએસઆઇ કે. એલ. કોડિયાતર અને તેમની ટીમ દ્વારા વડિયા ની શંકાસ્પદ તમામ દુકાનો પર રેડ કરવામાં આવી હતી. આ બાબત લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ ઘણા સમયથી આ નશીલુ સીરપ વેચાય છે અને તે દારૂૂ ના વ્યશનીઓ આ સીરપ નો ઉપયોગ રોજ નશા માટે કરતા હોવાનુ પાન લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. હવે આ બાબતે વડિયા પોલીસ ઊંડી તપાસ કરીને આ નુ પગેરું ક્યાં સુધી શોધે છે અને સપ્લાયર અને ઉત્પાદક સામે કેવી કાર્યવાહી કરે છે તેતો આવનારો સમય જ બતાવશે.

Continue Reading

Uncategorized

રાજકોટમાં વધુ એક યુવાન અને આધેડનું હાર્ટએટેકથી મોત

Published

on

રાજકોટમાં આજે એક યુવક અને એક આધેડનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.જેમાં શાપર વેરાવળ ના પડવલા માં આવેલી સંગીતા ઇન્ટેક્સ નામના કારખાને સિક્યુરિટીમાં રહેલા આધેડને હૃદય રોગનો હુમલો આવતા તેમને બેભાન હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા તેમનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે શાપર પોલીસે કાર્યવાહી કરી હતી.
વધુ વિગતો મુજબ,આજીડેમ વિસ્તારમાં લોઠડામાં મીરા કાસ્ટિંગ નજીક રહેતા જેન્તીભાઈ અમરાભાઇ ધાંધલ નામના 46 વર્ષના આધેડ સાંજના સમયે પડવલામાં સંગિતા ઇન્ટેક્સ નામના કારખાને નાઈટ સિક્યોરિટીની નોકરી કરતા હતા.ત્યારે તેઓ અચાનક બેભાન હાલતમાં ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.તેઓનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યાનું જાણવા મળ્યું છે.પોતે બે ભાઈ ત્રણ બહેનમાં મોટા હતા.તેમજ સિક્યોરિટીની કરતા હતા.આ અંગે શાપર વેરાવળ પોલીસે કાર્યવાહી આદરી છે.
બીજા બનાવમાં ચંદ્રેશ નગર મેઇન રોડ પર અમરનગરમાં રહેતા રજનીશ મનસુખભાઈ ભટ્ટી નામના 40 વર્ષનો યુવક ચામુંડા ટેઇલર પાસે શૌચાલયમાં બાથરૂૂમ કરવા ગયા બાદ બહાર નીકળ્યા બાદ અચાનક ઢળી પડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.તેઓ કરીયાણાની દુકાનમાં નોકરી કરતા હતા.પોતે બે ભાઈમાં મોટા અને સંતાનમાં એક પુત્ર છે.

Continue Reading

Uncategorized

ગોંડલ ચોકડી નજીક નર્સરીમાં વૃક્ષ સાથે કલચ વાયરથી ફાંસો ખાઇ યુવાનનો આપઘાત

Published

on

શહેરની ભાગોળે ગોંડલ ચોકડી નજીક નર્સરીમાં વૃક્ષ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતોે. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનીસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા વાળી વારસની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ ચોકડી નજીક પ્રેમવતી પાસે આવેલી નર્સરીમાં વૃક્ષ સાથે કલચ વાયર બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં અજાણ્યો યુવાન લટકતો હોય જે અંગે જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પી.એન.મોરવાડીયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક અજાણ્યો યુવાન (ઉ.વ.આશરે 25થી 30) હોવાનું અને પરપ્રાંત્તય જેવો લાગતો હોવાનું જણાવ્યું છે. મૃતકના જમણા હાથ ઉપર અંગે્રજીમાં અશોક ત્રોફાવેલું છે.
108ના ઇએમટી ભાવસંગભાઇએ મૃત જાહેર કરતા પોલીસે જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતોે આ અંગે તાલુકા પોલીસે મૃતકની ઓળખ મેળવવા વાળી વારસની શોધખોળ હાથ ધરી છે. પોલીસે વાવડી અને કાઠરીયા વિસ્તારમાં તપાસ કરાવી હતી પરંતુ મૃતકની કોઇ ઓળખ ન મળતા વધુ તપાસ યથાવત રાખી છે.

Continue Reading

Trending