Connect with us

Sports

સતત છ હાર બાદ બાંગ્લાદેશને મળી જીત, શ્રીલંકા વર્લ્ડ કપમાંથી આઉટ

Published

on

બાંગ્લાદેશે શ્રીલંકાને નવી દિલ્હીના અરૂૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલા વર્લ્ડ કપ મુકાબલામાં 3 વિકેટથી હરાવી દીધુ છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 50 ઓવરમાં 279 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાએ બાંગ્લાદેશ સામે 280 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. લક્ષ્યનો પીચો કરતા બાંગ્લાદેશની ટીમે 41.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 282 રન બનાવી મેચ જીતી લીધી હતી.
વિશ્વકપ 2023માં બાંગ્લાદેશે સતત છ હાર બાદ આ જીત મેળવી છે. બાંગ્લાદેશ માટે નઝમુલ હસન શાન્તાએ સૌથી વધુ 90 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ માટે કેપ્ટન શાકિબ અલ હસને 82 રનની ઈનિંગ રમી હતી.
શ્રીલંકા ચરિથ અસલંકાની શાનદાર સદી છતાં માત્ર 279 રન બનાવી શક્યું હતું. અસંલકાએ વનડે કરિયરની બીજી સદી ફટકારતા 105 બોલમાં પાંચ સિક્સ અને છ ચોગ્ગાની મદદથી 108 રન બનાવ્યા હતા. તેણે ધનંજય ડિસિલ્વા (34) ની સાથે છઠ્ઠી વિકેટ માટે 78 અને સદીરા સમરવિક્રમા (41) ની સાથે ચોથી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી, તેમ છતાં ટીમ 49.3 ઓવરમાં આઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી ફાસ્ટ બોલર તંઝીમ હસને 80 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. શરીફુલ ઇસ્લામ (52 રન પર 2 વિકેટ) અને કેપ્ટન શાકિબ અલ હસન (57 રન પર 2 વિકેટ) એ બે-બે સફળતા મેળવી હતી. બાંગ્લાદેશની સટીક બોલિંગ માટે શ્રીલંકાએ નિયમિત સમયે વિકેટ ગુમાવી હતી.

Sports

હાર્દિક જે રીતે મુંબઇ ઇન્ડિયન્સમાં ગયો તે યોગ્ય નથી: અરવિંદર સિંહ

Published

on

By

હાર્દિક પંડ્યા હવે આઈપીએલ 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. પરંતુ મુંબઈમાં જોડાયા પછી, તે અને ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ બંનેને નિયમનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવે છે. આ સંદર્ભમાં 2010ની ઘટના પણ ટાંકવામાં આવી રહી છે જેમાં રવિન્દ્ર જાડેજા પર આઈપીએલ2010માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં હવે ગુજરાત ટાઇટન્સના સીઇઓ અરવિંદર સિંહે સ્પષ્ટ કહ્યું છે કે હાર્દિક જે રીતે મુંબઇ ઇન્ડિયન્સમાં ગયો તે યોગ્ય ન હતો. તેણે કહ્યું, આઈપીએલ ટ્રેડ માટે ખેલાડીઓનો સીધો સંપર્ક કરવો ખોટું છે. ટીમોએ આ માટે બીસીસીઆઇ ની પ્રક્રિયાને અનુસરવી જોઈએ. પરંતુ આ પદ્ધતિ (હાર્દિકનો વેપાર) યોગ્ય નહોતો અને ટીમ મેનેજમેન્ટ તેનાથી નારાજ છે. આઇપીએલ ટ્રેડિંગને લઈને બીસીસીઆઇના નિયમો સ્પષ્ટ છે. આઈપીએલની તત્કાલીન મેનેજમેન્ટ કમિટીએ જાડેજા વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેના પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો. કેકેઆરના ભૂતપૂર્વ ડિરેક્ટર જોય ભટ્ટાચાર્યએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. હાલમાં આ અંગે બીસીસીઆઈ, આઈપીએલ કે કોઈ ઓથોરિટી તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હવે જોવાનું એ રહે છે કે આગામી આઇપીએલમાં હાર્દિકનું ભવિષ્ય શું હશે.

Continue Reading

Sports

ભારતીય ટીમ સા.આફ્રિકામાં, રવિવારથી ટી-20 સિરીઝ શરૂ

Published

on

By

ભારતીય ટીમ તેના આગામી સિરીઝ માટે સાઉથ આફ્રિકા રવાના થઈ ગઈ છે. 10મી ડિસેમ્બરથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી-20 સિરીઝથી મેચની શરૂૂઆત થશે. આ પછી વનડે અને ટેસ્ટ શ્રેણી રમાશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ટેસ્ટ ટીમનો ભાગ હતા, તેઓ આ બેચનો ભાગ નથી. આ સિવાય આ બેચમાં એવા ખેલાડીઓ પણ છે જે ત્રણેય ફોર્મેટની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે, જેમાં રૂૂતુરાજ ગાયકવાડ, મુકેશ કુમાર અને શ્રેયસ ઐયરનો સમાવેશ થાય છે. આ સિવાય ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને રાહુલ દ્રવિડના નેતૃત્વમાં કોચિંગ સ્ટાફ બેચમાં હાજર છે. ભારતની અ ટીમ સહિત કુલ 47 ખેલાડીઓ આફ્રિકા પ્રવાસ માટે જશે. તે જ સમયે, ભારતની કમાન સંભાળનાર સૂર્યકુમાર યાદવ ઝ20 સિરીઝ પછી સ્વદેશ પરત ફરશે.આ સિવાય વિરાટ કોહલી અને રોહિત શર્મા 20 થી 22 ડિસેમ્બર વચ્ચે રમાનારી ઈન્ટ્રા-સ્કવોડ મેચ પહેલા ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ઝ20 સિરીઝ રમી હતી, જેમાં લગભગ તમામ વરિષ્ઠ ખેલાડીઓએ આરામ અપાયો હતો અને સૂર્યકુમાર યાદવે ટીમની કમાન સંભાળી હતી.

Continue Reading

Sports

રવિવારે ભારત-પાકિસ્તાનની ટક્કર, ચાર ગુજ્જુ ખેલાડીઓ મચાવશે ધમાલ

Published

on

By

ક્રિકેટ ચાહકોને ટૂંક સમયમાં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચેની મેચ જોવા મળશે. ભારત અને પાકિસ્તાનની ટીમો આવતા મહિને અંડર-19 એશિયા કપમાં સામસામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 10 ડિસેમ્બરે દુબઈના ICC એકેડમી ઓવલ 1 સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટ 8મી ડિસેમ્બરથી શરૂૂ થશે અને ફાઇનલ મેચ 17મી ડિસેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
અંડર-19 એશિયા કપ 2023 કુલ 8 ટીમો વચ્ચે રમાશે. 8 ટીમોને ચાર-ચારના બે ગ્રુપમાં રાખવામાં આવી છે. પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન અને નેપાળને ગ્રુપ અમાં રાખવામાં આવ્યા છે જ્યારે ગ્રુપ ઇમાં શ્રીલંકા, જાપાન, UAE અને બાંગ્લાદેશ છે. ટીમ ઈન્ડિયા અંડર-19 એશિયા કપની સૌથી સફળ ટીમ છે. ભારત આ ટૂર્નામેન્ટ 8 વખત જીત્યું છે. છેલ્લી વખત વર્ષ 2021માં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને ટ્રોફી જીતી હતી.
શુક્રવારે ભારત U 19 દત અફઘાનિસ્તાન U 19, ગ્રુપ A, ICC એકેડમી ગ્રાઉન્ડ, દુબઈ, 11:00 AM રવિવાર, ડિસેમ્બર 10 ભારત U 19 દત પાકિસ્તાન U 19, ગ્રુપ A, ICC એકેડમી ગ્રાઉન્ડ, દુબઈ, સવારે 11:00 AM મંગળવાર, ડિસેમ્બર 12 ભારત U 19 VS નેપાળ U 19, ગ્રુપ A, ICC એકેડમી ગ્રાઉન્ડ નંબર 2, દુબઈ, 11:00 AM મુજબ છે.

Continue Reading

Trending