Connect with us

ગુજરાત

અમદાવાદમાં ‘NIA’ બાદ હવે જાસૂસી સંસ્થા ‘RAWની ઓફિસ પણ ખુલશે

Published

on

જગ્યાની પસંદગી કરી લેવાઇ, સ્ટાફની થશે ફાળવણી

અમદાવાદમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) બાદ હવે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (છઅઠ)ની ઓફ્સિ કાર્યરત થઇ રહી છે. આ માટે કેન્દ્ર સરકારની ટીમે ઓફ્સિ પસંદ કરી લીધી છે. ચુનંદા અધિકારીઓની ટીમ નક્કી થયા બાદ કામગીરી અમદાવાદથી શરૂ થશે. છેલ્લા કેટલાક મહિનાથી દેશમાં દેશવિરોધી જુદા જુદા સંગઠનોની છૂપી પ્રવૃત્તિઓ વધી રહી છે. તેના પર વોચ રાખવા તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે પરંતુ પાડોશી દેશની ડ્રગ્સ સિન્ડિકેટ, આઇએસઆઇએસ સાથે સંકળાયેલા લોકોની ગુજરાતમાં અવરજવર સહિતની બાબતોને ધ્યાને લઇને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં છઅઠની ઓફિસ કાર્યરત કરવાની વિચારણા તાકીદે અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઇના ડ્રગ્સ ક્ધસાઇન્ટમેન્ટના છેડા ગુજરાત સુધી પહોંચી રહ્યા છે. તાજેતરમાં જ NIA દ્વારા ઝડપી લેવાયેલા આઇએસઆઇએસના સમર્થકોએ પણ ગુજરાતના ચોક્કસ સ્થળોની રેકી કરી હતી અને વીડિયો ઉતાર્યા હતા. તેઓ કોઇ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલાં જ તેમને ઝડપી લેવાયા છે. દેશમાં દુશ્મનોના સ્લીપર સેલ એક્ટિવ છે. તેને પગલે દેશની સુરક્ષાને લઇને મોટા પ્રશ્નો ઊભા થયા છે. આ પરિસ્થિતિમાં હાલ તો ગુજરાતમાં સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એટીએસ સહિતની એજન્સીઓ વોચ રાખી રહી છે અને દેશના દુશ્મનોને માત આપી રહ્યા છે. આ પરિસ્થિતિમાં હવે સરહદી રાજ્ય એવા ગુજરાતમાં પણ સેન્ટ્રલ એજન્સીઓના થાણાં કાર્યરત કરવા અનિવાર્ય બની રહ્યા છે. થોડા સમય પહેલાં જ અમદાવાદમાં NIAની ઓફિસ કાર્યરત કરવામાં આવી હતી. તેની ટીમ દ્વારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની તપાસ કરવામાં આવી રહી છે. લોરેન્સની તપાસમાં પણ પાકિસ્તાની ડ્રગ્સ માફિયા સાથેની તેની સીધી સંડોવણી અને ક્ધસાઇન્મેન્ટની વિગતો સામે આવી છે. દેશમાં તમામ મોરચે કામ સંભાળી શકે અને દુશ્મનને તેની ભાષામાં જવાબ આપી શકે તેવી કામગીરી કરવાની જરૂૂર છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા અને સરહદી રાજ્ય ગુજરાતમાં છઅઠની કચેરી કાર્યરત કરવાનનું નક્કી કરાયું હતું. તેનો હવે તાકીદે અમલ કરી દેવાયો છે. અમદાવાદમાં પ્રાઇમ લોકેશન પર છઅઠ માટેની ઓફિસ ફાઇનલ કરી દેવામાં આવી છે. તેને ધમધમતી કરવા માટેની પ્રક્રિયા પણ શરૂૂ થઇ ગઇ છે. સિનિયર ઓફિસરોના જણાવ્યા મુજબ અમદાવાદ છઅઠની ઓફિસ માટે ચુનંદા અધિકારીઓની ટીમ તૈયાર થઇ રહી છે. જે આગામી દિવસોમાં અમદાવાદથી દેશ હિત માટેના ઓપરેશન્સ શરૂ કરી દેશે.

ગુજરાત

વેરાવળમાં કરોડોનું ડ્રગ્સ પકડનાર સોમનાથ પોલીસને સરકારનું 15 લાખનું ઇનામ

Published

on

By

  • નામચીન બૂટલેગર ધીરેન કારિયાને પકડી લેનાર અમરેલી પોલીસને રૂ.5 લાખનું ઇનામ અપાયું

 

વેરાવળ બંદર પરથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપી લેનાર ગીર સોમનાથ પોલીસને બિરદાવા રાજ્યના પોલીસવડા વિકાસ સહાય પોતે ગીર સોમનાથ પહોંચ્યા હતા. આ ઉપરાંત ભવિષ્યમાં દરિયાઈ માર્ગે આવા કોઈ ગુનાહિત કૃત્યો બંને નહીં તે માટે અઝજના અધિકારીઓને સાથે રાખી કોસ્ટલ સિક્યુરિટી ઉપર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

રાજ્યના પોલીસવડા વિકાસ સહાય વહેલી સવારે સોમનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા હતા.જ્યાં સોમનાથ મહાદેવની શીશ ઝુકાવી જળાભિષેક કરી મહાદેવનું પૂજન અર્ચન કર્યું હતું. ત્યાર બાદ ગીર સોમનાથ જિલ્લા પોલીસ ભવન ઈણાજ ખાતે પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને અજઙ જીતેન્દ્ર અગ્રવાલ દ્વારા પુષ્પગુછ આપી સ્વાગત અભિવાદન કરાયું હતું. ત્યાર બાદ રાજ્યના પોલીસવડાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.રાજ્ય પોલીસવડા વિકાસ સહાય સાથે રેન્જ આઈ. જી. નિલેશ જાંજળીયા, એટીએસના ડીસીપી દીપેન ભદ્રન,સુનિલ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને 18 ગુનામાં વોન્ટેડ નામચીન બુટકેગર ધીરેન કારીયાને પકડી લેવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અમરેલી એસપી હિમકરસિંહને પણ રૂૂ.5 લાખનું રોકડ પુરસ્કાર આપી બિરદાવ્યા હતા.

પોલીસભવન ખાતે ડ્રગ્સ કેસના મહત્વપૂર્ણ કામગીરી કરનાર તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બિરદાવ્યા હતા.ઉપરાંત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસને રૂૂ.15 લાખનો પુરસ્કાર ઘોષિત કરવામાં આવ્યો હતો.પોલીસવડા દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાને આ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાનું નવાબંદર પોલીસ સ્ટેશન કેન્દ્ર સરકારના સર્વેક્ષણમાં ગુજરાતનું 11મુ સ્થાન હાંસલ કર્યું હતુ.નવાબંદર પોલીસ સ્ટેશનના થાણા અધિકારીને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ભવિષ્યમાં ડ્રગ્સ માફિયાઓ દરિયાઈ માર્ગનો દુરુપયોગ ના કરે એ માટે કોસ્ટલ સિક્યુરિટી પર એટીએસના વડા દીપેન ભદ્રન સહિતના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે.ત્યાર બાદ જિલ્લાના તમામ મુખ્ય અધિકારીઓ સાથે રાજ્યના પોલીસવાળાએ બેઠક યોજાઈ હતી.

Continue Reading

ગુજરાત

કોડીનારમાં શોર્ટ સર્કિટથી આગ: મંડપ સર્વિસનો સામાન ખાક

Published

on

By

કોડીનારના છારાઝાંપા વિસ્તારમાં હેલત વાડી, કલ્યાણ સોસાયટીમાં આવેલાં મંડપ સર્વિસના ખાનગી ગોડાઉનમાં સવારે અચાનક આગ લાગી હતી.આ આગે જોતજોતા માં વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લેતા પ્રથમ સ્થાનિકોએ પાણીનો મારો ચલાવ્યો હતો.ત્યારબાદ કોડીનાર નગરપાલિકાની ફાયબ્રિગેડની ટીમ તાત્કાલિક આવી અને ફાયર વ્હિકલ દ્વારા પાણીનો મારો ચલાવતા મહામહેનતે આગ પર કાબુ કરવામાં આવ્યો હતો.ગોડાઉનમાં રહેલો લાખો રૂપિયાનો મંડપ સર્વિસનો માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો.ગોડાઉન પાસે પસાર થતી પી.જી.વી.સી.એલની વીજ લાઈનમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.

આ બનાવમાં મંડપ સર્વિસના માલીક નિલેશભાઈ નાથાભાઈ વાજાએ પી.જી.વિ.સી.એલ સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે આજે સવારે 8:45 ના સમય દરમ્યાન અમારા મંડપ સર્વિસનાં ગોડાઉનમાં આગ લાગી હતી.અમારા ગોડાઉનમા રહેલો મંડપ સર્વિસનો તમામ માલ સામાન, પશુઓનો ઘાસ ચારો તથા ફર્નિચરનો સમાન હતો તે આગ લાગવાના કારણે બળી અને રાખ થઈ ગયો છે. આ આગ લાગવાનું કારણ કોડીનાર ગામે આવેલાં ખેતીની જમીન વિસ્તારમાં આવેલાં પબાળનાથથ ટી.સી.માંથી અમોની ખેતીની જમીનનું ખેતીવાડી વીજ કનેક્શન આપેલું છે.

જેમા એક ટી.સી.બંધ હાલતમાં આવ્યું હતું. અને અમારુ વીજ કનેકશન બીજા બાળનાથ ટી.સી. જે બાજુમા આવેલ છે. જેમાંથી અમોને ખેતીવાડી વીજ કનેકશન આપવામા આવેલ છે.જે ખેતીવાડી વીજ કનેકશન અમારા ગોડાઉનમા ફીટ કરેલ હતુ. અને ચાલુ હાલતમાં આવેલ છે.અને જે થ્રી ફેજ કનેકશન છે.આ થ્રી ફેઝ સર્વિસ કેબલમા શોર્ટ સર્કિટ થવાના કારણે અમારા કનેકશનમા શોર્ટ સકીટ થવાના કારણે અમારા ગોડાઉનમા આગ લાગેલ છે. સાથો સાથ અરજીમાં જણાવ્યું હતું કે અમારા દ્વારા 4 માસ પૂર્વે તા.10/10/2023 ના રોજ ખેતીવાડી ફીડરનો 11 કે.વિ.કેબલ બળી જવાથી ટી.સી. બંધ છે જે બાબતનો અરજ અહેવાલ રજુ કરેલ હતી.

જેનું આજદીન સુધી નિવારણ આવેલ નથી. ત્યારે આ આગ લાગવાના કારણે ગોડાઉનમાં રહેલ મંડપ સર્વિસનો તમામ માલસમાન, પશુઓનો ઘાસ ચારો, ફર્નિચર તમામ બળીને રાખ થયેલ છે જેના કારણે થયેલ આર્થિક નુકશાની આશરે રૂા.38,00,000/- થી 40,00,000/- ની ખુબ મોટી આર્થિક નુકશાની ગયેલ છે.અને અમારા ધંધાનો તમામ માલ બળીને રાખ થઈ જતા અમોની આર્થિક પરિસ્થિતી ખરાબ થયેલ છે.તેવું જણાવી અરજદારે પી.જી.વિ.સી.એલ સમક્ષ પુરેપુરુ વળતર આપવા માંગણી કરી છે.

Continue Reading

ગુજરાત

ભડકાઉ ભાષણ કેસમાં ફરિયાદ રદ કરવા મુફ્તી સલમાન અઝહરી હાઈકોર્ટમાં

Published

on

By

ભડકાઉ ભાષણ આપવાના મામલે મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ જૂનાગઢ, કચ્છ અને અરવવલ્લીમાં ત્રણ ઋઈંછ નોંધાઇ છે અને એ ફરિયાદ રદ કરાવવાની માંગ સાથે તેણે હાઇકોર્ટમાં ધા કરી હતી. જોકે તેના તરફથી એડવોકેટ લીવ પર હોવાથી કેસની સુનાવણી ટળી હતી. આ કેસની વધુ સુનાવણી 18મી માર્ચના રોજ મુકરર કરવામાં આવી છે. ફેબ્રુઆરીના પ્રારંભમાં ગુજરાતમાં પોલીસે મંગળવારે મુંબઈ સ્થિત ઈસ્લામિક ઉપદેશક મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ બીજી FIR નોંધી હતી.

કચ્છ જિલ્લાના સામખિયાળીમાં ધાર્મિક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. એ અગાઉ જૂનાગઢમાં નોંધાયેલા અપ્રિય ભાષણના એક અલગ કેસમાં અઝહરીની રવિવારે મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (અઝજ)ની એક ટીમ તેને અમદાવાદ લાવી હતી. આ પછી તેને અમદાવાદથી જૂનાગઢ લઈ જવામાં આવ્યો હતો.

કચ્છના સામખિયાળીમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અહીં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મુફ્તી સલમાન અઝહરી સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ કાર્યક્રમ માટે પોલીસની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ ભાષણ જૂનાગઢની ઘટના જેવું જ હતું. અઝહરી પર કચ્છ જિલ્લાની ઘટનાના સંબંધમાં ભારતીય દંડ સંહિતાની કલમ 153ઇ (વિવિધ ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 505 (2) (જાહેર દુષ્કર્મ માટે અનુકૂળ નિવેદનો) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢ એફઆઈઆર મુજબ, ધરપકડ કરાયેલા લોકોએ પોલીસ પાસેથી એમ કહીને મીટિંગ માટે પરવાનગી લીધી હતી કે અઝહરી ધર્મ વિશે વાત કરશે અને વ્યસન મુક્તિ અંગે જાગૃતિ ફેલાવશે. જોકે તેના બદલે તેણે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હોવાનો આક્ષેપ છે.

Continue Reading

Trending