Site icon Gujarat Mirror

જામજોધપુર પંથકમાં પવનચકકીના કામો મોટા રાજકીય નેતાઓના હાથમાં આવતા કાર્યકરો રિસાયા

આગામી સ્થાનિક ચૂંટણીમાં ચિત્ર બદલાવાનો અંદાજ

જામ જોધપુર પંથકમાં ખાનગી કંપની ની પવનચકી સોલાર ના કામો પુર બહાર માં ચાલે છે મોટા ભાગે પવન ચકીના કામો રાજકીય માથાઓ દ્વારા રખાય છે અથવા તો કોઈને કોઈ પ્રકારે સેટીંગો કરાઈ રહ્યા છે મોટા માથા દ્વારા કામો રાખવામાં આવતા નાના કાર્ય કરો ના હાથમાં કામો ના આવતા રીસાઈ ગયા છે.

જેને લઈ નાના કાર્ય કરો પક્ષ ની કામગીરી થી વિમુખ થવા લાગ્યા છે આમ મોટા માથા ની આવી નીતી રીતી થી પોતે જે પક્ષમાં છે તે પક્ષ પણ ડુબી રહ્યો છે આવા પક્ષો માં રહેલ નાના રાજકીય કાર્યકરો ચુંટણી ટાણે પુરી મહેનત થી કામકરતા નથી ભુતકાળ માં આવી ખાનગી કંપની સાથે સેટીંગો કરી પૈસા બનાવનાર ફરી ચૂંટણી લડતા ડીપોઝીટ પણ ગુમાવી છે તે પણ ચર્ચાનો વિષય છે. અને આવા નેતાની રાજકીય કેરીયર પણ ખત્મ થઈ ગય છે ત્યારે આગામી જીલ્લા તાલુકા પંચાયત ની ચુંટણીમાં આ પવન ચકીના ડખ્ખા રાજકીય પક્ષોને નડશે તેવું ચર્ચાઈ રહેલ છે.

Exit mobile version