Connect with us

ગુજરાત

અગનવર્ષાથી બપોરની શાળાનો સમય સવારનો કરાયો

Published

on

  • સિંગલ પાળીમાં ચાલતી શાળા માટે નિર્ણય : 30 જૂન સુધી અમલવારી

રાજ્યમાં માર્ચના અંતની શરૂૂઆત સાથે જ ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ ગરમી વધવાની શક્યતા છે. જેના કારણે બપોર પાળીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર અસર થતી હોવાનું જણાવી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય સવારનો રાખવા માટે ભલામણ કરવામાં આવી હતી. જેના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં સોમવારથી જ સ્કૂલોનો સમય સવારનો રાખવા માટે પરિપત્ર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સ્કૂલો અને જિલ્લા પંચાયત હસ્તકની સ્કૂલોમાં પણ સ્કૂલોનો સમય સવારનો રાખવા માટે પરિપત્ર કરાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓનો શાળા સમય સવારનો કરવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા રાજ્યના શિક્ષણ સચિવને પત્ર લખીને રજૂઆત કરી હતી. જેમાં જણાવાયું હતું કે, સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર ગુજરાત, રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ ગૃહ મંત્રાલય, ભારત સરકારના ભારત મોસમ વિભાગ તેમજ સ્વાસ્થ્ય તથા પરિવાર વિભાગના વિવિધ પત્રોથી રાજ્ય સરકારને જણાવ્યા અનુસાર ગુજરાતમાં વર્તમાન કલાયમેટ સ્થિતિ અનુસાર ત્રણ ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા છે. આમ, રાજ્યમાં ગરમીનો પારો સતત વધવાને લીધે ખૂબ જ વધારે ગરમીને પગલે બપોરની શાળામાં વિદ્યાર્થીઓ હેરાન થતાં હોવાનું ધ્યાને આવ્યું છે. વધુ પડતી ગરમીને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર અસર પડે તેવી પૂરી શક્યતા છે.

ઉપરાંત ઘણા વિસ્તારોમાં પાણીની તંગીના કારણે પણ પ્રશ્નો ઉદ્ભવે છે. આ બાબતો જોતાં વિદ્યાર્થીઓના સામૂહિક સ્વાસ્થ્યને ધ્યાને રાખી ગુજરાત રાજ્યની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો શાળા સમય સવારનો રાખવા જણાવાયું હતું. રજૂઆતોના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં સ્કૂલોના સમયને લઈને પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં હાલમાં બપોર પાળીમાં ચાલતી સ્કૂલોનો સમય સવારનો રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની સ્કૂલો અને જિલ્લા પંચાયત હસ્તકની સ્કૂલોનો સમય પણ સવારનો રાખવા માટે પરિપત્ર કરાયો હોવાનું જાણવા મળે છે.

અખઈ સંચાલિત સ્કૂલો જે સવાર પાળીમાં ચાલતી હતી તેનો સમય 5 મે સુધી સવારના 7.10થી 12.00 સુધીનો રાખવામાં આવ્યો છે. ઉપરાંત બપોર પાળીની સ્કૂલો કે જ્યાં બેસવાની પૂરતી વ્યવસ્થા હોય તેવી સ્કૂલો પણ સવારના 7.10 વાગ્યાથી 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. પરંતુ જે બપોર પાળીની સ્કૂલો માટે બેસવાની પૂરતી વ્યવસ્થા ન હોય તેવી સ્કૂલો બપોરના 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી જ ચાલુ રહેશે. આ જ રીતે અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની સ્કૂલોમાં પણ ગરમીના પગલે સ્કૂલો સવાર પાળીમાં ચલાવવા માટે આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ઉઙઊઘ દ્વારા કરાયેલા પરિપત્ર અનુસાર, 30 જૂન સુધી સ્કૂલોનો સમય સવારના 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી રાખવા માટે જણાવાયું છે.

ગુજરાત

ખંભાળિયા: ફાયરના જવાનો દ્વારા ફાયર સર્વિસ ડે ની ઉજવણી કરાઈ

Published

on

By

 

ખંભાળિયામાં અગ્નિશમન સેવા દિવસની ગઈકાલે રવિવારે ભાવભરી રીતે ઉજવણી કરવામાં આવી હતી.વર્ષ 1944 માં મુંબઈ ખાતે ડોકયાર્ડમાં લાગેલી આગની કામગીરી કરવા ગયેલા ફાયર મેનની ટીમના 66 જવાનો શહીદ થયા હતા. આ ઉપરાંત 300 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આથી સમગ્ર દેશમાં તારીખ 14 એપ્રિલના રોજ “નેશનલ ફાયર સર્વિસ ડે” ની ઉજવણી કરવામાં આવે છે. ગઈકાલે આ “અગ્નિશમન સેવા દિવસ” નિમિત્તે ખંભાળિયામાં આવેલા ફાયર સ્ટેશન ખાતે ફાયરના જવાનોએ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા, સહિતના આગેવાનો તથા કર્મચારીઓએ ફાયર સ્ટાફની ઉપસ્થિતિમાં આ ઉજવણી કરી હતી.જેમાં ફાયરના જવાનો તેમજ પાલિકાના હોદ્દેદારોએ મૃતક જવાનોને પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Continue Reading

ગુજરાત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણ પલટાયું: ખંભાળિયા, ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાજડી સાથે વરસાદ

Published

on

By

 

 

 

હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે રવિવારે બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અને ખંભાળિયા તથા ભાણવડ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

ખંભાળિયા તાલુકાના ભાણવડ માર્ગ પર આવેલા મોટી ખોખરી, ભાણખોખરી સહિતના ગામોમાં રવિવારે બપોરે કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા. આ પછી આશરે ત્રણેક વાગ્યે ભાણવડ તાલુકામાં પણ વાતાવરણ પલટાયું હતું. તેઝ ફૂંકાતા પવનો સાથે ભાણવડ તાલુકાના ગુંદા ગામે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ગુંદા ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદના કારણે થોડો સમય ભયનો માહોલ પ્રસરી ગયો હતો.કેટલાક વાડી વિસ્તારમાં કરા પણ વરસ્યા હતા. જો કે કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

 

Continue Reading

ગુજરાત

કાળીયા ઠાકોરને ચાંદીના આયુધ અર્પણ કરાયા

Published

on

By

ભગવાન દ્વારકાધીશને ગઈકાલે રવિવારે સાંજે દ્વારકાધીશના ઉથાપન સમયે રાજકોટના ભાવિક પરિવારના યોગેશભાઈ ભીખુભાઈ દેથરીયા પરિવાર દ્વારા ચાંદીથી બનાવેલા શંખ, ચક્ર, ગદા અને પદ્મ અર્પણ કરવામાં આવ્યા હતા.

મંદિરના પૂજારી મહેશભાઈએ આ ભક્ત પરિવારને દ્વારકાધીશના ઉપવાસ તરફથી આશીર્વાદ આપ્યા હતા. શ્રદ્ધાળુ દાતા પરિવારએ દ્વારકાધીશ અને મંદિર પરિસરમાં જ આવેલા શારદાપીઠ મઠ સંચાલિત ભગવાન બલદેવજીને પણ શંખ, ચક્ર અને ગદા અર્પણ કર્યા હતા. આશરે 740 ગ્રામ વજનની ચાંદીના આયુધ અર્પણ થયા છે.

Continue Reading

Trending