Site icon Gujarat Mirror

ઐશ્ર્વર્યા અને ધનુષના છૂટાછેડા અંતે મંજૂર, 20 વર્ષના લગ્નજીવનનો અંત

સાઉથ એક્ટર ધનુષ અને એશ્વર્યા રજનીકાંતના છુટાછેડા થઈ ગયા છે. લગ્નના 20 વર્ષ બાદ કપલે ડિવોર્સ લઈને પોત પોતાનો રસ્તો અલગ કર્યો છે. બે વર્ષ પહેલા સેપરેશન અનાઉન્સ કર્યા બાદ હવે ધનુષ અને એશ્વર્યાને કોર્ટ તરફથી છુટાછેડા મળી ગયા છે. ચેન્નઈ પરિવાર કલ્યાણ કોર્ટે કપલને છુટાછેડા આપી દીધા છે, કેમ કે તેમણે કહ્યું હતું કે, તેઓ એક સાથે રહી શકશે નહીં.


ધનુષ અને એશ્વર્યા રજનીકાંતના છુટાછેડાના કેસમાં પહેલા પણ ત્રણ વાર સુનાવણી થઈ ચુકી હતી. પણ ધનુષ અને એશ્વર્ય કોઈ પણ સેશનમાં હાજર રહ્યા નહોતા. એશ્વર્યા ગુરુવારે કોર્ટમાં હાજર થઈ હતી, જે બાદ જજે 27 નવેમ્બરના રોજ સુનાવણી રાખી હતી.


એશ્વર્યા રજનીકાંત અને ધનુષે વર્ષ 2004માં લગ્ન કર્યા હતાં. તેમને બે દીકરા પણ છે, જેનું નામ લિંગા અને યાત્રા છે. 17 જાન્યુઆરી 2022માં ધનુષે એશ્વર્ય સાથે સેપરેશન અનાઉન્સ કર્યું હતું. એક્સ પર એક પોસ્ટ કરતા તેમણે લખ્યું હતું કે, દોસ્તો, કપલ્સ, પેરેંટ્સ અને એરબીજાના વેલ વિશ્સ તરીકે, આ સફર, સમજ, એડજસ્ટમેંટ અને એડૈપ્ટેશનલનો 18 વર્ષનો સાથ રહ્યો. આજે અમે એ મુકામ પર છીએ, જ્યાં અમારા રસ્તા અલગ થઈ ગયા છે.

Exit mobile version