Connect with us

rajkot

બેંકનું સીલ તોડી મકાન પચાવી પાડનાર આરોપીની લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ધરપકડ

Published

on

રાજકોટના મોરબી રોડ પર આવેલ ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં બેંક દ્વારા સીલ કરવામાં આવેલ મકાનનું સીલ તોડી ગેરકાયદેસર વસવાટ કરતા સખ્સ સામે જિલ્લા કલોક્ટરના આદેશથી પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટના કોઠારિયા રોડ આદર્શ સોસાયટીમાં રહેતા અને લોઠડા ગામે રાજેશ્રી મેટલ નામનું કારખાનું ધરાવતા હિતેષ નાગજીભાઈ ચોવટિયા (ઉ.વ.44)એ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ ઈન્દ્રપ્રસ્થ સોસાયટી શેરી નં. 1માં રહેતા જીતેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજાનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે 2017માં ફરિયાદી કારખાનેદારને મકાન લેવું હોય ઈન્દ્રપ્રસ્ત સોસાયટીમાં આવેલ એચ.ડી.એફ.સી. બેંક દ્વારા સીલ મારેલ મકાન ખરીદવાનું નક્કી કર્યુ હતું.
આ બાબતે મકાન માલીક અને બેંકના અધિકારીઓને મળી હરરાજીમાંથી બેંકનું સીલ મારેલ મકાન 32 લાખમાં ખરીદ કર્યુ હતું. પરંતુ મકાન માલીક લલીતભાઈ રવજીભાઈ વસોયાએ તે વખતે જણાવ્યું હતું કે, આ મકાનનું જો કબજા સહિતનું સાટાખત જીતેન્દ્રસિંહ ભારતસિંહ જાડેજાને કરી આપેલ છે. ત્યાર બાદ જીતેન્દ્રસિંહને મળતા સાટાખત રદ કરવાની ખાત્રી આપતા ફરિયાદીએ દસ્તાવેજ કરાવી લીધો હતો.
બાદમાં બેંક પાસે મકાનનું પઝેશન માંગતા બેંક દ્વારા મકાનનું પઝેશન આપ્યું નહોતું ત્યારે બેેંક દ્વારા સીલ મારેલ મકાનનું સીલ તોડી જીતેન્દ્રસિંહ જાડેજાએ મકાન પર પોતાનો કબ્જો કરી લીધો હતો.
આ બનાવ અંગે ભોગ બનનાર કારખાનેદારે કલેક્ટર સમક્ષ અરજી કરતા લેન્ડ ગ્રેબીંગ કમીટી દ્વારા પુરાવાનીતુલના કરી બેંકનું સીલ તોડી મકાન પચાવી પાડનાર સામે લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધવાનો આદેશ કરતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

rajkot

ગોંડલ ખાતે નમો કિસાન કબડ્ડી પ્રતિયોગિતાનો કાલથી પ્રારંભ

Published

on

કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચાહરજીની સુચના તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઇ પટેલના નેતૃત્વમાં કેન્દ્રીય કિસાન મોરચા દ્વારા નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પર્ધાનું આયોજન કરેલ છે. આ અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા રાજકોટ જીલ્લામાં નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પાર્ધાનું આયોજન કરેલ છે.
નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પર્ધા અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા તા.5 ડિસેમ્બરના રોજ રાજકોટ જીલ્લાની તમામ વિધાનસભાના કુલ 16 મંડલો (તાલુકાન)ની કબડ્ડી ટીમો વચ્ચે ઉપરોકત પ્રતિયોગીતા એશિયાટિક એન્જીનીયરીંગ કોલેજ, ગોંડલ ખાતે યોજાનાર છે.
આ કાર્યક્રમમાં ઉદઘાટક તેમજ અતિથી વિશેષઓ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, સંગઠન પ્રભારી ધવલભાઇ દવે, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, કેબીનેટ મંત્રીઓ રાઘવજીભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળિયા, ભાનુબેન બાબરિયા, સાંસદઓ મોહનભાઇ કુંડારિયા, રમેશભાઇ ધડુક, રામભાઇ મોકરીયા, પ્રદેશ કિસાન મોરચા મહામંત્રી હિરેનભાઇ હીરપરા, ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, ગીતાબા જાડેજા, ડો.મહેન્દ્રભાઇ પાડલીયા, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઇ રંગાણી. રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઇ હેરભા, રવિભાઇ માંકડિયા, પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઇ કોરાટ, એશિયાટિક કોલેજના પ્રમુખ ગોપાલભાઇ ભુવા સહિતનાઓ જોડાશે.
નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પર્ધામાં સ્પર્ધકોને ઉત્સાહતિ કરવા અને પ્રેરણાસ્ત્રોત બનવા માટે રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા પ્રભારી વનરાજસિંહ ડાભી, જીલ્લા કિસાન મોરચાના પ્રમુખ વિનુભાઇ ઠુંમર, મહામંત્રી અનિરુધ્ધસિંહ ડાભી, વલ્લભભાઇ રામાણી તથા જીલ્લા કિસાન મોરચાના હોદેદારો, જીલ્લા કારોબારી સભ્ય, મંડલના પ્રમુખ-મહામંત્રીઓએ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપેલ છે. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જે યાદીમાં જણાવ્યું હતું.

Continue Reading

rajkot

પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલા પડધરીનાં કિશોરનો નદીમાંથી મૃતદેહ મળ્યો

Published

on

પડધરીના મોવૈયા ગામે બાલાજી પાર્ક-રમાં રહેતાં અને 6 દિવસથી લાપત્તા સુજલ ઉર્ફે બોદુ અબ્દુલભાઈ મલેક (ઉ.વ.16)નો આજે સવારે પડધરીની ડોંડી નદીમાંથી કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેણે આપઘાત કર્યાની શકયતા પોલીસે દર્શાવી છે.
પોલીસે જણાવ્યું કે,સુજલ છેલ્લા એકાદ માસથી કારખાને નોકરીએ લાગ્યો હતો.પરંતુ છેલ્લા પાંચ-છ દિવસથી નોકરી પર જવાનું બંધ કર્યું હતું. તેણે પરિવારજનોને કારખાનું બંધ હોવાનું કહ્યું હતું. પરંતુ તેના પિતાને કારખાનું ચાલું હોવા છતાં નોકરીએ નહીં જતો હોવાની માહિતી મળતાં ઠપકો આપ્યો હતો.જેથી ગઈ તા.ર8મીએ સુજલ ઘરેથી જતો રહ્યો હતો.પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી.પરંતુ કયાંયથી પત્તો નહીં મળતા શનિવારે પડધરી પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.પોલીસ અને પરિવારજનો શોધખોળ કરતાં હતા ત્યાં રવિવારે સવારે ડોંડી નદીમાંથી સુજલનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો.ડોંડી નદીના સમ્પ પાસે મૃતદેહ જોઈ સમ્પના કર્મચારીએ અન્યોને જાણ કરતાં તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢયો હતો. પડધરી પોલીસે ત્યાં પહોંચી જરૂૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવીલમાં ખસેડયો હતો.સુજલે પિતાએ ઠપકો આપતા આ પગલું ભરી લીધાની પોલીસે શકયતા દર્શાવી તપાસ જારી રાખી છે.

Continue Reading

rajkot

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી ઘેટાં-બકરા ચોરી કતલખાને વેચી નાખવાનું ષડયંત્ર ઝડપાયું

Published

on

સૌરાષ્ટ્ર કચ્છના મેલડી માતાના મંદિર માનતાના ઘેટા-બકરાની ચોરી કરી કતલખાને વેંચી નાખવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કરી ખેડા પંથકની ગેંગના ત્રણ શખ્સોની ધરપકડ કરી અન્ય ત્રણ શખ્સોની શોધખોમ હાથ ધરી છે. ઈનોવા કારમાં સૌરાષ્ટ્રમાં આવી રાત્રીનાં સમયે મેલડી માંના મંદિરેથી ઘેટા-બકરાની ચોરી કરી આરોપીઓ આણંદમાં કતલખાને વેંચી નાખતાં હોવાનું બહાર આવ્યું છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, અમરેલી એલસીબીને મળેલી ચોક્કસ માહિતીના આધારે નડિયાદના પરસોતમ પુંજાભાઈ તળપદા, ખેડા તાલુકાના માતર ગામના નિજામુદ્દીન મયુદ્દીન શેખ અને નડિયાદના રાજ પુનમભાઈ તળપદાની ધરપકડ કરી તેમની પાસેથી ઈનોવા કાર કબજે કરી છે.
પોલીસની પુછપરછમાં આરોપીઓએ પોતાના અન્ય ત્રણ સાગ્રીતો ખેડા પંથકનાં સંજય બાબુભાઈ તળપદા, કિશોર મનુભાઈ તળપદા અને વિપુલ વીરસંગ ભુરીયાની મદદથી સૌરાષ્ટ્રમાં એક ડઝન જેટલા સ્થળોએ મેલડી માતાના મંદિરેથી માનતાના ઘેટા-બકરાની ચોરી કરી કતલખાને વેંચી નાખ્યાની કબુલાત આપી છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન ખેડા પંથકની ગેંગ ઈનોવા કાર લઈ સૌરાષ્ટ્રમાં આવી મેલડી માતાના મંદિરે માનતા બકરા કારમાં ભરી આણંદના યાસીન ગુલાબ શેખને ઘેટા બકરા વેંચી નાખતાં હતાં અને યાસીન ઘેટા બકરાની કતલ કરી નાખતો હોવાનું બહાર આવ્યું છે. આ તસ્કર ગેંગ ઘેટા બકરા 30 થી 40 હજારમાં વેંચી નાખતા હોવાનું જણાવ્યું છે.
પશુ ચોરી કરતી આ ગેંગ દ્વારા છેલ્લા એક વર્ષમાં બાબરાના મેલડી મંદિર, કાલાવડ તાલુકાના આણંદ પર ગામે, ટંકારાના અમરાપર ગામે, જામકંડોરણાના સાતોદડ અને તાજેતરમાં જ રાજકોટનાં મનહરપરા ગામે મેલડી મંદિરમાં ત્રાટકી માનતાના ઘેટા બકરાની ચોરી કર્યાની કબુલાત આપી છે. જેમાં રાજકોટનાં મનહરપરા ગામે આવેલ મેલડીમાના મંદિરે સાંજે દર્શન કરવા આવ્યા બાદ રાત્રીનાં મંદિરમાં ત્રાટકી માનતાના 7 ઘેટા-બકરા ઈનોવામાં ભરી નાસી ગયા હતાં.
આ કામગીરી અમરેલી એલસીબીના પીઆઈ એ.એમ.પટેલ સહિતના સ્ટાફે કરી અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસે પશુ ચોરી કરતી આ ગેંગ પાસેથી મોબાઈલ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Continue Reading

Trending