Connect with us

અમરેલી

સરપંચ અને શિક્ષકોના ત્રાસથી આચાર્યનો આપઘાત

Published

on

બગસરાના જુના જાંજરીયા ગામની પ્રા.શાળાના આચાર્યએ સરપંચ અને શિક્ષક સ્ટાફના કારણે આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. ઘણા સમયથી ત્રાસ સહન કરતાં આચાર્યએ ગઈકાલે દવા પી લેતાં પ્રથમ બગસરા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં તબિયત વધુ લથડતાં જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આચાર્યએ સરપંચ અને શિક્ષક સ્ટાફના કારણે આત્મહત્યા કરી લેતાં પરિવાર અને અનુસુચિત જાતિ સમાજમાં રોષ ફેલાયો છે અને હોસ્પિટલે ટોળેટોળા ઉમટી પડયા હતાં. આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું અને પોલીસના બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ બગસરાના જુના જાંજરીયાની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં કાંતિભાઈ ચૌહાણને ગામના સરપંચ અને નોકરી કરતાં શિક્ષક સ્ટાફ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતાં હતાં અને જ્ઞાતિ પ્રત્યે વારંવાર હડધૂત કરાતા હોવાની ફરિયાદ પણ અનેક વખત કરી હતી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં હોવાના વિડિયો પણ કેટલાક શખ્સો દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતાં. વારંવાર થતી હેરાનગતિના કારણે કંટાળી જઈ આચાર્ય કાંતિભાઈ ચૌહાણે ગઈકાલે ઝેરી દવા પી લીધી હતી. તેમને સારવાર માટે પ્રથમ બગસરા અને જૂનાગઢ હોસ્પિટલે ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
કાંતિભાઈ ચૌહાણનું મોત થતાં અનુસુચિત જાતિ સમાજના ટોળેટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડયા હતાં અને તંત્ર સામે પોતાનો રોષ વ્યકત કરતાં જણાવ્યું હતું કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવામાં આવશે નહીં અને સમાજ દ્વારા પોલીસ સ્ટેશનની સામે જ ધરણા પર બેસી જતાં રોડ બંધ થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ અમરેલીના ઉચ્ચ અધિકારી જે.પી.ભંડરી સહિતના અધિકારીઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતાં અને અનુસુચિત જાતિ સમાજને સમજાવવાનો પ્રયાસ કરી આરોપીઓ સામે કાર્યવાહીની ખાતરી આપી હતી. આચાર્યએ જીવ ગુમાવતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે અને વહેલી તકે આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી.

અમરેલી

રાજુલામાં વિજલેણું નહીં ભરનાર 50 ગ્રાહકોના કનેકશન કાપી નખાયા

Published

on

50 કનેક્શન કાપી નાખવામાં આવ્યા આગામી 10 દિવસમાં આ લેણું ભરવામાં નહીં આવે તો તમામના કનેક્શન રદ કરવામાં આવશે.. રાજુલા શહેર તેમજ આજુબાજુના 14 જેટલા ગામોમાં પીજીવીસીએલના રૂૂપિયા 6 કરોડ જેટલી અધધ રકમ બાકી રહેતા પીજીવીસીએલ દ્વારા કડક સાથે કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ બાબતે રાજુલા પીજીવીસીએલના ઇજનેર રામભાઈ બલાઈ એ જણાવ્યું હતું કે વીજ અધિનિયમ 2003 ની કલમ 56 એક મુજબ રાજુલા શહેર અને તાલુકાના 14 જેટલા ગામોમાં 9761 ગ્રાહકો જેની પાસેથી રૂૂપિયા 6 કરોડને 22 લાખ રૂૂપિયાનું વીજ લેણું રાજુલા પીજીવીસીએલ નું નીકળે છે અવારનવાર લેખિત નોટિસ આપવા છતાં આ બિલ ભરવામાં આવેલ નથી આથી આજથી કડક કાર્યવાહીનો કરવામાં આવ્યો છે
આજરોજ રાજુલા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 48 જેટલા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે અને જ્યાં સુધી તે બિલ ન ભરે ત્યાં સુધી તે કનેક્શન રદ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આગામી ચૂક જ સમયમાં આ બાકી રહેલી 6 કરોડ 22 લાખની રકમ કરવામાં જો ગ્રાહકો નિષ્ફળ સાબિત થશે તો તેની સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરી અને વસુલાત કરવામાં આવશે વધુમાં નાયબ કાર્યપાલક ઇજનેર રામભાઈ બલાઈએ જણાવ્યું હતું કે ગ્રાહકો પોતાના કરી જાય તે માટે અપીલ કરી હતી.

Continue Reading

અમરેલી

રાજુલાના દેવકા ગામે જમીન પચાવી પાડતા છ શખ્શો સામે ફરિયાદ

Published

on

રાજુલા તાલુકાના દેવકા ગામના શખ્સની જમીન છેલ્લા એક વર્ષથી વાવેતર કરી પચાવી પાડવાના ઇરાદે ગેરકાયદેસર કબ્જો કરતા 6 શખ્સોની ઘરપકડ કરી લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અમરેલી જિલ્લામાં જમીન માફિયાઓ બેફામ બન્યા છે અવાર-નવાર જમીન પચાવીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રાજુલા તાલુકાના કુંભારીયા ગામે આવેલ જમીન છેલ્લા 1 વષે થી ગેરકાયદેસર કબ્જો કરનારા છ શખ્શો સામે ડુંગર પોલીસમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ કરતા ચકચાર મચી જવા પામી હતી.
રાજુલા તાલુકાના મૂળ દેવકા ગામના અને હાલ મુંબઈ રહેતા વાલજીભાઇ આતાભાઈ ચૌહાણની રાજુલા તાલુકાના કુંભારીયા ગામે ખેતીની જમીન આવેલી છે જે જમીનનો છેલ્લા એક વર્ષથી કરશનભાઇ હરજીભાઇ ચૌહાણ ભાવેશભાઇ કરશનભાઇ ચૌહાણ લાલજીભાઇ ઉર્ફે લાલાભાઇ કરશનભાઇ ચૌહાણ ત્રણેય રે.દેવકા માવજીભાઇ હરજીભાઇ ચૌહાણ મધુભાઇ માવજીભાઇ ચૌહાણ પ્રવિણભાઇ માવજીભાઇ ચૌહાણ ત્રણેય રે કુંભારીયા સહીત છ શખ્શો એ ગેરકાયદેસર કબ્જો કરી લીધેલ હતો જે કબઝો ખાલી કરવા અંગે જમીન માલિકે અવાર-નવાર કહેવા છતાં આ છયેય શખ્શોએ જમીન પચાવી પાડવાના ઇરાદે કબ્જો ખાલી કરતા ન હતા અને જમીન માલિકને મારી નાખવાની ધમકી આપતા હતા. જે અંગે આ તમામ 6 શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાતા પોલીસે તમામ છયેય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading

અમરેલી

બાબરામાં મહિલા સદસ્યનો પતિ 4 લાખના નશીલા સીરપ સાથે પકડાયો

Published

on

બાબરા પંથકમા પાછલા ઘણા સમયથી આયુર્વેદિક શીરપના નામે નશાકારક પીણાનુ ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું હતુ. ત્યારે આજે અમરેલી એલસીબીએ બાબરા નગરપાલિકાના વોર્ડ નં-1ના મહિલા સદસ્યના પતિ મુળશંકર મણીશંકર તેરૈયાને આવી આયુર્વેદિક શીરપની બોટલોના મોટા જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે બાતમીના આધારે તપાસ કરતા આ શખ્સ પાસેથી નશાયુકત શીરપની ત્રણ હજાર બોટલ ઝડપાઇ હતી. પોલીસે સાડા ચાર લાખનો મુદામાલ કબજે લઇ તેની સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
ચાર માસ અગાઉ પણ આ જ શખ્સ પાસેથી આવો જથ્થો ઝડપાયો હતો. ગત તારીખ 3/8ના રોજ પોલીસે આ શખ્સના ઘર અને ગોડાઉનમા તપાસ કરતા ઘરેથી નશાકારક પ્રવાહીની 5414 બોટલ અને ગોડાઉનમાથી 40073 બોટલ કબજે લીધી હતી. જે તે સમયે આ બોટલોને એફએસએલમા ચકાસણી અર્થે મોકલવામા આવી હતી. ચકાસણી દરમિયાન આ બોટલોમા આલ્કોહોલનુ પ્રમાણ વધુ હોવાનો રીપોર્ટ આવતા પોલીસે આજે મુળશંકર તેરૈયા સામે ગુનો નોંધ્યો છે.
દરમિયાન ખેડા જિલ્લામા કથીત રીતે આયુર્વેદિક શીરપ પીવાથી છ યુવાનના શંકાસ્પદ મોત થયાની ઘટના બાદ અમરેલી જિલ્લા પોલીસે તે પ્રકારનુ આયુર્વેદિક શીરપ અમરેલી જિલ્લામા કયાંય વેચાતુ હોય તો સ્થાનિક પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે.

Continue Reading

Trending