Site icon Gujarat Mirror

દારૂના ધંધા મામલે ઉનાના ધારાસભ્ય પર આક્ષેપ કરનાર આરોપીનું જેલમાં હાર્ટએટેકથી મોત

આરોપી ગુજસીટોકના ગુનામાં જૂનાગઢ જેલમાં હતો

જૂનાગઢ જેલમાં ગંભીર ગુના હેઠળ બંધ અને દારૂૂના ધંધાને લઈ ઉનાના ખકઅ કે.સી. રાઠોડ પર આક્ષેપ કરનારા આરોપીનું હાર્ટ એટેકના કારણે મોત નીપજતા જેલ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઉના પંથકનો કુખ્યાત બુટલેગર અને ગુજસીટોકના ગુનામાં જેલમાં સજા કાપી રહેલા ભગા ઉકા જાદવને મધરાતે હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયું છે.

આ મામલે જૂનાગઢ જેલ અધિક્ષક ડી. એમ. ગોહિલે જણાવ્યું હતું કે સવારના આશરે દસ વાગ્યાની આસપાસ ભગા ઉકા જાદવને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. કેદીની તબિયત લથડતા જેલના તબીબો અને સુરક્ષાકર્મીઓએ તેને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેકના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

મૃતક ભગા ઉકા જાદવ મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનો વતની હતો. તેની સામે અનેક ગુનાહિત ઈતિહાસ હોવાથી પોલીસે તેની સામે ગુજસીટોક (ૠીષઈઝઘઈ) હેઠળ કાર્યવાહી કરી હતી. તે ગત 10 જુલાઈ 2025 થી આ ગંભીર ગુના હેઠળ જૂનાગઢ જેલમાં બંધ હતો. પ્રોટોકોલ મુજબ, કસ્ટડીમાં કેદીનું મોત થતા હવે તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવશે.

 

Exit mobile version