Connect with us

dharmik

દિવાળીના દિવસે અપનાવો આ વાસ્તુ ટિપ્સ, કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યા થશે દૂર

Published

on

 

હિંદૂ ધર્મમાં દિવાળીનો તહેવારનું ખાસ મહત્વ છે. દર વર્ષે દેશભરમાં ખૂબ જ ધૂમધામથી દિવાળી ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળીનો તહેવાર 12 નવેમ્બર 2023એ ઉજવવામાં આવશે. દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

દિવાળીના તહેવારને સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ છે કે દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશનું પૂજન કરવાથી ધન-સુખ-સૌભાગ્યામાં વૃદ્ધિ થાય છે.

ઘરના કોઈપણ ખૂણામાં અંધારું ન હોવું જોઈએ

એવું માનવામાં આવે છે કે દિવાળી દરમિયાન ઘરના દરેક ખૂણાને પ્રકાશિત રાખો. આ તહેવાર પર ઘરના કોઈપણ ખૂણામાં અંધકાર ન હોવો જોઈએ.

રંગોળી

વાસ્તુ અનુસાર દીપોત્સવના પાંચ દિવસ દરમિયાન દરરોજ રંગોળી અવશ્ય બનાવવી જોઈએ. આ સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

તોરણ

વાસ્તુ અનુસાર દિવાળીના દિવસે મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ જરૂર લગાવો. મેઈનગેટ પર શુભ લાભ અને સ્વસ્તિક પણ જરૂર લગાવો. માન્યતા છે કે તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘર પર હંમેશા પોતાની કૃપા વરસાવે છે.

માટીના દિવા

દિવાળી પર માટીના દીવા પ્રગટાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. આ દિવસે સવારે અને સાંજે કપૂર સળગાવો. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને ઘરની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

જળથી ભરેલું પાત્ર

વાસ્તુ અનુસાર દિવાળીની સજાવટ વખતે ઘરના ઈશાન કોણમાં જળથી ભરેલું એક પાત્ર જરૂર રાખો. તેમાં સજાવટ માટે ફૂલોની પાંખડીઓ પણ મુકી શકો છો. માન્યતા છે કે આમ કરવાથી પરિવારના સદસ્યોના સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

dharmik

શ્રધ્ધા કે અંધશ્રદ્ધા?? માતાજીને પ્રસન્ન કરવા યુવકે પોતાની જ ગરદન કાપી નાખી

Published

on

By

 

ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઝાંસીમાં એક યુવકે દેવી માં પ્રસન્ન કરવા પોતાનું ગળું કાપી નાખ્યું. આ ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સદનસીબે, ત્યાં હાજર લોકોએ સમયસર યુવકને પકડી લીધો અને પોલીસ સ્ટેશનને તેની જાણ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચી લોહીલુહાણ યુવકને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કર્યો હતો.

જિલ્લાના બરુસાગર પોલીસ સ્ટેશન વિસ્તારના બંગુવાન ગામના રહેવાસી નીરજ રાયકવારએ દેવી માંને પ્રસન્ન કરવા પોતાનું ગળું કાપી નાખ્યું. પોલીસે ગઈ કાલે સવારે ઝાંસી મેડિકલ કોલેજમાં આ યુવકને સારવાર માટે દાખલ કર્યો હતો. યુવકનું કહેવું છે કે તે મજૂરી કામ કરે છે. તેણે કાલી માને પ્રસન્ન કરવાના હતાં.આ માટે તે વિસ્તારના માનસીલ માતાના મંદિરે પહોંચ્યો અને પોતાની ગરદન કાપીને બલિદાન આપવાનો પ્રયાસ કર્યો. આ જોઈને મંદિરમાં હાજર લોકોએ તેને રોક્યો અને પોલીસ સ્ટેશનને જાણ કરી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોહીલુહાણ યુવકને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કર્યો હતો. ઘાયલ યુવક નીરજ રાયકવારે કહ્યું કે તેની સાથે કંઈક ખોટું થયું છે. તેના ઉપચાર માટે કાલી મૈયાની પૂજા કરવી પડી. તેણે માત્ર દેવીને પ્રસન્ન કરવા માટે તેની ગરદન કાપી નાખી. જોકે, યુવકનું માથું શરીરથી અલગ થાય તે પહેલા લોકોએ તેને બચાવી લીધો હતો.

મેડિકલ કોલેજના ઈમરજન્સી ઓફિસર ડૉ. એચએન રાજપૂતનું કહેવું છે કે નીરજ નામનો દર્દી બંગુવાનનો રહેવાસી છે. તેણે પોતે જ પોતાનું ગળું કાપી નાખ્યું છે. તે કહે છે કે તે દેવી-દેવતાઓને બલિ ચઢાવતો હતો. એસપી જ્ઞાનેન્દ્ર કુમારે જણાવ્યું કે, 26 વર્ષીય નીરજ રાયકવાર દારૂના નશામાં બંગુવાન ગામની બાજુમાં સ્થિત માનસીલ માતાના મંદિરે પહોંચ્યો અને ત્યાં રાખેલા બાઉલથી તેનું ગળું કાપવા લાગ્યો. જ્યારે ત્યાં હાજર લોકોને આ વાતની જાણ થઈ તો તેઓએ તરત જ તેને રોક્યો અને પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને મેડિકલ કોલેજમાં મોકલ્યા હતા. પૂછપરછ દરમિયાન યુવકે જણાવ્યું કે તે પોતાનો બલિદાન આપવા માંગતો હતો.

Continue Reading

dharmik

આજે છે તુલસી વિવાહ: અપનાવો આ ઉપાયો, દૂર થશે લગ્નમાં આવતા તમામ વિધ્ન

Published

on

By

આજે તુલસી વિવાહ છે.તુલસી વિવાહ પછી શુભ કાર્યોની શરૂઆત થાય છે. તુલસી વિવાહ દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વાદશીએ આવે છે. આ દિવસે તુલસી માતાના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે કરાવવામાં આવે છે. આ દિવસે તુલસીના છોડને વિષ્ણુ ભગવાનના પત્ની તુલસીના રૂપમાં સ્થાપિત કરીને તેમના વિવાહ સંપન્ન કરાવવામાં આવે છે. હિંદૂ ધર્મમાં આ પર્વ ધાર્મિક રીત રિવાજની સાથે ઉજવવામાં આવે છે. કારતક મહિનામાં ભગવાન વિષ્ણુના પ્રિય એવા તુલસીજીની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસી સાથે લગ્ન કરવાથી કન્યાદાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. તુલસી વિવાહના દિવસે કેટલાક ઉપાય કરવાથી વૈવાહિક જીવનમાં ચાલી રહેલા મતભેદનો અંત લાવી શકાય છે. તેથી, તમારા ઘરની સુખ-સંપત્તિ વધારવા અને લગ્નજીવનને મધુર બનાવવા માટે તુલસી વિવાહના દિવસે આ ખાસ ઉપાયો અવશ્ય કરો-

મંગલાષ્ટકનો પાઠ કરો
તુલસી વિવાહ વાળા દિવસે એટલે કે આજે મંગલાષ્ટકનો પાઠ જરૂર કરવો જોઈએ. આમ કરવાથી પ્રેમ અને દાંપત્ય જીવનમાં સ્થિરતા આવે છે. તેના ઉપરાંત જીવનમાં સદા ખુશી બની રહે છે. આ દિવસે તુલસી માતા અને ભગવાન વિષ્ણુની પૂજાથી સંબંધોમાં સામંજસ્ય, સમરસતા અને સૌહાર્દ વધે છે. જોકે આ પૂજા શ્રદ્ધા અને વિશ્વાસની સાથે કરવી જોઈએ.

સુહાગણને શ્રૃંગાર દાન કરો

માતા તુલસી અને શાલિગ્રામના વિવાહમાં સોળ શ્રૃંગાર અર્પિત કરવાનું વિધાન છે. તેમાં લાલ ચુંદડી, સિંદૂર, ચાંદલો, લાલ સાડી જેવી સુહાગની વસ્તુઓ શામેલ છે. તેના બાદ સંપૂર્ણ વિધિ-વિધાનથી તેમના વિવાહ કરાવવામાં આવે છે. આમ કરવાથી દાંપત્ય જીવનમાં રોમાંસ વધે છે. આવામાં વિવાહના બીજા દિવસે શણગારની સામગ્રીને કોઈ સુહાગણ સ્ત્રીને દાન કરવો જોઈએ.

ઘીનો દિવો કરવો

તુલસી વિવાહના દિવસે અમુક ઉપાય ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. તેમાં માતા તુલસીના સામે દીવો કરવો શુભ માનવામાં આવે છે. તુલસી વિવાહના દિવસે ઘીનો દીવો કર્યા બાદ ઘરમાં ગંગાજળની સાથે તુલસી પત્રોનો છંટકાવ કરો. આમ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવશે.

તુલસી પર સોળ શણગાર ચડાવો

તુલસી વિવાહનો દિવસ શુભ માનવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી મુશ્કેલીઓ દૂર થાય છે. માન્યતા છે કે આ દિવસે માતા તુલસીની પૂજા સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. માટે તુલસી વિવાહના દિવસે સોળ શણગારનો સામાન દેવી તુલસીને સમર્પિત કરવો જોઈએ તેના બાદ અનુષ્ઠામાં શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે સમર્પણ કરવું જોઈએ. આમ કરવાથી લગ્નમાં આવી રહેલી મુશ્કેલી દૂર થાય છે.

ખીર ચઢાવવાથી દેવી લક્ષ્મીની કૃપા રહેશે

તુલસી વિવાહનો દિવસ શુભ માનવામાં આવે છે. તેથી આ દિવસે દિવસે તુલસીજીને ઘરે બનાવેલી સાત્વિક ખીર ચઢાવવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.. તુલસી વિવાહના દિવસે તુલસી સ્તોત્રનો પાઠ કરવાથી ધનની વૃદ્ધિ થાય છે.તુલસી વિવાહ પર તુલસીના છોડની 7 વાર પ્રદક્ષિણા કરવાથી અને સાંજના સમયે તેની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

 

Continue Reading

dharmik

મથુરા-વ્રજમાં દિવ્ય વ્રજાનંદ મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ

Published

on

By

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના તત્વધાનમાં વૃંદાવન વ્રજમાં વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજની અધ્યક્ષતામાં દિવ્ય વ્રજાનંદ મહા મહોત્સવ શુભારંભ થયો દેશ વિદેશના હજારો વૈષ્ણવો સાત દિવસની આ મહામહોત્સવની યાત્રામાં જોડાયા.

આ મહોત્સવનો પ્રારંભ સાંજે સુંદર શોભાયાત્રા છઠ્ઠીકરા રોડ પર વૃંદાવન ખાતે ડીજે, બેન્ડબાજા , ઢોલ નગારા, તેમજ ધજા પતાકાની સાથે ઠાકોરજીના જય ઘોષ અને વલ્લભાધીશના જય ઘોષ સાથે વૃંદાવનના રોડ પર નીકળીને શોભાયાત્રા ભારતી ઉપવન સ્થળ પર પહોંચી.

આ કાર્યક્રમની શરૂૂઆત પૂજ્ય વ્રજરાજ કુમારજી મહારાજની તેમજ મથુરા વૃંદાવનના સાંસદ તેમજ સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી હેમામાલીની દ્વારા દીપ પ્રાગટ્ય તથા આમંત્રિત મહેમાનો અને ઉપસ્થિત દેશ-વિદેશના મહાનુભાવો દ્વારા થયું. હેમામાલીનીએ તેમના ઉદ્ભો ધનમાં શરૂૂઆતમાં પૂજ્ય મહારાજને જન્મદિવસની વધાઈ આપી હતી.

વીવાયઓની માનવતાલક્ષી તેમાં જ સમાજલક્ષી કાર્યને ખૂબ વાગોડિયા હતા.
આ ઐતિહાસિક યાત્રામાં ગુજરાતનું સૌથી મોટું સંકુલ તેમજ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું ગૌરવ એવું વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં બિરાજતા ગીરીરાજજી પ્રભુના તેમજ ગોસાઈજીના સેવ્ય 500 વર્ષ પ્રાચીન સ્વરૂૂપ બાલકૃષ્ણજીના સુંદર તેમજ ભવ્યાતીભવ્ય રંગ મહેલમાં સુંદર વ્રજકમળ મનોરથના દર્શન હજારો ભાવિકજનોએ લાભ લીધો સાથે સાથે વૈષ્ણવાચાર્યના આશીર્વાદનો લાભ લીધો હતો.

Continue Reading

Trending