Connect with us

ગુજરાત

આજી રિવરફ્રન્ટનું સપનું સાકાર, ફાઇનલ ટચિંગનો પ્રારંભ

Published

on

  • સંસદ ભવન, કાશી વિશ્ર્વનાથ મંદિર, સાબરમતી રિવરફ્રન્ટ સહિતના પ્રોજેક્ટ બનાવનાર કંપનીને કામ સોંપાયું
  • એક કિ.મી.ના વિસ્તારમાં ચેક ડેમ બનાવી બારેમાસ પાણી માટે ટરશરી પ્લાન્ટ મુકાશે

રાજકોટ મહાનગરપાલિકાનો ડ્રીમ પ્રોજેકટ આજી રિવરફન્ટની કામગીરીનું ધમધમાટ અંતે શરૂ થઇ ગયો છે. સાંસદ ભવન, કાશી વિશ્ર્વનાથ મંદિર અને સાબરમતી રિવરફન્ટ સહિતના ઉત્તમ પ્રોજેકટ બનાવનાર એચ.સી.પી. પ્લાનીંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લીમીટેડને કામ સોંપવામાં આવ્યું છે. તેમના દ્વારા ફાઇનલ માર્સ્ટર પ્લાનની ડિટેલ ડીઝાઇન તૈયાર કરી પ્રોજેકટને ફાઇનલ ટચીંગ આપવામાં આવશે. આ માટે એજન્સી સાથે સ્થળ મુલાકત લઇ મ્યુનિ.કમિશનર આનંદ પટેલે પ્રોજેકટ અંગેની માહિતી મેળવી હતી.

આજી નદી કાંઠે રામનાથ મહાદેવ મંદિર ડેવોલોપીંગ અને આદી રિવરફન્ટ તૈયાર કરવવા માટે ધમધમાટ શરૂ કરવામાં આવ્યું છે. મ્યુનિ.કમિશનર આનંદ પટેલે સ્થળ વિઝિટ કરી એજન્સી સાથે પ્રોજેક્ટ અંગેની ચર્ચા કરી હતી. અને આ મુદ્દે જણાવેલ કે, અગાઉ બજેટમાં જોગવાઇ થઇ ગયેલ છે. આથી મંદિરની બંન્ને તરફ એક કિલોમીટરમાં રૂા.180 કરોડના પ્રોજેકટનું કામ શરૂ કરવામાં આવશે. આગાઉ સર્વ થયેલો છે છતા થોડા સમયમાં કાંઇ ફેરફાર હોય તો ફાઇનલ ટચીંગ કરવામાં આવશે. અને દિવાળી સુધીમાં ટેન્ડર પ્રકિયા હાથ ધરશે અને પ્રોજેકટ બે વર્ષની સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. 1 કિલોમીટરની ત્રીજયમાં મંદિરની બંન્ને સાઇડ ચેક ડેમ બનાવી શુદ્ધ પાણીની વ્યેવસ્થા ઉભી કરવામાં આવશે. તેમજ અટલ સરોવરની જેમાં બારે માસ પાણી માટે ટરશરી પ્લાન મૂકવામાં આવશે. પૂરા વિસ્તારમાં પવિત્ર અને શુદ્ધ વતાવરણ રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત કામગીરી સાંસદ ભવન, કાશી વિશ્ર્વનાથ મંદિર અને સાબરમતી રિવરફન્ટ સહિતના પ્રોજેકટ બનાવનાર એચ.સી.એલ કંપનીને કામ સોંપવામાં આવ્યું છે.

આજી રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટના વર્તમાન આયોજન અનુસંધાને આજરોજ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી પ્રોજેક્ટ સાઈટની વિઝિટ કરવામાં આવી હતી. આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રીવરફન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેકટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે ક્ધસલ્ટન્ટ એચ.સી.પી.ડીઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લીમીટેડ, અમદાવાદને નિમણુંક કરવામાં આવેલ છે. આ એજન્સી દ્વારા ફાઈનલ માસ્ટર પ્લાનની ડીટેઈલ ડિઝાઈનની કામગીરી હાથ ધરવામાં આવશે.

વધુમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, આજી ડેમમાં જે દુષિત પાણી ડેમમાં જાય છે તેને ટ્રીટ કરી રાજકોટ મહાનગરપાલિકાના અન્ય કામોમાં વપરાશ કરવા અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરએ સાઈટ વિઝિટ દરમ્યાન એજન્સીના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરી પ્રોજેક્ટની માહિતી મેળવી હતી. આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ખાતે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી.અલ્પના મિત્રા, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે, ડી.ઇ.ઇ. પરેશ પટેલ અને એજન્સીના પ્રતિનિધિઓ દ્વારા સંયુક્ત સાઈટ વિઝિટ કરવામાં આવી હતી.

દબાણોનું થશે ડિમોલિશન
મહાનગરપાલિકાએ આજી રિવરફન્ડની કામગીરી શરૂ કરી છે મ્યુનિ.કમિશનરે ગઇ કાલે સ્થળ વિઝિટ કરી એજન્સી સાથે ચર્ચા કરી અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. રામનાથ મહાદેવ મંદિરની રોડ સાઇટમાં પ્રોજેક્ટ માટે અગાઉ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરયેલ છતા ફાઇનલ ટચિંગ પૂર્ણ થાય બાદ ડિઝાઇન મૂજબ વિસ્તારોમાં દબાણો આવતા હશે તો તેનો ડિમોલેશન કરવામાં આવશે. હાલ પ્રોજેકટ અંગેની તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ગુજરાત

ગોંડલના રામોદમાં બુધવારે નવતર લગ્ન, સ્મશાનમાં વરરાજાનો ઉતારો: ભૂત-પ્રેતનું સરઘસ

Published

on

By

  • કાળી સાડી સાથે ઉંધા ફેરા ફરી કુરિવાજોને અપાશે તિલાંજલિ: સપ્તપદીને બદલે બંધારણના લેવાશે સોગંધ

કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામમાં રામનવમી તા.17 બુધવારે મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારનાં આંગણે સદીઓથી ચાલી આવતી માન્યતા-પરંપરાને કોરાણે રાખીને સ્મશાનમાં વરરાજા પરિવારને ઉતારો આપી લગ્નનાં રિવાજોને તિલાંજલિ આપી અનોખા લગ્ન સમારોહનું આયોજન કરાયુ છે. તેમાં ક્ધયા પક્ષના મોભીઓ કાળા વેશ પરિધાનમાં જાનૈયાનું સ્વાગત કરી ઉતારો આપશે. બૌધ્ધ સાથે વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ રાખવામાં આવ્યો છે.
વરરાજાની જાન કમર કોટડા નિવાસી મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા પરિવારની આવવાની છે. જેમા વરરાજા જયેશભાઇ નું સ્વાગત રામોદની ક્ધયા પાયલબેન કાળી સાડીના વેશ પરિધાનમાં ભૂત-પ્રેતના સરઘસ સાથે સામૈયું કરશે. વર-ક્ધયાની લગ્ન વિધિ બૌધ્ધ અને વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુરૂપ યોજાશે. મુર્હુતચોઘડીયાને ફગાવી ઊંઘા ફેરા રાખી બંધારણના સોગંદ બોલી શપથ ગ્રહણ કરશે.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાનાં જણાવ્યાં મુજબ બુધવાર તા. 17 મી એ જાથાની ટીમ રામોદમાં સવારે 8 કલાકે પહોંચી ઐતિહાસિક લગ્ન સમારોહનું સંચાલન કરશે. પ્રારંભમાં સવારે 9 થી 10 એક કલાક સુધી સદીઓ જુની માન્યતાને ખંડન કરી સામૈયું, સ્મશાનમાં ઉતારો સાથે વર્ષો જુની માન્યતાને ફગાવવામાં આવશે.

સમજણપૂર્વકનો લગ્ન સમારોહ સાથે અંધશ્રદ્ધાને નેસ્તનાબુદ કરવામાં આવશે. ક્ધયા પાયલ અને વરરાજા જયેશને લગ્નનું હાર્દ સમજાવી વૈજ્ઞાનિક મિજાજ કેળવવા સંબંધી હકિકત મુકવામાં આવશે. કાળી વસ્તુ, કાળું વસ્ત્ર જ જે અશુભ માનવામાં આવે છે તે છિન્ન મનોવૃત્તિ છે, હકિકત નથી. દ્રઢ મનોબળ કેળવાય તે સંબંધી આયોજન રાખવામાં આવ્યું છે. મુર્હુત-ચોઘડીયા માનવીએ બનાવેલ છે, કુદરત-પ્રાકૃતિક નિયમ સાથે કશી લેવા-દેવા નથી. લગ્ન સમારોહ આદર્શ દાંપત્યજીવન સાથે દ્રઢ મનોબળ કેળવાય સાથે લગ્નવિધિ સાચી હકિકત-તર્કદ્રષ્ટિ મુકવાનો કાર્યક્રમ છે. દેશમાં સૌને માનવા ન માનવાની બંધારણે અધિકાર આપ્યો છે. તે મુજબ સમગ્ર આયોજન કરવાના છીએ. આ લગ્ન સમારોહને સફળ બનાવવા ગોવિંદભાઈ દાનાભાઈ, પ્રવિણભાઈ રાઠોડ, બાબુભાઈ રાઠોડ, મનસુખભાઈ ગોવિંદભાઈ, સુરેશભાઈ ગોવિંદભાઈ, જેન્તીભાઈ રાઠોડ, અંકિત મનસુખભાઈ અને હિરેન સુરેશભાઈ સહિત ગામના જાગૃતો અને મિત્ર મંડળ, જાથાના સદસ્યો જોડાવાના છે.

Continue Reading

ગુજરાત

તળાજા નજીક અકસ્માતમાં વૃદ્ધ દંપતી ખંડિત, વૃદ્ધની હાલત નાજુક

Published

on

By

  • મોગલધામ બાઈક પર જતા હતા તે સમયે કારચાલકે અડફેટે લીધા

ભાવનગર જિલ્લાના તળાજાના સાખડાસર -1 ગામે રહેતા આહિર પંચોલી સમાજના વૃદ્ધ દંપતિ આજે બપોરના સમયે બાઇક લઈને મોગલ ધામ ભગુડા જતા હતા.તે સમયે રસ્તો ઓળંગવા જતા સ્પીડમાં આવતી કારના ચાલકે બાઈકને ઠોકરે લેતા દંપતી ખંડિત થયુંહતું.

જેમાં વૃદ્ધા નું મૃત્યુ સ્થળ પરજ થયુ હતું. જ્યારે વૃદ્ધને ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ઘસેડવામાં આવેલ છે જ્યાં તેઓની હાલત અત્યંત નાજુક બતાવવા આવી રહી છે. તળાજા ની રેફરલ હોસ્પિટલ પરથી અકસ્માત અંગે જાણવા મળતી વિગતો મુજબ સાંખડાસર એક તમે રહેતા મોહનભાઈ સડથાભાઈ લાડુમોર તથા તેમના પત્ની સવિતાબેન મોહનભાઈ લાડુમોર બંને બાઈકનં.જીજે-4બી-227 પર સવાર થઈ ભગુડા સ્થિત આઈ મોગલના દર્શનેજતા હતા.પસ્વી ગામ નજીક પાદરગઢ થી ભગુડા જવાના માર્ગ પર જવા માટે નેશનલ હાઇવે પરથીથીબાઈક વાળતા હતા ત્યારે કાર નંબર જીજે 06 કે એચ 5973 ના ચાલકે બાઈક સવાર વૃદ્ધ દંપતીને અડફેટે લીધાહતા. જેના પગલે સ્થળ પર જ સવિતાબેન 60 નું કમ કમાટી ભર્યું મૃત્યુ થયું હતું.

જ્યારે મોહનભાઈ 62 ને પ્રથમ તળાજા સદવિચાર જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ ભાવનગર ખાનગી હોસ્પિટલમા લઈ જવાતા તબીબે નાજુક હાલત જણાવતા સર્ટી હોસ્પિટલમાં સારવાર સારવાર લેવાની ફરજ પડી હતી.બનાવને પગલે મોહનભાઈના નાનાભાઈ કાબાભાઈ લાડુમોર એ રે.સાંખડાસર-1 રસ્તાપર જ કાર મૂકીને જતા રહેલ અજાણ્યા ચાલક વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ઉલ્લેખનીય છેકે વૃદ્ધ દંપતિ ના દીકરા સહિત પરિવાર ના સભ્યો સુરત સ્થાઈ થયેલ છે.

Continue Reading

કચ્છ

કચ્છ અને ખંભાળિયા પંથકમાં 0ાા થી 2 ઇંચ વરસાદ

Published

on

By

  • ભારે પવન સાથે વરસાદ અને કરા પડતા ખેતીના પાકને ભારે નુકસાન ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

હમામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમા આસ કરીને કચ્છમાં છેલ્લે બે દિવસથસ ઝાપટા સ્વરૂપે પડી રહેલા વરસાદે જોર પકડતા ગઇ કાલે અંજાર સહિતાન ગ્રામ્ય વિસ્તારોમા ભારે વરસાદ ખાબકતા બે ઇંચ પાણી વરસી ગયુ હતુ જયારે ખંભાળિયા અને ભાણવડ પંથકમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ભારે ઝાપટા અને અમુક સ્થળે કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી તો બીજી તરફ કમોસમી વરસાદ થી ખેતીને ભારે નૂકશાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.

કચ્છમા બે દિવસથી પડી રહેલા સતત વરસાદથી એક તરફ ખેડુતો ચિંતીત બન્યા છે ત્યા રવિવારે અંજારમા ખાબકેલા વરસાદે શહેરમા દહેશત સર્જી હતી સદ્દનશીબે ભારે પવન સાથે પડેલા વરસાદથી મોટુ નુકશાન થયુ ન હતુ પરંતુ બીજા દિવસે ખાબકેલા સત્તાવાર 56 ખખ વરસાદે શહેરમાં ભારે મુશ્કેલી સર્જી હતી અને શહેરના અનેક વિસ્તારોમા પાણી વહી નિકળ્યા હતા વરસાદને કારણે અંજારમા ચાલી રહેલ સ્વામીનારાયણ મંદિરનો ઉત્સવ એક દિવસ ટુંકાવી પુર્ણ જાહેર કરવામા આવ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકશાનની ચિંતા સેવાઇ રહી છે. અંજાર ઉપરાંત આજે ભુજ,રાપર સહિત કચ્છના અનેક વિસ્તારોમા ભારે પવન અને ક્યાક કરા સાથે વરસાદ પડ્યો હતો તો ગુજરાતના અન્ય જીલ્લામા પણ વરસાદે મુશ્કેલી સર્જી હતી હજુ એક દિવસ રાજ્યના અન્ય જીલ્લામા વરસાદની સંભાવના છે
હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે રવિવારે બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અને ખંભાળિયા તથા ભાણવડ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

ખંભાળિયા તાલુકાના ભાણવડ માર્ગ પર આવેલા મોટી ખોખરી, ભાણખોખરી સહિતના ગામોમાં રવિવારે બપોરે કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા. આ પછી આશરે ત્રણેક વાગ્યે ભાણવડ તાલુકામાં પણ વાતાવરણ પલટાયું હતું. તેઝ ફૂંકાતા પવનો સાથે ભાણવડ તાલુકાના ગુંદા ગામે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ગુંદા ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદના કારણે થોડો સમય ભયનો માહોલ પ્રસરી ગયો હતો.કેટલાક વાડી વિસ્તારમાં કરા પણ વરસ્યા હતા. જો કે કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

Continue Reading

Trending