ગુજરાત
સ્ત્રી-પુરુષ બંન્નેના જનનાંગોની સર્જરી બાદ પુરુષ લિંગ દૂર કરાયું
મહેસાણાની એક યુવતીને પોતે સ્ત્રી છે કે પુરૂૂષ તે સવાલ 22 વર્ષ સુધી સતાવતો રહ્યો. ઉત્તર ગુજરાતનો પ્રથમ અને પાંચ લાખે એક જોવા મળતો આ કિસ્સો રેર ઓફ ધ રેર છે. જેમાં જન્મતાથી સાથે જ બાળકમાં સ્ત્રી-પુરુષના જનનાંગો જોવા મળતા હોય છે.દર્દીને ક્ધજેનાઇટલ એડ્રિનલ હાયર પ્લાઝ્યા એટલે કે સ્ત્રીના જનનાંગો અને પુરુષના જનનાંગો સાથે કુદરતી ખોડખાપણ હતી.
દર્દીની મેડિકલ તપાસમાં રંગસુત્રો પ્રમાણે ડડ એટલે કે સ્ત્રી તરીકેના જ હતા અને દર્દીને પણ માનસીક રીતે સ્ત્રીમાં જ ક્ધવર્ટ થવું હતું.આખરે વિસનગરની નુતન જનરલ હોસ્પિટલની ગાયનેક ટીમ અને પ્લાસ્ટીક સર્જરીના ડોક્ટરના સહયોગથી દર્દીનું અઢી કલાકની ભારે જહેમત બાદ સફળ ઓપરેશન કરાયું હતું. દર્દી આજે 10 દિવસ બાદ સ્વસ્થ છે અને તેને રજા આપી દેવાઈ છે.મહેસાણા જિલ્લાના એક ગામડામાં રહેતી 22 વર્ષીય યુવતીને વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
જેમાં હોસ્પિટલના તબીબોએ તપાસ કરતા યુવતીને સ્ત્રી અને પુરુષ બંનેના વિકસિત જનનાંગ જોવા મળતા તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા.જેથી નૂતન જનરલ હોસ્પિટલના તબીબોની ટીમે લાખોમાં જોવા મળતા આ રોગની સારવાર ચાલુ કરી હતી. જેમાં દર્દીના નિદાન દરમિયાન તેણે વધારે પ્રમાણમાં એન્દ્રોજનના સ્ત્રાવને કારણે અને સ્ત્રી અંત સ્ત્રાવોની ખામીને લીધે જનનાંગનો અમુક ભાગ વધુ પ્રમાણમાં વિકાસ પામતા પુરુષનું વિકસિત જનનાંગ તથા યોનિમાર્ગ ખૂબ જ સાંકડું થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.દર્દીને એક મહિના માટે સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ હોસ્પિટલના તજજ્ઞ તબીબો દ્વારા કલીટોરો પ્લાસ્ટી અને વજાઈનોપ્લાસ્ટીનું પ્લાસ્ટિક સર્જરીનું મોટું જટીલ ઓપરેશન કરી વિકસિત પાંચ ઇંચ પુરૂૂષનું જનેન્દ્રીય દૂર કરવામાં આવ્યું હતું તથા યોની માર્ગને પહોળો કરી તેનું ગર્ભાશય સાથે સંકલન કરી યુવતીને નવું જીવન આપ્યું હતું. આ યુવતીની તમામ સર્જરી નિ:શુલ્ક અને સફળતાપૂર્વક કરવામાં આવતા પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ સહિત ટ્રસ્ટીઓએ તબીબોનો આભાર માન્યો હતો અને પરિવારજનોએ પણ આભાર માન્યો હતો.