Site icon Gujarat Mirror

આજે રાજકીય સન્માન સાથે અજિત પવારના અંતિમ સંસ્કાર કરાશે, ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચશે

 

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાનથી સમગ્ર મહારાષ્ટ્ર અને દેશમાં શોકની લહેર જોવા મળી છે. આકસ્મિક નિધન થયા બાદ આજે અજિત પવારના અંતિમ સંસ્કાર તેમના જ રાજકીય ગઢ બારામતીમાં કરવામાં આવશે. રાજ્ય સરકારના નિર્ણય મુજબ અંતિમ વિદાય રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.

અજિત પવારનો પાર્થિવ દેહ હાલમાં હોસ્પિટલથી તેમના નિવાસસ્થાન કાટેવાડી ખાતે લાવવામાં આવ્યો છે. અહીં પરિવારના સભ્યો, પાર્ટીના નેતાઓ-કાર્યકરો અને અન્ય લોકો તેમના અંતિમ દર્શન કરશે. ત્યારબાદ તેમની અંતિમ યાત્રા નીકળશે. સવારે 11 વાગ્યે વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં અજિત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પવારના અંતિમ સંસ્કારમાં મહારાષ્ટ્ર સરકારનું આખું મંત્રીમંડળ હાજર રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બારામતી આવશે.

અજિત પવારનું ચાર્ટર્ડ પ્લેન બુધવારે સવારે 8.45 વાગ્યે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પવારના સુરક્ષાકર્મી, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ સહિત 5 લોકોના મોત થયા હતા. બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું.

Exit mobile version